જિલ્લાફેર એકતરફી ઓફલાઈન બદલી :બદલી માં અગ્રતા /badli agrataJilla Fer Badli form / Jilla Fer Badli Camp/ Jilla Fer Badli Seniority list/ Jilla Fer Badli Paripatra all Districts Jilla fer khali jagyao nu list
જિલ્લાફેર એકતરફી ઓફલાઈન બદલી :
બદલી ના નિયમો 1.4.2022 માં જિલ્લા ફેર ઓફલાઈન બદલી પ્રકરણ L માં છે
👉1.4.2022 ના નવા બદલી ના નિયમો ડાઉનલોડ કરો
- (૧) જિલ્લાફેર એકતરફી ઓફલાઇન બદલી માટે હાલ જે જિલ્લામા વિભાગ/વિષય મુજબના પ્રતિક્ષા યાદીના ૨જીસ્ટ૨ નિભાવેલ છે તે જીલ્લાના કિસ્સામા આ ઠરાવ થયાની તારીખ પછી જે તે વિભાગ/વિષયની પ્રતિક્ષા યાદીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફે૨ અરસપરસ સિવાયની કોઇ પણ પ્રકા૨ની જિલ્લાફે૨ બદલી માટેની જે તે વિભાગ/વિષયની અ૨જીઓ સ્વીકા૨વાની ૨હેશે નહી. જે જિલ્લામાં જે તે વિભાગ/વિષયમાં જિલ્લાફે૨ એકતરફી ઓફલાઈન બદલી માટેની અગ્રતા/સામાન્ય શ્રેયાનતા યાદી પૂર્ણ થયા પછીના બીજા જ વર્ષથી જિલ્લાફે૨ એકતરફી ઓનલાઈન બદલીઓ કરવાની રહેશે.
ALSO READ. LTC ALL માહિતી
- (૨) નિયામકશ્રી પ્રાથમક શિક્ષણ નક્કી કરે તે માસની પહેલી તારીખે જીલ્લામાં ખાલી પડનાર તમામ જગ્યાઓ વિભાગ/વિષય મુજબ જિલ્લાફે૨ બદલીથી ભરી શકાશે. જિલ્લાફેર બદલીથી ભરવાપાત્ર જગ્યાઓના ૬૦ ટકા જગ્યાઓ આ ઠરાવના અગ્રતા પ્રક૨ણ-(E) (અ) ની જોગવાઈ મુજબ ભરી શકાશે અને બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ઘો૨ણે જિલ્લાફે૨ બદલીથી ભરવાની રહેશે. અગ્રતાના કિસ્સામાં ઉમેદવારો ન મળવાના કારણે જે તે વર્ષે બાકી જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે.
- (3) સદ૨ ઠરાવ અમલમાં આવ્યેથી જિલ્લાફેર બદલી અંગેની જે તે જિલ્લામાં જિલ્લા ફેરબદલી ૨જીસ્ટ૨માં નોંધાયેલ અરજીઓ પૈકી બાકી અ૨જીઓને નીચે મુજબન' વિભાગ/વિષયમાં પ્રક૨ણ-(E) ના (અ) મુજબની અગ્રતા અને સામાન્ય શ્રેયાન મુજબ વહેંચવાની રહેશે અને તે મુજબ ૮ પ્રકા૨ના શ્રેયાનતા નિભાવવાના રહેશે.
👉8 પ્રકાર ના શ્રેયાનતા રજીસ્ટર
- પ્રાર્થોમક વિભાગ (૧થીપ) માટે વિદ્યાસહાયક/શિક્ષકની મૂળ જિલ્લાની નોકરીની દાખલ તારીખના આધારે તથા ઉચ્ચ પ્રાથમક વિભાગ(૬થી૮) માટે વિદ્યાસહાયક/ શિક્ષકની ઉચ્ચ પ્રાથમિકમાં સમાવ્યાની દાખલ તારીખના આધારે જે તે જિલ્લા પ્રાર્થોમક શિક્ષણાધિકારીએ ઉ૫૨ની વિગત મળેલી અરજીઓ વિભાગ-વિષયવા૨ શ્રેયાનતા મુજબ જિલ્લા ફે૨બદલી રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
- એટલે કે ધો૨ણ-૧ થી ૫ માટે વિદ્યાસહાયક/શિક્ષકની મૂળ જિલ્લાની દાખલ તારીખના આધારે અને ધોરણ-૬ થી ૮ માટેનાં વિદ્યાસહાયક/શિક્ષકની ધોરણ-૬ થી ૮ માં ભ૨તીથી નિમણૂંક પામેલ હોય કે ધો૨ણ-૬ થી ૮ નો વિકલ્પ લઇ ધોરણ-૬ થી ૮ માં દાખલ થયા તારીખથી નોકરીની કુલ લંબાઈ અનુસા૨ અલગ-અલગ સીનિયોરીટી યાદી તૈયા૨ કરીને વિદ્યાસહાયક/શિક્ષકની બદલી ક૨વાની રહેશે.
- અગ્રતાનો લાભ આપવાના કિસ્સામાં જે વર્ષમાં અગ્રતા માટે અરજી કરે ત્યા૨થી જ અગ્રતાની યાદીમાં સમાવેશ કરવાનો રહેશે. એટલે કે અગાઉ અરજી કરેલ હોય અને
- ત્યા૨૫છીના વર્ષમાં અગ્રતાનો લાભ માટે અરજી કરે તો જે વર્ષે અગ્રતાના લાભ માટે અરજી આપેલ હોય તે વર્ષથી અગ્રતાની યાદીમાં સમાવેશ ક૨વાનો રહેશે.
- (૬) વિદ્યાસહાયક/શિક્ષક સામે ખાતાકીય તપાસ ચાલુ, સૂચિત કે પડત૨ હશે તથા પોલીસ કેસ કે ફોજદારી અદાલતી કાર્યવાહી ચાલતી હોય તથા સરકારી લેણું બાકી હોય તેઓની કોઈ પણ પ્રકા૨ની જિલ્લાફેર બદલીની માંગણી ગ્રાહ્ય રાખી શકાશે નહી. પરંતુ જીલ્લામાં આંતરિક બદલી થઈ શકશે અને તેની વિગતો આંર્તારક બદલી જે તાલુકામાં થાય તે સબંધિત તાલુકા પ્રામિક શિક્ષણાધિકારીને મોકલવાની રહેશે.
- (૭) જિલ્લાફેર બદલી અન્વયે વિદ્યાસહાયક/શિક્ષકને છૂટા કરતાં પહેલા તેમની પાસેથી મકાન બાંધકામ પેશગી સિવાય અન્ય સરકારી લેણાંની વસૂલાત કરી લેવાની રહેશે. મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાતની વિગતો વિદ્યાસહાયક/શિક્ષકના એલ.પી.સી.માં દર્શાવવાની રહેશે તથા મકાન બાંધકામ પેશગીની મૂળ ફાઈલ બદલીવાળા જિલ્લાને મોકલી આપવાની રહેશે.
- (૮) જિલ્લાફેર બદલીની કાર્યવાહી જાહેર કેમ્પ દ્વારા કરવાની રહેશે. જે માસમાં કેમ્પ જાહેર થાય તે માસની પહેલી તારીખે જે જગ્યા ખાલી હોય તે જગ્યાઓ કેમ્પમાં વિભાગ/વિષય મુજબ નોટીસ બોર્ડ ઉ૫૨ દર્શાવવાની રહેશે. કેમ્પમાં શાળા પસંદગી ન ક૨ના૨ તથા કેમ્પમાં ગેરહાજ૨ ૨હેના૨ ઉચ્ચ પ્રાથમિક/પ્રાથમિક શિક્ષકનો સિનિયોરીટી ક્રમ કાયમી ૨દ ગણી, ત્યા૨ પછીના અગ્રતા/શ્રેયાનતા વાળા ઉચ્ચ પ્રામિક/પ્રામિક શિક્ષકની બદલી કરવાની રહેશે. આ સ્થિતિમાં ઉપલબ્ધ ખાલી જગ્યાના બે ગણાં શિક્ષકોને સિનીયોરીટી યાદીમાંથી બોલાવવાના રહેશે. તેમ છતાં પણ જગ્યા ખાલી રહે તો બીજો રાઉન્ડ કરી સિનીયોરીટી યાદીમાં ઉપલબ્ધ શિક્ષકોને જ જિલ્લાહે૨ની તમામ જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી બોલાવી શકાશે.
👇✊👇👇👇👇👇
(૯) જિલ્લાફેર બદલીમાં પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે તે વર્ષની શ્રેયાનતા યાદી પૂરી થયા બાદ જ પછીના વર્ષની શ્રેયાનતા યાદીમાંથી જિલ્લાફેરની નિમણૂંક આપવાની રહેશે. બદલી માટે અગ્રતા તથા સામાન્ય એમ બન્ને પ્રકારની શ્રેયાનતા યાદી અલગ અલગ બનાવવાની હોવાથી અગ્રતા ક્રમવાળી જે તે વર્ષની યાદી પુરી થઇ જાય અને છતાય તે વિભાગ/વિષય માટે બદલીથી ભ૨વાની જગ્યાઓ ઉપલબ્ધ હોય તો તે પછીના બીજા વર્ષની અગ્રતાની યાદીમાંથી પણ તે જગ્યાઓ ભરી શકાશે.
(૧૦) ઉપરોક્ત તમામ ખાલી જગ્યાઓ ભરાઈ ગયા બાદ બાકી રહેલા વધારાનાં ઉમેદવા૨ પરત જશે. પરંતુ તેઓનો હકક આગામી કેમ્પ માટે ચાલુ રહેશે.