પાઠ આયોજન. પેડાગોજી પાઠ આયોજન pedagogy path ayojn
👉પેડાંગોજી પાઠ આયોજન ની માર્ગદર્શિકા અહીંયા ક્લીક કરો
👉. સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન પૃથ્વી આપણું ઘર
👉. ગણિત સંમેય સંખ્યા પાઠ આયોજન
👫 પેડાગોજી પાઠ આયોજન ની સમજ અહીંયા ક્લીક કરો
👪. વિડીયો અપલોડ કરવાની link clik here
👫. પાઠ આયોજન ધોરણ 4 આસ પાસ વાડી માં અહીંયા ક્લીક કરો
👫. પર્યાવરણ પાઠ આયોજન જળ એજ જીવન
👪ધોરણ 4 ગણિત અહીંયા જોઈ શકો છો
👪ધોરણ 6 ગુજરાતી બીરબલ ની યુક્તિ પાઠ આયોજન અહીંયા ક્લીક કરો
👪અંગ્રેજી ધોરણ 4 પાઠ આયોજન english
👉👀પેડાગોજી પાઠ આયોજન pdf માટે અહીંયા ક્લીક કરો
👊👉પેડાગોજી પાઠ આયોજન word file માટે અહીંયા ક્લીક કરો
👉આ ચેનલ ને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો અહીંયા ક્લીક કરો
(1) ઇનોવેટિવ પેડાગોજી પાઠ આયોજન વિડીયો માટે અહીંયા ક્લીક કરો
👊👉વિજ્ઞાન એકમ નું નામ
સ્વાદ થી પાચન સુધી અહીંયા ક્લીક કરો
👊👉વિજ્ઞાન પાઠ નું નામ.
કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે પૂર્વવિચારણા કરવામાં આવે તો તે કાર્યનાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ પૂર્વવિચારણા એટલે આયોજન. આયોજન એ સાધનો અને શક્તિનો કરકસરયુક્ત ઉપયોગ કરી ચોક્કસ સમયમાં અપેક્ષિત હેતુઓને સિદ્ધ કરવાની યોજના છે. ગૃતિકના મતાનુસાર, “ જે કરવાનું છે તેની વિસ્તૃત રૂપમાં રૂપરેખા તૈયાર કરવી અને સાહસ કે કાર્ય માટે નિયત કરેલા ધ્યેયની સિદ્ધિ માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તે નક્કી કરવાં. ”
કોઈ કાર્યને સાકાર બનાવવા, તેને મૂર્તિમંત બનાવવા યોજના ઘડવી, તેની પ્રત્યેક નાની – નાની હકીકતો અને વિગતોનો વિચાર કરવો તથા એ સૌના અમલ માટે પગથિયાવાર વિવિધ પ્રયુક્તિઓનો ખ્યાલ કરી લેવો અને અંતે તે સઘળું દક્ષતાપૂર્વક પૂર્ણ થયા પછી કયાં પરિણામોની નિષ્પત્તિ થશે તે નક્કી કરવું – આ પ્રકારની પ્રક્રિયાને આયોજન તરીકે ઓળખી શકાય.
‘ કયાં છે ? ક્યાં જવું છે ? લક્ષ્યાંક શી રીતે પ્રાપ્ત કરવો છે ? લક્ષ્યાંકે પહોંચવા કોની કોની સહાય લેવાની છે ? કેટલી સહાય લેવાની છે ? લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં કયા અવરોધો આવશે ? એ અવરોધો શી રીતે દૂર કરી શકાશે ? ' વગેરેનો માનસિક વિચાર કે ચિંતન કરવું એ જ આયોજન. કોઈપણ પ્રવૃત્તિ કે યોજનાને સફળતાપૂર્વક પાર પાડવા માટે તેના વિવિધ પાસાંઓનું ઝીણવટભર્યું ચિંતન - આ ચિંતનની એક તલસ્પર્શી, સુવ્યવસ્થિત નોંધને આયોજન કહી શકાય.
પાઠ આયોજનની સંકલ્પના :
પાઠ આયોજન પાઠની પૂર્વતૈયારીની એક રૂપરેખા છે. વિષયાંગ શીખવવાની કાર્ય પદ્ધતિની સંકલિત, શાબ્દિક રૂપરેખા એટલે પાઠ આયોજન. પાઠ આયોજન માટે તાસ આયોજન, દૈનિક આયોજન અને વ્યક્તિગત આયોજન જેવા પર્યાય શબ્દો વપરાય છે. પાઠ આયોજન એટલે વર્ગમાં એક તાસ દરમિયાન જે મુદ્દો શીખવવાનો છે, તેને શીખવવા માટેની જુદી જુદી તરાહથી કરેલી વિચારણા - વર્ગશિક્ષણ પહેલાંની શિક્ષક દ્વારા થતી આ ક્રિયાત્મક અવસ્થા છે .
પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષક જે ક્રિયાઓનું આયોજન કરે તેનો આલેખપત્ર. - બોસિંગ
હેતુઓને વ્યાખ્યાયિત કરવા , પાદ્યવસ્તુની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્યવસ્તુની રજૂઆત માટેની પદ્ધતિ અને પ્રક્રિયાઓ નક્કી કરવી એટલે પાઠ આયોજન. - વિનિંગ અને વિનિંગ
પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું, વર્ગવ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમરૂપ પૂર્વદર્શનની રૂપરેખા હોય છે. - ભાટિયા અને અરોરા
પાઠ આયોજન એ વર્ગમાં કાર્ય કરવાની માનસિક અને સાંવેગિક રીતે વિદ્યાર્થીઓ અનુભવો પૂરા પાડવાની શિક્ષકની યોજના છે. - લેસ્ટર સ્ટેન્ડ
પાઠ આયોજન એ હકીકતમાં કાર્યયોજના છે , જેથી તેમાં શિક્ષકનું ક્રિયાકૌશલ્યનું, તેનું તાત્ત્વિક જ્ઞાન, તેનું વિદ્યાર્થી સંબંધિત જ્ઞાન, શિક્ષણના લક્ષ્ય સંબંધિત જ્ઞાન, શિક્ષણ સંબંધી સામગ્રીનું જ્ઞાન તથા પ્રભાવશાળી પ્રવિધિ, પદ્ધતિના વિનિયોગની એની યોગ્યતા પણ સમાયેલી છે. - લેસ્ટર સેન્કસ
પાઠ આયોજન એટલે અમલમાં મૂકવાની યોજનાની બધી જ પ્રવૃત્તિઓ, પાસાં, પ્રક્રિયાઓ અને વિગતોનું અગાઉથી કરેલું. માનસિક પ્રત્યક્ષીકરણનું વાસ્તવિક લેખિત સ્વરૂપ.
, પાઠ આયોજન એટલે....
કોને, ક્યારે, કયાં, કેટલા સમયમાં, શું શીખવવાનું છે ?
શા માટે, શી રીતે, કયાં સાધનો, કઈ પદ્ધતિઓ કે પ્રવૃત્તિઓ, અભિગમોથી શીખવવાનું છે ?
કયા અને કેવા પ્રશ્નો દ્વારા, કયા ઉદ્દીપકો દ્વારા શીખવવાનું છે ?
ક્યા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની છે કે અપનાવવાની છે ?
કયા પ્રકારની મૂલ્યાંકન સ્વાધ્યાય પ્રવિધિ ઉપયોગમાં લેવાની છે ?
ચોકબોર્ડ નોંધનું સ્વરૂપ કેવું રાખવાનું છે ?
...... જેવા પ્રશ્નોનો રામબાણ ઉત્તર કે શિક્ષકે સૂઝપૂર્વકની તાર્કિક વિચારણા કરીને લેખિત સ્વરૂપ આપ્યું હોય.
પાઠ આયોજનની પૂર્વશરતો
વિષયનું જ્ઞાન, માહિતી, સ્વરૂપ અને વિષયવસ્તુ સંબંધી કૌશલ્યો પર પ્રભુત્વ હોવું જોઈએ. વિષયવસ્તુની સ્પષ્ટ સમજ માટેનાં ઉદાહરણો શિક્ષક પાસે હોવાં જોઈએ.
બાળકોની અધ્યયન ક્ષમતાઓ, વૈયક્તિક તફાવતો, માનસિક વિકાસ, વયકક્ષા અને અધ્યયનના સિદ્ધાંતોનું જ્ઞાન હોવું જોઈએ.
અધ્યાપનના સિદ્ધાંતો, પ્રવૃત્તિઓ કે પદ્ધતિઓનું જ્ઞાન અને ઉપયોગમાં કૌશલ અનિવાર્ય ગણાય.
શિક્ષણનાં ધ્યેયો, સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ અંગેની વિશદ્ સ્પષ્ટ સમજ અને તેઓ વચ્ચેના તફાવતની સમજ હોવી જોઈએ.
વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની સ્પષ્ટતા હોય તો જે જ્ઞાન આપવાનું છે, તેના આયોજનના આધારની વિચારણા થઈ શકે.
અધ્યાપનનાં સાધનો અને તેના ઉપયોગનું જ્ઞાન હોવું જોઈએ.
વિષયની સાથે સંકળાયેલા અનુબંધિત વિષયોનું જ્ઞાન હોવું જોઈએ.
ઉપરોક્ત પૂર્વ શરતોને આધારે અધ્યાપનકાર્યને વધુ રસપ્રદ બનાવનારી બાબતોના સમાવેશ સાથે પરિસ્થિતિ અનુસાર પરિવર્તન થઈ શકે તે રીતે આયોજન થાય તો શિક્ષકની કાર્યક્ષમતા વધશે.
પાઠ આયોજનનું મહત્ત્વ
પાઠ આયોજનથી શિક્ષક વર્ગમાં પ્રવેશ કરે તે પહેલા મુદ્દા વિશે જરૂરી જ્ઞાન, માહિતી, હકીકતો તેમજ પૂર્વ તૈયારી માટેની તક મળે છે.
અધ્યાપન માટેના ચોક્કસ સમય, મર્યાદા અને ઉદેશનો પણ ખ્યાલ આવે છે.
પાઠ આયોજનની શિક્ષક વર્ગમાં જાય છે ત્યારે વિષયવસ્તુ સંબંધો કયા - કયા શૈક્ષણિક સાધનો, સંદર્ભ ગ્રંથો, ઉદાહરણો, પદ્ધતિ તેમજ પ્રયુક્તિનો ઉપયોગ ક્યારે, કેવી રીતે કરવો તેનો પણ ખ્યાલ આવે છે.
પાઠ આયોજન એ રડારમંત્ર છે. વર્ગમાં વિદ્યાર્થીઓને કેવા પ્રશ્નો પૂછવા, નવા જ્ઞાન માટે પ્રેરિત કરવા, કેવા અનુભવો આપવા, પુનરાવર્તન, સ્વાધ્યાય, મૂલ્યાંકન વગેરે પાઠ આયોજનને પરિણામે સ્પષ્ટ થઈ જાય છે.
પાઠ આયોજનથી શિક્ષણનું સાતત્ય જળવાય છે.
પાઠ આયોજનનો શિક્ષકમાં આત્મ વિશ્વાસ અને ભાવિ આયોજન અંગેની શ્રદ્ધા જન્મે છે.
પાઠ આયોજનથી અનુબંધની શક્યતા વધે છે. પૂર્વ આયોજન વિના અનુબંધની શક્યતા ઓછી થઈ જાય છે.
પાઠ આયોજનથી શિક્ષકને રોજ નવા વિચારો, પ્રયોગ, અનુભવો તેમજ નવી નવી પરિસ્થિતિની ટેવને કારણે અભ્યાસ ટેવ વિકસે છે.
પાઠ આયોજનથી શિક્ષકના સમય, શક્તિ અને શ્રમ બચે છે.
આયોજનથી શિક્ષણ અવ્યવસ્થિત થતું અટકી જાય છે.
આયોજનથી અધ્યયન - અધ્યાપન સરળ, સમૃદ્ધ અને સફળ તેમજ અસરકારક બને છે.
આદર્શ પાઠ આયોજનની લાક્ષણિકતાઓ
[ 1 ] શિક્ષણના ઉદ્દેશ્ય પર આધારિત : પાઠ યોજના કોઈ ન કોઈ ઉદેશ્ય પર આધારિત હોવી જોઈએ . તેમજ યોજના બનાવતી વખતે ઉદેશ્યને સ્પષ્ટ રીતે પારિભાષિત કરવા જોઈએ . તેને પ્રાપ્ત કરવા માટે યોજનાનું નિર્માણ કરવામાં આવે છે .
[ 2 ] સહાયક સાધન - સામગ્રી : આદર્શ પાઠ યોજના તૈયાર કરવા માટે પાઠ સંબંધી ચાર્ટ , ગ્રાફ , ચિત્ર , રેખાચિત્ર વગેરે વિષયક સામગ્રીનો ઉચિત ઉપયોગ કરવો જોઈએ .
[ 3 ] વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન આધારિત : પાઠ આયોજન તૈયાર કરતી વખતે શિક્ષકે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણીને ધ્યાનમાં રાખીને આદર્શ પાઠ આયોજન બનાવવું જોઈએ .
[ 4 ] પાઠ યોજનાના સોપાનોનું વિભાજન : સંપૂર્ણ પાઠ આયોજન વિભિન્ન ચરણોમાં વિભક્ત થયેલ હોવી જોઈએ . આદર્શ પાઠ યોજનાના મુખ્ય ત્રણ ચરણ જ્ઞાન , કૌશલ્ય અને રસાનુભૂતિ પાઠ , આ ત્રણેય પ્રકારના પાઠ ઉચિત સોપાનમાં વિભક્ત કરેલ હોવા જોઈએ , જેથી વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને ગ્રહણ કરી શકે .
[ 5 ] સરળ ભાષા : આદર્શ પાઠ યોજનાની ભાષા સરળ હોવી જોઈએ , જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે અને ત્વરિત ગ્રહણ કરી શકે ભાષાની પસંદગી વખતે વિદ્યાર્થીઓના માનસિક વિકાસ સ્તરનું પણ ધ્યાન , રાખવું જોઈએ .
[ 6 ] સમન્વય : પાઠ યોજનામાં યથા સંભવ સમન્વય સ્થાપિત કરવાનો નિર્દેશ હોવો જોઈએ . આવું કરવાથી વિદ્યાર્થી પાઠયવસ્તુને સરળતાથી તથા શીઘ્રતાથી ગ્રહણ કરી શકશે .
[ 7 ] શ્યામફ્લકનો ઉપયોગ : પાઠ યોજનામાં શ્યામફલકનો વધુ પડતો ઉપયોગ થવો જોઈએ . પાઠ યોજના સંબંધિત જેટલાં સોપાનોનો ઉલ્લેખ થયો હોય તેને શ્યામફલક પર અંકિત કરવું જોઈએ .
[ 8 ] સમયનો ખ્યાલ : શિક્ષક પાઠ આયોજન કરતી વખતે સમયનો પણ ખ્યાલ રાખવો જોઈએ . 40 થી 45 મિનિટના તાસમાં એ રીતે સમયનો ખ્યાલ રાખવો કે જેથી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વિષયવસ્તુ સંબંધી આંતરક્રિયા થઈ શકે .
[ 9 ] ગૃહકાર્ય : આદર્શ પાઠ યોજનમાં ગૃહકાર્યની વ્યવસ્થા હોવી જોઈએ . ગૃહકાર્ય દેવાથી વર્ગમાં ભણાવેલ વિષયવસ્તુનું દઢીકરણ કરી શકે તેમ જ પુનરાવર્તન પણ થઈ શકે .
[ 10 ] સ્મૃતિથી ચિંતનાત્મક સ્તર પ્રમાણે સંકેત : આદર્શ પાઠ યોજનામાં વિકાસાત્મક અને વિચારાત્મક પ્રશ્નોનો વધુ પડતો ઉપયોગ થવો જોઈએ .
[ 11 ] ઉદાહરણોનો ઉપયોગ : પાઠ યોજના બનાવતી વખતે ઉદાહરણોનો સ્પષ્ટ નિર્દેશ થયેલ હોવો જોઈએ . ઉદાહરણ વિદ્યાર્થીઓના જીવન સાથે તેમ જ વિષયવસ્તુ સાથે સંબંધિત હોવાં જોઈએ .
[ 12 ] પાઠ યોજનાનું મૂલ્યાંકન : પાઠ યોજનામાં મૂલ્યાંકન વિધિ પણ સ્પષ્ટ હોવી જોઈએ , જેથી કરીને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓએ કેટલું જ્ઞાન આત્મસાતું કરેલ છે .