અલંકાર એટલે શું ?
‘અલંકાર’ શબ્દનો અર્થ : ઘરેણું, શણગાર, શબ્દ અથવા અર્થની ચમત્કૃતિવાળી રચના, તાન કે આલાપમાં વપરાતી સ્વરોની મધુર ગુંથળી.
અલંકારનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરેણાં એવો થાય છે.
જે રીતે ઘરેણાં સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે એ જ રીતે ભાષાની શોભામાં વધારો કરવા માટે અલંકારનો ઉપયોગ થાય છે.
આમ, અલંકાર એટલે જે ભાષાની શોભામાં વધારો કરે તે.
અલંકાર શબ્દ અલમ્ + કાર નો બનેલો છે. જેમાં અલમ્ = પર્યાપ્ત અને કાર = કરનાર એટલે કે પછી કશું ઉમેરવાનું બાકી ન રહે તેવી પૂર્ણતા લાવે તે અલંકાર.
ટૂંકમાં, અલંકાર એટલે વાણીની સજાવટ અથવા શોભા.
મનના ભાવ અથવા વિચારને વધુ વેધકતાથી કે સચોટતાથી પ્રકટ કરવા વપરાતું વાણીનું સજાવટવાળું કે શોભાવાળું રૂપ એટલે અલંકાર.
અલંકારનો ઉપયોગ પદ્યમાં અને ગદ્યમાં થાય છે.
અલંકાર મૂળ સંસ્કૃત શબ્દ છે.
અલંકાર ભાષાનો શણગાર છે.
અલંકાર સાહિત્યમાં ચમત્કૃતિ લાવનારું સાધન છે, સાધ્ય નથી.
અલંકારના મુખ્ય બે પ્રકારો પાડવામાં આવ્યા છે.
(૧) શબ્દાલંકાર (૨) અર્થાલંકાર
(૧) શબ્દાલંકાર
શબ્દના આધારે રચાતા અલંકારને "શબ્દાલંકાર" કહેવાય છે.
શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે. તે ધ્વનિ અથવા શબ્દના વિશિષ્ટ સંયોજનને કારણે કાવ્યમાં ધ્વનિ નાદ સૌંદર્ય નીપજે છે. આ બધાના કારણે કાવ્યના સૌંદર્ય વધારો થાય ત્યારે "શબ્દાલંકાર" કહે છે.
શબ્દ વડે જે ભાષાની શોભામાં વધારો થાય તેને "શબ્દાલંકાર" કહે છે.
આ અલંકારમાં શબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સૌન્દર્યમાં વધારો થાય છે અને અલંકારમાંની રમણીયતા શબ્દપ્રયોગ પર આધારિત હોય છે. આ અલંકારમાં ધ્વનિ કે શબ્દને કારણે માધુર્ય જન્મે છે. શબ્દનો સમાનાર્થી મૂકવાથી આ અલંકાર નાશ પામે છે.
👉શબ્દાલંકારમાં નીચેના અલંકારોનો સમાવેશ થાય છે.
(૧) વર્ણાનુપ્રાસ /વર્ણસગાઈ :
"વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ" અલંકાર બને છે. www એક જ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ (અક્ષર) શબ્દના આરંભે વારંવાર આવે ત્યારે
અલંકાર બને છે. એકનો એક વર્ણ ( અક્ષર ) વાક્યમાં જ્યારે બે કે તેથી વધુ વખત આવે ત્યારે "વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ"
આ અલંકારમાં વર્ણના પુનરાવર્તનથી સૌંદર્ય ધ્વનિ, સૌંદર્ય અને કર્ણમાધુર્ય અનુભવાય છે. ઉ.દા. : ( ૧ ) કાકાએ કાકીને કહ્યું કે, કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢી લાવ. ( ૨ ) પ્રીત કરું પ્રેમથી પરી પ્રગટ થાશે. ( ૩ ) પંડ્યની પેટીમાં પારસ છે પડ્યો. ( ૪ ) મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. ( ૫ ) ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબનો રંગ.
શબ્દાનુપ્રાસ / યમક
એક જ પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવાળા શબ્દો એક કરતા વધારે વખત આવે અને દરેક પ્રયોગે તેનો અર્થ ભિન્ન થતો હોય તેવા અલંકારને "શબ્દાનુપ્રાસ અલંકાર" કહે છે.
વાક્યમાં જ્યારે એકનો એક શબ્દ બે કે તેથી વધુ વખત આવે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે તથા બોલવામા સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે "શબ્દાનુપ્રાસ અલંકાર" બને છે.
યમક અને શબ્દાનુપ્રાસ વચ્ચે સૂક્ષ્મ ભેદ રહેલો છે. જયારે એકનો એક શબ્દ કે શબ્દસમૂહ વાકય કે પંકિતમાં એકથી વધારે વખત આવે અને દરેક વખતે જુદો અર્થ આપે ત્યારે "યમક અલંકાર" બને છે.
યમક એટલે – ભિન્ન અર્થના સમાન શબ્દોની પુનરાવૃત્તિ અથવા પ્રાસ.
શબ્દાનુપ્રાસ
( ૧ ) હળવે હળવે હળવે હરજી મારે મંદિરે આવો રે.
( ૨ ) ગાયક ન લાયક તું ફોગટ ફુલાનો રે.
( ૩ ) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો.
( ૪ ) આ સુરત તો સોનાની મુરત.
યમક
( ૧ ) અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા.
( ૨ ) જવાની તો જવાની.
( ૩ ) આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં લાવી ?
( ૪ ) નકશામાં જોયું પણ જોયું ન કશામાં.
👉આંતરપ્રાસ / પ્રાસસાંકળી
જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ / પ્રાસસાંકળી અલંકાર બને છે.
પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસસાંકળી કે આંતરપ્રાસ બને છે.
આમાં વચ્ચે રહેલા બંને શબ્દો વચ્ચે પ્રાસ રચાતો હોવાથી સાંકળ જેવી રચના થાય છે, જેથી પ્રાસસાંકળી અલંકાર કહે છે.
આ અલંકારની પંક્તિના મધ્યમાં પ્રાસ મળે છે.
ઉ.દા. : ( ૧ ) મહેતાજી નિશાળે આવ્યા, લાગ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ.
( ૨ ) વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.
( ૩ ) વરણ સૌથી રંગ, અંક રાજાથી ઝાઝો.
( ૪ ) પરીને મન નેહે, દેહે શોભા જે નારી.
અંત્યાનુંપ્રાસ / પ્રાસાનુપ્રાસ
વાક્યમાં જ્યારે મધ્યમાં અને અંતમાં પ્રાસ રચાય ત્યારે "પ્રાસાનુપ્રાસ અલંકાર" કહેવાય છે.
દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળો શબ્દ આવતો હોય ત્યારે તે અલંકારને "અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર" બને છે.
વાક્યમાં જ્યારે અંતમાં પ્રાસ રચાય ત્યારે "અંત્યાનુપ્રાસ અલંકાર" કહેવાય છે.
ખાસ તો પ્રાસવાળી કવિતાઓનો સમાવેશ આ અલંકારમાં થાય છે.
ઉ.દા. : ( ૧ ) પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત.
( ૨ ) સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક જ માનવી કાં ગુલામ ?
( ૩ ) જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી.
( ૪ ) ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે, એની દશા સારી નથી હોતી.
( ૫ ) સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે, (૫) યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.
👉અર્થાલંકાર
અર્થના આધારે ભાષાના સૌંદર્યમાં વધારો કરતા અલંકારને "અર્થાલંકાર" કહેવાય છે. સમાનાર્થી શબ્દ મૂકવાથી આ અલંકારનું સૌંદર્ય જળવાઈ રહે છે.
શબ્દ એ બાહ્ય દેહ છે અને અર્થ એ તેનો આંતરિક દે છે. જ્યારે અર્થ દ્વારા ચમત્કૃતિ સધાય, કાવ્યના સૌંદર્યમાં વધારો થાય ત્યારે તેને અર્થાલંકાર કહેવામાં આવે છે. આ અલંકારનો આધાર અર્થ હોવાથી એ જ અર્થ ધરાવતો બીજો શબ્દ મુકવામાં આવે તો તેના સૌદર્યને કોઈ નુકશાન પહોચતું નથી.
ટૂંકમાં "અર્થ વડે જે ભાષાની શોભામાં વધારો કરે તેને અર્થાલંકાર કહે છે."
(1) ઉપમા
એકની સરખામણી બીજા સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
જ્યારે કોઈ એક વસ્તુને કોઈ ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે
ઉપમા અલંકારમાં ઉપમેય, ઉપમાન, સાધારણધર્મ અને ઉપમાવાચક શબ્દ આ ચાર અંગો મહત્વના છે. ઉપમા અલંકારમાં કોઈક વાર સાધારણધર્મ હોતો નથી.
ઉ.દા. : પરીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
ત્યારે ઉપમા અલંકાર બને છે.
ઉપમેય : જેની સરખામણી કરવામાં આવી હોય તે.. દા. ત., પરીનું મુખ.
ઉપમાન : જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે. દા. ત., ચંદ્ર.
સાધારણ ધર્મ : ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલ સમાન ગુણ. દા. ત., સુંદર.
ઉપમાવાચક શબ્દ : ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ : દા.ત., જેવું
જેવો, જેવી, જેવું, જેવા, જેમ, શો, શી, શું, શા, સમો, સમી, સરીખું, સમોવડું, સમાન, સમાણું, તુલ્ય, પેઠે, માફક, સરખો વગેરે શબ્દો ઉપમા અલંકારમાં જોવા મળે છે.
ઉ.દા. : ( ૧ ) પુરુષોની માફક હવે સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવે છે.
( ૨ ) ચંદ્ર દૂધ જેવો ઉજળો છે.
( ૩ ) ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો.
( ૪ ) લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.
રૂપક અલંકાર
આ અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુનું રૂપ આપવામાં આવે છે. એક વસ્તુ જ બીજી વસ્તુ છે તેમ માનવામાં આવે છે. અહીં સરખામણીને કોઈ અવકાશ નથી. આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચેની એકરૂપતા જોવા મળે છે.
જ્યારે ઉપમેય અને ઉપમાનને એક માની લેવામાં આવે એટલે કે વ્યાકરણ જગતમાં ઉપમેય અને ઉપમાન અભેદ્ય છે એવું માનવામાં આવે ત્યારે રૂપક અલંકાર કહેવાય છે.
ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર કહેવાય છે.
ઉ.દા. ( ૧ ) પરીનું મુખ ચંદ્ર.
( ૨ ) કવિતા આત્માની માતૃભાષા.
ઓછું પ્રેઝેન ઓઢું પ્રેમ
( ૩ ) ફૂલનો પછેડો ઘાટડી રે.
(૪) આ સંસારસાગર તરવો સહેલો નથી.
ઉત્પ્રેક્ષા અલંકાર
કહેવામાં આવે છે. જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર
જ્યારે ઉપમેયની ઉપમાન તરીકે હોવાની સંભાવના, શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે.
આ અલંકારમાં જાણે, રખે, શકે, લાગે જેવા શબ્દો આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
ઉ.દા. ( ૧ ) પરીનું મુખ જાણે ચંદ્ર.
(૨) હિમાલય જાણે રૂનો ઢગલો.
( ૩ ) રખે મહેમાન આજે આવે.
( ૪ ) વતન જાણે માનો ખોળો લાગતો હતો.
શ્લેષ અલંકાર :
એક જ વિધાન કે કાવ્યપંક્તિમાં અનેકાર્થી શબ્દ પ્રયોજાયેલો હોય અને તેને લીધે વિધાન કે કાવ્યપંક્તિના એક કરતાં વધારે અર્થ થાય ત્યારે "શ્લેષ અલંકાર" બને છે.
જ્યારે એક શબ્દ અનેક અર્થમાં આવે ત્યારે "શ્લેષ અલંકાર" બને છે.
શ્લેષ એટલે બે અર્થવાળા શબ્દોનો પ્રયોગ અને બીજો અર્થ આલિંગન એવો થાય.
શબ્દને જોડવા કે તોડવાથી અથવા તો એક જ શબ્દના બે કે તેથી વધારે અર્થ બને ત્યારે "શ્લેષ અલંકાર" બને છે.
ઉ.દા. ( ૧ ) સગા તારેય છે, સગા મારેય છે.
( ૨ ) રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય ?
( ૩ ) મારા ભાઈનું બારમું પતી ગયું.
( ૪ ) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.
વ્યાજસ્તુતિ અલંકાર :
વ્યાજ એટલે નિંદા,બહાનું અને સ્તુતિ એટલે વખાણ, પ્રશંસા.
જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે "વ્યાજસ્તુતિ અલંકાર" કહેવાય છે.
"વ્યાજસ્તુતિ એટલે કોઈ બહાના હેઠળ સ્તુતિ કરવી તે."
જ્યારે દેખીતી રીતે નિંદાના બહાર હેઠળ કોઈની પ્રશંસા થતી હોય અથવા દેખીતી રીતે પ્રશંસાના બહાના હેઠળ કોઈને નિંદા થતી હોય ત્યારે "વ્યાજસ્તુતિ અલંકાર" કહેવાય છે.
ઉ.દા. ( ૧ ) તે એટલો બહાદુર કે ઉંદર જોઈને નાઠો.
( ૨ ) ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા.
( ૩ ) વાહ પહેલવાન ! પાપડ તોડી નાખ્યો !
( ૪ ) દોડવામાં હું સૌથી પહેલો જ રહેતો - પાછળથી ગણતા.
અનન્વય અલંકાર :
જ્યારે ઉપમેયને તેના યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયને ઉપમેયની સાથે જ સરખાવવામાં આવે ત્યારે "અનન્વય અલંકાર" કહેવામાં આવે છે.
અનન્વય અલંકારમાં ઉપમેય અને ઉપમાનની જગ્યાએ એકનો એક જ શબ્દ આવે છે.
જ્યારે ઉપમેયને બીજું કોઈ ઉપમાન આપવાને બદલે એને જ ઉપમાન તરીકે બતાવવામાં આવે ત્યારે તેને "અનન્વય અલંકાર" કહેવાય છે.
ઉપમેયની સરખામણી ખુદ ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે "અનન્વય અલંકાર" કહેવાય છે.
અનન્વય અલંકાર એવી સ્થિતિમાં પ્રયોજાય છે. જ્યારે ઉપમેયની તુલનાવાળું ઉપમાન હોય જ નહીં.
ઉ.દા. ( ૧ ) મા તે મા.
( ૨ ) જિંદગી એટલે જિંદગી
( ૩ ) પરી એટલે પરી.
( ૪ ) રૂણી શાળા એટલે રૂણી શાળા
( ૫ ) હિમાલય ઈ હિમાલય.
વ્યક્તિરેક અલંકાર :
જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં કોઈક ગુણધર્મની બાબતમાં ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે તેને "વ્યતિરેક અલંકાર" કહે છે.
સામાન્ય રીતે ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય છે. પરંતુ આ અલંકારમાં ચડિયાતા ગણાતા ઉપમાનને ઉપમેય કરતાં ઊતરતું દર્શાવવામાં આવે છે.
ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ ચડિયાતું બતાવવામાં આવે ત્યારે "વ્યતિરેક અલંકાર" બને છે.
આ અલંકારમાં ઉપમેયની ઉત્કૃષ્ટતા બતાવવામાં આવે છે. ઉપમેયને અધિક ગુણવત્તાવાળું બતાવવામાં આવે છે. ત્યારે "વ્યતિરેક અલંકાર" બને છે.
જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં અતિશય શ્રેષ્ઠ એટલે કે ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે ‘વ્યતિરેક અલંકાર બને છે.
ટુંકમાં, આ અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે છે.
ઉ.દા. ( ૧ ) તલવારથીયે તેજ તેની આંખડીની ધાર છે.
( ૨ ) મેરુ રે ડગે ને જેના મન નો ડગે રે, પાનબાઈ !
( ૩ ) હલકા તો પારેવાની પાંખથી, મહાદેવથીયે મોટા જી.
( ૪ ) ભૂખથીયે ભૂંડી ભીખ છે.
( ૫ ) ગોળથીય ગળી એની વાણી છે.
અતિશયોક્તિ અલંકાર :
જ્યારે ઉપમાન દ્વારા ઉપમેયનું નિગરણ કરવામાં આવે, એટલે કે ઉપમાન ઉપમેયને ગળી જાય કે ઉપમેયનો લોપ થાય અને માત્ર ઉપમાનનો જ નિર્દેશ થાય ત્યારે તેને “અતિશયોક્તિ અલંકાર" કહેવામાં આવે છે.
આવે છે. જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે "અતિશયોક્તિ અલંકાર" કહેવામાં
આ અલંકારમાં ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય છે. ઉપમાનથી ઉપમેય ઢંકાઈ જાય છે.
ઘણીવાર આ અલંકારમાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં આવતો નથી. ઉપમાન પરથી જ ઉપમેય સમજાય જાય છે.
જ્યારે ઉપમેય આખેઆખું ઉપમાનમાં સમાઈ જાય અને બન્ને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ત્યારે "અતિશયોક્તિ અલંકાર" કહેવામાં આવે છે.
કહેવામાં આવે છે. ઉપમેયને સ્થાને ઉપમાનનો જ વ્યવહાર કરવામાં આવે ત્યારે "અતિશયોક્તિ અલંકાર"
ટુંકમાં, ઉપમાન ઉપમેયને ગળી જાય છે.
ઉ.દા. ( ૧ ) પતિના વિયોગમાં ઓશીકું રાતભર રડ્યું.
( ૨ ) અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કુવો ભરીને રોઈ પડ્યા.
( ૩ ) ભીમે ગદા ઉપાડી ત્યાં તો બધા ભોંય ભેગા થઈ ગયા.
( ૪ ) એ નાટક એટલું કરુણ કે આખું થિયેટર અશ્રુસાગર બની ગયું
( ૫ ) મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે
👉 અન્યોક્તિ
જ્યારે એક વસ્તુ કે વ્યક્તિ દ્વારા અન્ય વસ્તુ કે વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે "અન્યોક્તિ અલંકારઆવે છે.
" કહેવામાં
આ અલંકારમાં મુખ્ય વાત છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે છે.
જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે "અન્યોક્તિ અલંકાર" કહેવામાં ઉ.દા.
( ૧ ) ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ.
( ૨ ) પીળું એટલું સોનું નહીં ને ઊજળું એટલું દૂધ નહીં.
( ૩ ) એક મ્યાનમાં બે તલવાર ન સમાય.
(૪) ખાલી ચણો વાગે ઘણો.
( ૫ ) સિંહ ભૂખે મરે તોય ઘાસ ન ખાય.
વિરોધાભાસ અલંકાર :
જ્યારે આપેલું વિધાન દેખીતી રીતે સાચું ન લાગે પરંતુ ઊંડાણપૂર્વક વિચારતા તેમાં કોઈ ગહન સત્ય છુપાયેલું હોય ત્યારે "વિરોધાભાસ અલંકાર" કહેવામાં આવે છે.
બે ભિન્ન વસ્તુઓને એકસાથે રજૂ કરતાં વિરોધ ઉત્પન્ન થાય, પણ એ વિરોધનો માત્ર આભાસ જ હોવાથી, તેના વિશે ઊંડો વિચાર કરતાં તે વિરોધનું શમન થઈ જાય છે. આને "વિરોધાભાસ અલંકાર" કહેવામાં આવે છે.
ઉ.દા. ( ૧ ) જે પોષતું તે મારતું શું એ ક્રમ દીસે છે કુદરતી ?
( ૨ ) તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહી.
( ૩ ) આખું વિશ્વ વિરાટ છતાં, નાનકડા હૈયાને લાગે એકલું.
( ૪ ) ગુરુનું મૌન એ જ સાચું વ્યાખ્યાન છે.
(૫) જીત્યા જેઓ તે જ અંતે જિતાયા.
આવે છે.