બદલી માં અગ્રતા /badli agrataબદલી માં અગ્રતા /badli agrataJilla Fer Badli form / Jilla Fer Badli Camp/ Jilla Fer Badli Seniority list/ Jilla Fer Badli Paripatra all Districts Jilla fer khali jagyao nu list
(અ) જિલ્લા આંતરિક / જિલ્લાફેર બદલીમાં અગ્રતા સંદર્ભે નીચે મુજબની ક્રમશ: અગ્રતા આપવાની રહેશે.
(૧) વિધવા/વિધુર
(૨) દિવ્યાંગ
(૩) પ્રાથમિક શિક્ષક દંપતિ
(૪) સરકારી નોકરી કરતા દંપતિ
(૫) શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતાં કર્મચારીના વિદ્યાસહાયક/ પ્રામિક શિક્ષક/મુખ્ય શિક્ષક પતિ/પત્ની.
(૬) વાલ્મિકી
ALSO READ:
👉મોંઘવારી કોઠા અને નાણાં વિભાગ ના તમામ પત્રો નું સંકલન
ALSO READ:વર્ધિત પેંશન નોટિફેકશન,તેના ફોર્મ ,પરિશિષ્ટ અને વર્ધિત પેંશન ની તમામ બાબતો NEW DEFINED CONTRIBUTION PENSION SCHEME
(બ) અગ્રતાનો લાભ સમગ્ર નોકરી દ૨મ્યાન જિલ્લામાં આંતરિક માંગણી બદલી અને જિલ્લા ફે૨ માંગણી બદલીમાં એક વા૨ જ મેળવી શકાશે અને, (ક) જિલ્લામાં આંતરિક માંગણી બદલી અને જિલ્લા ફેર માંગણી બદલીમાં ઉ૫૨ જણાવેલ ક્રમ નં. ૧ થી ૬ મુજબની અગ્રતા કેટેગરીમાંથી કોઇ પણ એક જ કેટેગરીનો લાભ સમગ્ર. નોકરી દરમિયાન એકજ વારઃ મળી શકશે
👉વિધવા/વિધુર :-
બદલી કરવાના સમયે વિધવા/વિધુ૨ હોય તેવા વિધાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકને અગ્રતા મેળવવા માટેના કિસ્સામાં નોકરીમાં લાગ્યા પહેલા કે નોકરીમાં લાગ્યા પછી વિધવા/વિધુ૨ થયેલ કર્મચારીનો સમાવેશ થશે. જેએએ વિધવા/વિધુર હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ તથા પતિ/પત્નીના મ૨ણનો દાખલો અને પુન: લગ્ન કરેલ નથી તે મતલબનું નિયત ૨કમના સ્ટેમ્પ પેપ૨ ઉ૫૨ અધિકૃત સોગંદનામું રજૂ કરવાનું રહેશે, તેના આધારે અગ્રતા આપવામા આવશે. અગ્રતાનો લાભ મેળવ્યા અંગેની નોંધ મજકુરની સેવાપોથીમાં કરવાની રહેશે. પુરાવાના અભાવે આ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહી.
: 👍 બદલી માટે બધાજ ફોર્મ
👉દિવ્યાંગ :
દિવ્યાંગતાની અગ્રતા મેળવવા માટે વિદ્યાસહાયક/શિક્ષક/મુર્ખાશક્ષક એ બદલીના સમયે દિવ્યાંગતાની ટકાવા૨ી દર્શાવતું સિવીલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને ૪૦% કરતાં ઓછી દિવ્યાંગતા ધ૨ાવના૨ વિધાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકને આ અગ્રતાનો લાભ મળશે નહી તેમજ આ બાબતે અગાઉ અન્ય કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું નિયત રકમના સ્ટેમ્પ પેપ૨ ઉ૫૨ અધિકૃત સોગંદનામુ ૨જૂ કરવાનું રહેશે. અગ્રતાનો લાભ મેળવ્યા અંગેની નોંધ મજકુ૨ની સેવાપોથીમાં ક૨વાની ૨હેશે. અભાવે આ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહ
👉પ્રાથમિક શિક્ષક દંપતિ :-
પ્રાર્થામક શિક્ષક દંપતિની અગ્રતા મેળવવા માટે જિલ્લા/નગ૨ શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક /શિક્ષક/ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિ/પત્નીએ પોતાનું લગ્ન નોંધણી રજીસ્ટારશ્રીએ આપેલ લગ્ન પ્રમાણપત્ર તથા પતિ/પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તે શાળાના મુખ્યશિક્ષકશ્રીએ આપેલ આ સાથે પરિશિષ્ટમાં દર્શાવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ ક૨વાનું રહેશે. મુખ્ય શિક્ષકે આવું પ્રમાણપત્ર દિન-૫માં આપવાનું રહેશે. તેમજ આ બાબતે અગાઉ અન્ય કોઈપણ પ્રકા૨ની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું નિયત રકમના સ્ટેમ્પ પેપ૨ ઉ૫૨ અધિકૃત સોગંદનામુ ૨જૂ ક૨વાનુ રહેશે તથા શિક્ષક દંપતિનો લાભ પતિ કે પત્ની બંનેમાંથી એક ને જ મળવાપાત્ર થશે તથા દંપતિની અગ્રતાની લીધેલ લાભની નોંધ પતિ-પત્ની બન્નેની સેવાપોથીમાં ક૨વાની ૨હેશે. પુરાવાના અભાવે આ કેટેગ૨ી માટે અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહી.
👉સરકારી નોકરી કરતા દંપતિ :-
સરકારી નોકરી કરતાં દંપતિની અગ્રતા મેળવવા માટે ગુજ૨ાત સ૨કા૨ની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની સેવાઓમાં તથા ગુજરાત સ૨કા૨/કેન્દ્ર સ૨કા૨ સ્થાપિત તથા સંચાલિત બોર્ડ/કોર્પોરેશન/નિગમ/ કંપની/રાષ્ટ્રીયકૃત બેન્ક/જાહેર સાહસોની કચેરીઓમાં ફરજ બજાવતાં હોય અને જેમણે કેન્દ્ર સ૨કા૨ /૨ાજય સરકારની જે તે કચેરીમાં માન્ય ભ૨તી પદ્ધતિથી નિમાયેલ અને સળંગ ૩(ત્રણ) વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય અને તેમના પતિ/પત્ની જિલ્લા/નગ૨ શિક્ષણ ર્સામતિની પ્રાર્થોમક શાળાઓમાં વિદ્યાસહાયક/શિક્ષક/ મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા પતિ/પત્નીએ પોતાનું લગ્ન નોંધણી રજીસ્ટારશ્રીએ શ્આપેલ લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તથા બદલી માંગનારના પતિ/પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ આ સાથે પરિશિષ્ટમાં દર્શાવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ ક૨વાનું રહેશે તેમજ આ બાબતે અગાઉ અન્ય કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું નિયત રકમના સ્ટેમ્પ પેપર ઉપ૨ અધિકૃત સોગંદનામુ રજૂ ક૨વાનુ રહેશે તથા સ૨કા૨ી કર્મચારીની કચેરી ગુજરાત સ૨કા૨ની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સ૨કા૨ની છે કે રાજય/કેન્દ્ર સ૨કા૨ દ્વા૨ા સ્થાપિત અને સંચાલિત બોર્ડ/કોર્પોરેશન/નિગમ/કંપની/ રાષ્ટ્રીયકૃત બેન્ક/જાહેર સાહસોની કચેરી છે તેની સાબિતી માટે જે કાયદા/જાહે૨નામા/ઠરાવથી સદર બોર્ડ/કોર્પોરેશન/નિગમ/કંપની /૨ાષ્ટ્રીયકૃત બેન્ક/ જાહેર સાહસોની કચેરીની સ્થાપના/સંચાલન કરવામાં આવતું હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે. અગ્રતાનો લાભ મેળવ્યા અંગેની નોંધ મજકુ૨ની સેવાપોથીમાં ક૨વાની ૨હેશે. પુરાવાના અભાવે આ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહી.
(૫) શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતાં કર્મચારીના વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષક પતિ/પત્ની :
શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતાં કર્મચારીના વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષક પતિ/પત્નીને અગ્રતા મેળવવા માટે ગુજ૨ાત સ૨કા૨ કે કેન્દ્ર સ૨કા૨નું અનુદાન કે સહાયક અનુદાન મેળવતી પ્રામિક/માઘ્યમક/ઉચ્ચત૨ માર્ઘામક શાળાઓ, આશ્રમ શાળાઓ, અધ્યાપન મંદિરો, કોલેજો, યુનિવર્સીટીઓ કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં માન્ય ભ૨તી પદ્ધતિથી નિમાયેલ હોય અને જેમણે ૩ (ત્રણ) વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તેમજ તેમના પતિ/ પત્ની જિલ્લા/નગ૨ શિક્ષણ મિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા પતિ/પત્નીએ પોતાનું લગ્ન નોંધણી રજીસ્ટારશ્રીએ આપેલ લગ્ન પ્રમાણપત્ર ૨જૂ કરવાનું રહેશે. અ૨જદા૨ના પતિ/પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચે૨ીના વડાએ આપેલ આ સાથે પરિશિષ્ટમાં દર્શાવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે, તેમજ આ બાબતે અગાઉ અન્ય કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું નિયત રકમના સ્ટેમ્પ પેપ૨ ઉપ૨ અધિકૃત સોગંદનામુ ૨જૂ કરવાનુ રહેશે.
ઉ૫૨ મુજબની શૈક્ષણક સં૨થાઓ કે જે ગુજરાત સ૨કા૨ કે કેન્દ્ર સરકારનું અનુદાન કે સહાયક અનુદાન મેળવે છેતેની સાબિતી માટે જે કાયદાજાહે૨નામા/ઠરાવથી નકકી ક૨વામાં આવેલ હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે. અગ્રતાનો લાભ મેળવ્યા અંગેની નોંધ મજકુરની સેવાપોથીમાં કરવાની રહેશે. પુરાવાના અભાવે આ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. |
👉વાલ્મિકી :-
વાલ્મિકીની અગ્રતા મેળવવા માટે વાલ્મિકી વિદ્યાસહાયક/શિક્ષક/ મુખ્યશિક્ષક એ વાલ્મિકી હોવા બાબતનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના આધારે અગ્રતા આપવામા આવશે તેમજ આ બાબતે અગાઉ અન્ય કોઈપણ પ્રકા૨ની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું નિયત રકમના સ્ટેમ્પ ૫૫૨ ઉ૫૨ અધિકૃત સોગંદનામુ રજૂ ક૨વાનુ રહેશે. પુરાવાના અભાવે આ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. અગ્રતા નો લાભ મેળવ્યા અંગેની નોંધ મજકુરની સેવાપોથીમાં ક૨વાની ૨હેશે.
ALSO READ: