વિરામચિહ્નોની સમજૂતી


👉PSE માટે ની બુકલેટ અહીંયા થી ડાઉનલોડ કરો 

વિરામચિહ્નોની સમજૂતી



👉પૂર્ણવિરામ (.)


પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા અને શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે.

ઉદા. કાશી નગરીમાં મોચી રહેતો હતો.


લી. (લિખિતંગ) ચિ. (ચિરંજીવ)


👉 અલ્પવિરામ ( , )


અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, બેથી વધારે પદો કે શબ્દસમુહો પછી તથા દીર્ધ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે.


ઉદા. - બેફીકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું.


- પ્રાચી,નિર્મળ,કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા.


👉 પ્રશ્નચિહન (?)


વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહન મુકવામાં આવે છે. જેથી વાચક-ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે.


ઉદા. - કેમ મૂંગા થઇ ગયા?


આવું મફત નું સોનું શું કરવું છે? -


👉 ઉદગાર ચિહન (!)


આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંશા કે દુખની લાગણી બતાવવા વાક્યમાં ઉદગાર ચિહન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદગાર ચિહ વપરાય છે.


ઉદા. - શા માટે વિચાર માં પાડી ગયા છો, મહારાજ !

જોયું તો ઓજાર બધા સોના ના!

🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

👉સર્વનામની સમજૂતી


 નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય છે. હું, અમે, આપણે, તું, તમે, એ, તે વગેરે પદો આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ. સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહે છે.


ઉદા. તેને, તેણે, તેના વગેરે શબ્દો સર્વનામ

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👉એકવચન ની સમજુતી


→ કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ એકવચન કહેવાય છે.


ઉદા. વૃક્ષ, બાળક, પાટલી

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

👉બહુવચન ની સમજુતી


→ કોઈ શબ્દ બોલવાથી તે એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ બહુવચન કહેવાય છે.


ઉદા. વૃક્ષો, બાળકો, પાટલીઓ

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

લિંગ સમજુતી


> જે શબ્દોની પાછળ મોટેભાગે ‘ઈ’ પ્રત્યય લાગેલો હોય તેને સ્ત્રીલિંગ કહે છે.


ઉદા. છોકરી, દાસી, રાણી, કુતરી, ચકલી, વાંસળી, છત્રી વગેરે... > જે શબ્દોની પાછળ ‘ઓ’ પ્રત્યય લાગેલો હોય તેને પુલ્ટિંગ કહે છે. ઉદા. મોરલો, છોકરો, ઘોડો, વાંદરો, ઘડો, ખાટલો વગેરે... |||

→ જે શબ્દોમાં ‘ઉ’ પ્રત્યય લાગેલો હોય તેને નપુસકલિંગ કહે છે. ઉદા. છોકરું, કુતરું, આંગણું, બારણું, રમકડું વગેરે...


Pse ની વધુ તૈયારી માટે અહીંયા ક્લીક કરો 

Popular Posts