બદલી સામાન્ય સૂચનાઓ
- વિદ્યાસહાયક/શિક્ષકની થયેલ બદલી બાબતની નોંધ, તેમણે લીધેલ અગ્રતાના લાભની નોધ તથા વર્ષ દરમિયાન સેવાપોથીમાં કરવાની થતી તમામ નોંધ દરેક વિદ્યાસહાયક/શિક્ષકની સેવાપોથીમાં દર વર્ષની ૨૫ જૂન પહેલા નોધ કરવાની સબંધિત તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/પગારકેન્દ્ર શાળાના મુખ્યશિક્ષક/શાળાના મુખ્યશિક્ષકની જવાબદારી રહેશે.
- દર વર્ષની ૩૦ જૂનના અંતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાના તાલુકાના તમામ વિદ્યાસહાયકો/ શિક્ષકોની સેવાપોથીમાં કરવાની થતી તમામ નોંધો પૂર્ણ કરેલ છે અને એક પણ સેવાપોથીમાં કોઇ પણ પ્રકારની નોંધ બાકી નથી તે મતલબનું પ્રમાણપત્ર જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપવાનું રહેશે તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીએ પોતાના જિલ્લાનું પ્રમાણપત્ર સેટઅપ રજિસ્ટર સાથે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીને આપવાનું રહેશે. વર્ષ દરમિયાન સેવાપોથીમા કરવાની નોંધ સંયુક્ત જવાબદારી નક્કી કરવામાં આવી
જિલ્લા ની આંતરિક બદલી ની ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેના સરળ સ્ટેપ
સામાન્ય સૂચનાઓ:—
- 👉નિયામકશ્રી પ્રાર્થામક શિક્ષણ તરફથી સૂચના મળે ત્યારે જિલ્લામા આંતરિક બદલી, જિલ્લાફે૨ ઓનલાઈન/ઓફલાઈન એકતરફી બદલી અને જિલ્લા આંતરિક/જિલ્લાફેર અરસપરસ બદલી ક૨વાની ૨હેશે. જયારે વધ-ઘટની બદલી સામાન્ય સંજોગોમાં નિયામકશ્રીની સૂચના મળેથી ઓગષ્ટ માસમાં ક૨વાની રહેશે. જો જિલ્લામાં સુ૫૨ ન્યુમ૨ી અને વિભાગ/વિષયની સંખ્યાધિક વધના સંજોગો ઉભા થાય તો વધ ૫૨તની પ્રક૨ણ-H (બ) જણાવ્યા મુજબ કાર્યવાહી ક૨વાની રહેશે.
- 👉વધ-ઘટ બદલી કેમ્પ અને વધ પ૨ત બદલી કેમ્પ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને નાયબ જિલ્લા પ્રાર્થામક શિક્ષણાધિકારી તથા સબંધત તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મિતિ રહેશે. ૫૦% સભ્યોની હાજરીથી કો૨મ થયેલ ગણાશે તથા વધ બદલી બાબતના કોઇ પણ વિવાદ થાય, વિધાસહાયક/શિક્ષક/મુશિક્ષક ગેરહાજ૨ ૨હે કે સ્થળ પસંદ ન કરે તો તેને ગે૨હાજ૨ ગણી ઉપલબ્ધ વિભાગ/વિષય મુજબની ખાલી જગ્યા પર મિત યોગ્ય ચકાસણી કરી નકકી કરે તે મુજબ હુકમ ક૨વામાં આવશે અને તે હુકમ આખરી ગણાશે.
- 👉 કોઇ પણ વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષકને જિલ્લાફેની કોઈ પણ પ્રકારની માંગણી બદલીઓમાંથી બદલી માટેની તક પોતાની નોકરીના કાર્યકાળ દ૨મ્યાન એક જ વખત મળવાપાત્ર થશે. એટલે કે વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષક સમગ્ર નોકરી દરમ્યાન માત્ર એક જ વખત જીલ્લા/નગર શિક્ષણ સમિતિ બદલી શકશે. આ ઠરાવની તારીખ પહેલા જિલ્લાફે૨ની કોઈ પણ પ્રકારની માંગણી બદલીઓમાથી કોઈ એક બદલીનો લાભ મેળવેલ હશે તેઓને એક તક મળી ગયેલ ગણાશે અને તેઓ કોઇપણ પ્રકા૨ની જિલ્લાફે૨ બદલી માટે અ૨જી કરી શકશે નહી. પરંતુ તેના કા૨ણે આ પ્રક૨ણની (૨૯) ની જોગવાઈને બાદ આવશે નહીં.
- 👉 વંચાણે લીધેલ ક્રમ-૮ અને ક્રમ-૧૫ ના ઠરાવની જોગવાઈ મુજબ દસ વર્ષ એક જ તાલુકામાં નોકરી ક૨વાની શરતે જે વિદ્યાસહાયકોને નિમણૂંક આપવામાં આવેલ છે જેમાં સુધારો કરી આવા વિદ્યાસહાયકો કપાત પગારી રજાઓ બાદ કર્યા પછી ૫(પાંચ) વર્ષની નોકરી પૂર્ણ કરે તેઓ જિલ્લા ફેરબદલી અને જિલ્લા ફેર અરસપરસ બદલી માટે અ૨જી કરી શકશે.
- 👉વિધાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકને સમગ્ર નોકરી દરમ્યાન (જિલ્લા વિભાજન સિવાય) એક વખત આંતરિક અરસ-૫૨સ માંગણી બદલીનો અને એક વખત જિલ્લાફે૨ અરસ-પ૨સ માંગણી બદલીનો લાભ મળવાપાત્ર થશે. પરંતુ અન્ય કોઈ પણ પ્રકારની બદલીથી જો જિલ્લા/નગર શિક્ષણ સમિતિ બદલવા જીલ્લાફેર બદલીનો લાભ લીધેલ હશે તો જિલ્લાફેર અરસ-પરસ માંગણી બદલીનો લાભ મળવાપાત્ર થશે નહી. આ ઠરાવની તા૨ીખ પહેલા કોઈ પણ પ્રકા૨નો લાભ મેળવેલ હશે તેઓને ફરી લાભ મળવાપાત્ર થશે નહી. મુખ્યશિક્ષકના કિસ્સામાં જો શિક્ષક તરીકે તેમણે અગાઉ લાભ મેળવેલ હશે તો પણ મુશિક્ષક તરીકેનો લાભ મળવાપાત્ર રહેશે.
👍
વિદ્યાર્થી
ને શીખવાડી શકાય તેવી પ્રવુતિ
👉 વિધવા/વિધુર, દિવ્યાંગ, તમામ પ્રકારના દંપતિ કેન્સ, વાલ્મિકી અગ્રતાનો લાભ સમગ્ર નોકરી દરમ્યાન એક વા૨ આંતરિક બદલીમાં અને એક વા૨ જિલ્લાફે૨ બદલીમા મળવાપાત્ર થશે. ખાસ કિસ્સાની તબીબી કા૨ણોસ૨, રાષ્ટ્રીય/૨ાજય સુરક્ષા ધારા હેઠળ કે બિનબદલી પાત્રના કિસ્સાના લાભ સમગ્ર નોક૨ી દ૨મ્યાન એક જ વખત મળવાપાત્ર રહેશે. આ ઠરાવની તારીખ પહેલા જેઓએ આનો લાભ લીધો હશે, તેઓને આ લાભ મળવાપાત્ર રહેશે નહી. ભરતી દ૨મ્યાન સ્થળ પસંદગીમાં અગ્રતાનો લાભ લીધેલ હોય તો બદલીમા અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. પરંતુ જિલ્લા વિભાજનની પરિસ્થિતિમાં ઉપરોકત અગ્રતાનો લાભ લીધો હોવા છતાં એક વા૨ આપી શકાશે.
- 👉વિધાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકની થયેલ બદલી બાબતની નોંધ, તેમણે લીધેલ અગ્રતાના લાભની નોધ તથા વર્ષ દ૨મ્યાન સેવાપોથીમાં કરવાની થતી તમામ નોંધ વિદ્યાસહાયક/શિક્ષક/મુશિક્ષકની સેવાપોથીમાં દર વર્ષે ૨૫ જૂન પહેલા સબંધિત તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/પગા૨કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષક શાળાના મુખ્યશિક્ષક ની જવાબદારી રહેશે.
👉દ૨ વર્ષની 30 જૂનના અંતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાના તાલુકાના તમામ વિદ્યાસહાયક/શિક્ષક/મુ‚શક્ષકની સેવાપોથીમાં ક૨વાની થતી તમામ નોંધ પૂર્ણ કરેલ છે અને એક પણ સેવાપોથીમાં કોઇ પણ પ્રકારની નોંધ બાકી નથી તે મતલબનું પ્રમાણપત્ર જે તે જિલ્લાના જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારીને આપવાનું રહેશે તથા જિલ્લા પ્રાથમક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીએ પોતાના જિલ્લાનું પ્રમાણપત્ર સેટ અપ ૨જીસ્ટર સાથે પ્રાથમક શિક્ષણ નિયામકશ્રીને આપવાનું રહેશે.
VISHESH SUCHNAO
👉 આ ઠરાવની તારીખ પહેલાં અગાઉ જિલ્લા/તાલુકા વિભાજન હેઠળ આપેલ વિકલ્પ અન્વયે બનાવવામાં આવેલ વિકલ્પ યથાવત રાખવાના રહેશે તથા જિલ્લાફેર બદલી અંગે આ ઠરાવના પ્રક૨ણ-(L) માં ક્રમ નં.૪ અને ૫ માં જણાવેલ સૂચના મુજબનું જે તે વિભાગ/વિષયવા૨નું ૨જીસ્ટ૨ અપડેટ કર્યા બાદ યથાવત રાખવાના રહેશે. તેમાં નવી કોઈ અરજી દાખલ કરવાની રહેશે નહિ, પરંતુ હાલના ૨જીસ્ટરમાં રહેલ અરજીઓ પૈકીની અરજીઓને અગ્રતા કે ધો.૬ થી ૮ નો વિકલ્પનો આધા૨ ૨જૂ કર્યેથી જે તે વિભાગ/કેટેગરીમાં તબદીલ કરી શકાશે. ઉપરાંત વિધવા/વિધુર દંપતિ, દિવ્યાંગની અગ્રતાનો લાભ મળી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હોય તો તે અંગેના સદર ઠરાવમાં દર્શાવેલ આધા૨ ૨જૂ કર્યેથી જે તે કેટેગરીમાં અ૨જી તબદીલ થઈ શકશે. આ સિવાય અન્ય કોઇ પણ પ્રકારનો ફે૨ફા૨ હાલના રજીસ્ટ૨માં કરી શકાશે નહી.
👉તમામ પ્રકા૨ની બદલીના સમર્થનમાં વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષકે ૨જૂ કરેલ અગ્રતાના આધા૨-પુરાવા સહિત તમામ પુરાવાઓની ખરાઇ કરવાની જવાબદારી જે તે શાળાના/પગા૨કેન્દ્રના આચાર્યની તથા સબંધિત તાલુકાના તાલુકા શિક્ષણાધિકારીની રહેશે. પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાને જે પુરાવા શંકાસ્પદ લાગતા હોય અથવા તે પુ૨ાવાને માન્ય ગણવા અંગે પોતે ૨૫ષ્ટ ન હોય તેવા સંજોગોમાં સ્પષ્ટ કારણો સહિતની અરજી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલવાની રહેશે. પરંતુ આવી કોઇ પણ અ૨જી રદ બાતલ ગણવાની સત્તા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નહી.
👉 (અ) આંતરિક માંગણી બદલી/આંતરિક અરસપરન્સ માંગણી બદલી અને ધોરણ-૬ થી ૮ ની વિકલ્પ માંગણી બદલીની અરજી કરતી વખતે વિદ્યાસહાયક/શિક્ષક/ મુખ્યશિક્ષકે તેઓની મૂળ શાળામાં ઓછામાં ઓછી ૩(ત્રણ) વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોવી જોઇશે.
(બ) જિલ્લા ફેર માંગણી બદલી/જિલ્લાફેર અરસપરસ માંગણી બદલીની અરજી કરતી વખતે શિક્ષક/મુખ્યશિક્ષકે તેઓના મૂળ જિલ્લામાં ઓછામાં ઓછી ૫(પાંચ) વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોવી જોઈશે.
(ક) ૩(ત્રણ)/૫(પાંચ) વર્ષની ગણતરી કરતાં જો વિદ્યાસહાયક/શિક્ષક/ મુ‚શક્ષકે તે સમયગાળા દરમ્યાન કપાત પગા૨ી ૨જા ભોગવેલ હોય તો તેવી ૨જાઓનો સમયગાળો બાદ કરીને ચોખ્ખી ૩(ત્રણ) / ૫ (પાંચ) વર્ષની નોકરી પૂર્ણ થાય તો જ અ૨જી કરી શકાશે.
👉 તમામ પ્રકા૨ની બદલીની પ્રક્રિયા સંદર્ભે કે બદલીની પ્રક્રિયાના કોઇ👉પણ પગલે વિધાસહાયક/શિક્ષક/મુર્ખાશક્ષકો એસ.એમ.એસ. કે ઇ-મેઇલ જેવા ઇલેકટ્રોનિક માઘ્યમથી પહોંચાડવામાં આવેલ કોઇ પણ પ્રકારની સૂચના, માહિતી, સંદેશ, હુકમ એ માન્ય પધ્ધતિથી ક૨વામાં આવેલ પત્રવ્યવહા૨ ગણવામાં આવશે.
👉 વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકના પક્ષે ઇન્ટ૨નેટની ક્ષતિ અથવા કોઇ ટેકનીકલ કા૨ણોસ૨ મોકલેલ સંદેશો મોડો પહોંચવા અંગેની રજુઆત ક૨ી તેઓના કેન્સ સમયમર્યાદા પુન: વિચારણા લેવાની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. તેમ છતાં કેસના ગુણદોષને આધારે સક્ષમ સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવશે.
👉કેટલાક કિસ્સાઓમાં રાજયની પ્રાથમિક શાળાઓમાં કોઇ પણ કા૨ણો૨૨ શાળા શુન્ય શિક્ષકની થાય ત્યારે તથા તમામ વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશક્ષકની સામુહિક વહીવટી બદલી ક૨વાની થાય તેવા સંજોગોમાં અથવા જે તે શાળામાં કામ કરતાં શિક્ષકોના ૫૦% કે તેથી વધુ વિદ્યાસહાયક/શિક્ષકોની બદલી ક૨વામાં આવે તેવા સંજોગોમાં તે શાળાના બાળકોના શૈર્માણક કાર્યને વિપરીત અસ૨ ન પડે તે ઘ્યાને લઇ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સૌ પ્રથમ જે તે વિભાગ/વિષયના વિદ્યાસહાયક/શિક્ષક વધ હોય એ શાળાની પગા૨કેન્દ્રની કે તાલુકાની અન્ય શાળામાં તે જ વિભાગ/વિષયના વધ હોય તેવા શિક્ષકોને છલ્લા પ્રામક શિક્ષણાધિકારીની લેખિતમાં પૂર્વ મંજુરી લઇ કામગીરીથી બદલવાના રહેશે તથા જયારે પણ વધ-ઘટ કેમ્પ યોજાય ત્યારે આવા વિદ્યાસહારાક/શિક્ષકોને વધ કેમ્પમાં બોલાવવાના રહેશે. જો વધ ના હોય તો શકય હોય ત્યાં સુધી આવી શાળા જે પગારકેન્દ્રમાં આવેલ હોય તે જ પગારકેન્દ્રની શાળાઓમાંથી કે તે જ તાલુકામાંની શાળાઓમાંથી પ્રત્યેક શાળા દીઠ વધુમાં વધુ એક શિક્ષકને આવી શાળામાં કામગીરી ફે૨ફા૨થી હુકમ કરવાનો રહેશે. પરંતુ આ રીતનો કામગી૨ી ફે૨ફા૨ તાલુકા પ્રાર્થામક શિક્ષણાધિકારી પોતે જીલ્લા પ્રાથમક શિક્ષણાધિકારીની લેખિતમાં પૂર્વ મંજુરી લઈ કરી શકશે, ત્યારબાદ આ સમય દરમ્યાન સદર જગ્યાઓ પ્રવાસી શિક્ષકથી ભ૨વાની કાર્યવાહી ક૨વાની ૨હેશે. પરંતુ આગામી કેમ્પમાં જે શાળામાંથી વહીવટી બદલી કરેલ હોય તે શાળાની ખાલી જગ્યાઓ અચુક દર્શાવવાની રહેશે. આવી જગ્યાઓ ૫૨ પ્રવાસી શિક્ષક/ભરતી/ બદલી કેમ્પમાં જેટલા શિક્ષકો સદર શાળાની જગ્યા ૫૨ હાજ૨ થાય તેટલા પ્રમાણમાં કામગી૨ી ફે૨ફા૨થી મુકેલા શિક્ષકોને પોતાની મૂળ શાળામાં પ૨ત ક૨વાના રહેશે. કામગી૨ી ફે૨ફા૨થી શિક્ષકો મુકતી વખતે ધો૨ણ-૧ થી ૫ માટે ધો૨ણ-૧ થી ૫ ની લાયકાત ધરાવતાં શિક્ષકો તથા ધો૨ણ-૬ થી ૮ ની સામે ધોરણ-૬ થી ૮ ની લાયકાત ધરાવતાં વિષય શિક્ષકોને જ મુકવાના રહેશે. નગ૨ શિક્ષણ સમિતિના કિસ્સામાં શાસનાધિકારીને આ સત્તા રહેશે.
ALSO READ:👉🏻 રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના૧૯૮૧ અન્વયે તા.૦૧/૦૭/૨૦૨૨ તા.૩૦/૦૯/૨૦૨૨ ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત.
👉🏻 ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ના નિયમ-૬૯ (માતૃત્વ રજા) માં સુધારા બાબત પ્રસુતિ રજા બાબત સુધારો ઠરાવ
(૧૪) કોઇ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેના૨ વિદ્યાસહાયક/ શિક્ષક/મુખ્યશિક્ષક પુખ્ત ઉમ૨ અને પુરતી સમજણ ધ૨ાવતાં હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય થવાની સંભાવના હોઇ એક વા૨ ઓનલાઇન/ઓફલાઈન માંગણીથી પસંદ કરેલ જિલ્લો/શાળાનો હુકમ કોઇ પણ સંજોગોમાં ૨૬ થઇ શકશે નહી તથા ઉચ્ચ પ્રાથ મિક (ધો૨ણ-૬ થી ૮) ના વિકલ્પનો હુકમ તથા હુકમથી પસંદ કરેલ શાળા પણ રદ થઈ શકશે નહી.
- 👉કોઇ પણ પ્રકા૨ની બદલી માટે વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક દ્વા૨ા કોઇ પણ જાતના બનાવટી આધા૨-પુ૨ાવા કે કોઇ પણ પ્રકારની બનાવટી/ખોટી માહિતી આપવામાં આવશે કે બનાવટી ઓર્ડર બનાવવામાં આવશે અને તે બાબત સાબિત થશે તો તેવા વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક વિરૂધ્ધ કાયદાકીય રાહે પોલીસ ફ૨ીયાદ ક૨વાની રહેશે અને પંચાયત સેવા શિ૨ત અપીલ નિયમો અનુસા૨ ખાતાકીય તપાસ કરવાની રહેશે તેમજ આવા વિદ્યાસહાયક/ શિક્ષક/મુખ્યશિક્ષક આગામી ૧૦(દશ) વર્ષ સુધી જિલ્લા આંતરિક કે જિલ્લાહે૨ના કેમ્પમાં ભાગ લઇ શકશે નહી. જેની નોંધ મજકુ૨ કર્મચારીની સેવાપોથીમાં કરવાની રહેશે.
- 👉 આંતરિક અને જિલ્લાફેર બદલીમાં બદલી માંગણી માટે બિનપગા૨ી ૨જાનું પ્રમાણપત્ર સબંધિત શાળાના મુશિક્ષક/પગારકે શાળાના મુખ્યશિક્ષક/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની સંયુકત સહીવાળું ૨જૂ ક૨વાનું રહેશે.
- 👉 બી.આર.સી/સી.આર.સી/યુ.આર.સી. કે અન્ય રીતે પ્રતિનિયુક્તીથી અન્ય જગ્યાએ ફ૨જ બજાવના૨ વિદ્યાસહાયક/શિક્ષક તમામ પ્રકા૨ની માંગણીની બદલીઓમાં ભાગ લઈ શકશે પરંતુ તેમના હુકમ થયેથી છૂટા થતી વખતે સૌપ્રથમ તેમની પ્રતિનિયુક્તી રદ કરાવવાની રહેશે તથા મૂળ શાળામાં પરત હાજ૨ થઇને ત્યા૨બાદ છૂટા થવાનું રહેશે.
👉જયારે કોઈ સંજોગોમાં શાળા બંધ ક૨વામાં આવે ત્યારે આ ઠરાવમાં શાળા મર્જ થતા ક૨વાની થતી બદલીઓ માટે ક૨વામાં આવેલ જોગવાઇઓના પ્રક૨ણ (I) મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
👉આ સમગ્ર બદલી ઠરાવમાં જિલ્લા શિક્ષણ ર્સામતિમાં જે કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા૨ી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ક૨વાની છે તે મુજબની કાર્યવાહી મહાનગ૨/નગ૨ પાલિકા વિસ્તા૨માં નગ૨ શિક્ષણ સમિતિમાં શાસનાધિકારીએ ક૨વાની રહેશે.
👉 સંખ્યાધિક વિદ્યાસહાયક/શિક્ષકને અન્ય વિષય/વિભાગમાં હંગામી કામગી૨ી આદેશથી સમાવવામાં આવ્યા હોય ત્યારે તેઓનું વર્ષવા૨ ૨જીસ્ટ૨ નિભાવવાનું રહેશે. જેમ જેમ જિલ્લામાં તેમના વિષય/વિભાગની જગ્યાઓમાં સ૨ભ૨ કેમ્પમાં સમાવવામાં આવે ત્યારે તેઓને પોતાના વિષય/વિભાગમાં વધ સ૨ભ૨ કર્યા અંગેનો હુકમ ક૨વાનો રહેશે. જેની નોંધ આ અંગેના રજીસ્ટર માં ક૨વાની ૨હેશે.
👉 સુ૫૨ન્યુમ૨ી વિધાસહાયક/શિક્ષક/મુખ્યશક્ષકને અન્ય જિલ્લામાં હંગામી કામગીરી આદેશથી સમાવવામાં આવ્યા હોય/અન્ય કચે૨ીમાં હંગામી કામગી૨ી આદેશ ક૨વામાં આવેલ હોય ત્યારે તેઓનું વર્ષવા૨ ૨જીસ્ટ૨ નિભાવવાનું રહેશે. જેમ જેમ જિલ્લામાં તેમના વિષય/વિભાગની જગ્યાઓમાં સ૨ભ૨ કેમ્પમાં સમાવવામાં આવે ત્યારે તેઓને પોતાના વિષય/વિભાગમાં વધ સ૨ભ૨ કર્યા અંગેનો હુકમ ક૨વાનો રહેશે અને આવાં કર્મચારીઓએ ફજિયાત પોતાની જગ્યા ૫૨ હાજ૨ થવાનું રહેશે. જો કર્મચારી ૫૨ત હાજર થવાના હુકમનો અનાદ૨ કરે તો નિયમોનુસા૨ વળત૨ આપી છૂટા કરવાના રહેશે. જેની નોંધ આ અંગેના ૨૭૨૮૨માં ક૨વાની રહેશે. (
👉વધ-ઘટ બદલી તથા મૂળ શાળા/તાલુકા/જિલ્લા વધ પ૨ત અને વિભાગ/વિષયમાં સ૨ભ૨ કેમ્પ માત્ર જાહે૨ કેમ્પ દ્વારા પારદર્શક પધ્ધતિથી જ ક૨વાના રહેશે તથા તેનું સફળ વિડીયો રેકોર્ડીંગ કરી આવાં વિડીયો રેકોર્ડીંગની જાળવણી આગામી કેમ્પ સુધી જ કરવાની રહેશે.
- 👉 વહીવટી કા૨ણોસર બદલી સિવાય તથા આ ઠરાવના અન્ય કોઇપણ પ્રક૨ણમાં જોગવાઇ ન ક૨વામાં આવેલ હોય તેવી તમામ પ્રકારની આંરિક બદલીઓમાં મૂળ શાળામાં હાજ૨ થવા કરાયેલ હુકમની તારીખ સી નિયોરીટી માટે ગણવાની રહેશે. જયારે બે કે તેથી વધારે કર્મચારીઓની હુકમની તારીખ સમાન હોય ત્યારે ખાતામાં દાખલ તારીખ ઉર્યાનયોરીટી માટે ગણવાની રહેશે. ખાતામાં દાખલ તારીખ પણ સમાન હોય ત્યારે જન્મ તારીખમાં જે મોટો હોય તેને નિય૨ ગણવાના રહેશે. જો જન્મ તારીખ પણ સમાન હોય તો ગુજરાતી ક્કકાવારી પ્રમાણે કર્મચારીનું ખાતામાં જે નામ દાખલ થતી વખતે લખાયેલ હોય તે મુજબ પહેલાં આવતાં કર્મચારીને નિય૨ ગણવાના રહેશે.
- 👉સી.આર.સી./બી.આર.સી./યુ.આર.સી./પ્રતિનિયુક્ત ગયેલ અન્ય કર્મચારીઓની તમામ પ્રકા૨ (વિકલ્પ સિવાય)ની આંતરિક બદલીઓમાં ર્માનયોરીટી ગણતાં સમયે પ્રકરણ-(H) ના ક્રમ-૭ અને ૮ માં તેઓ માટે કરેલ જોગવાઇઓ યથાવત રહેશે.
- 👉 તમામ પ્રકારની જિલ્લા ફેર બદલી/જિલ્લા વિભાજન બદલી અને ધોરણ - ૬ થી ૮ની વિકલ્પ બદલીમાં જયારે સિનિયોરીટીને આધારે સ્થળ પસંદગી આપવાની હોય ત્યારે ખાતામાં દાખલ તારીખને સીનિયોરીટી માટે ગણવાની રહેશે. જયારે બે કે તેથી વધારે કર્મચારીઓની ખાતામાં દાખલ તારીખ પણ સમાન હોય ત્યારે જન્મ તારીખમાં જે મોટો હોય તેને સિનિયર ગણવાના રહેશે. જો જન્મ તારીખ પણ સમાન હોય તો ગુજરાતી ક્કકાવારી પ્રમાણે કર્મચારીનું ખાતામાં જે નામ દાખલ થતી વખતે લખાયેલ હોય તે મુજબ પહેલાં આવતાં કર્મચારીને સિનિય૨ ગણવાના રહેશે.
- 👉 કોઈપણ વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશક્ષક આંતરિક બદલી માંગણી, આંતરિક અરસપરસ બદલી માંગણી, વધ પડી શાળા પસંદ કરે કે વધ ૫૨ત થાય ત્યારે તેઓની મૂળ શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખને સિનીયોરીટી માટે ધ્યાને લેવાની રહેશે. પરંતુ મૂળ શાળા પરતનો લાભ ફક્ત બે વધ-ઘટ કેમ્પ સુધી જ મળવાપાત્ર રહેશે.
- દા.ત. રમેશભાઈ નામના શિક્ષકને ભ૨તીથી હાજ૨ થયેલ કે વધ શિવાયની બદલીથી હાજ૨ થયેલ (અ) શાળામાથી વધ થઈ (બ) શાળામાં સ૨ભ૨ ક૨વામાં આવે છે અને તેઓ શાળાની માંગણી કરે ત્યારે તેઓની (અ) શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખને સિનીયોરીટી માટે ધ્યાને લેવાની રહેશે.
પરંતુ ૨મેશભાઈ નામના શિક્ષકો ભ૨તીથી હાજ૨ થયેલ કે વધ સિવાયની બદલીથી હાજ૨ થયેલ (અ) શાળામાથી વધ થઇ (બ) શાળામાં સ૨ભ૨ થાય ત્યારબાદ વખતોવખત વધ પડી (ક), (s), (ઇ) .... શાળામાં વધ સ૨ભ૨ થાય અને તેઓ (ઇ) શાળામાંથી શાળાની માગણી કરે ત્યારે તેઓની ઉત્તરોત્તર વધ સ૨ભ૨ થયા પૂર્વેની એટલે કે (અ) શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તા૨ીખને સિનીયોરીટી માટે ધ્યાને લેવાની રહેશે. અને વધ પરતના કિસ્સામાં ‘‘(અ)'' તેમની મૂળ શાળા ગણાશે ‘‘ (બ), (ક), (s)'' નહીં.
👉 બદલી એ સુચારૂં વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય તથા કર્મચારીના સેવા વિષયક લાભનો પ્રકા૨ ન હોય, કોઇપણ વિદ્યાસહાયક, પ્રાર્થામક શિક્ષક, મુખ્ય શિક્ષકને સદર ઠરાવ અનુસાર બદલીનો હક્ક રહેશે નહીં.
👉 શિક્ષણ વિભાગ દ્વા૨ા કોઈ યોજના અથવા વિશિષ્ટ પ્રોજેકટ અંતર્ગત જરૂરિયાત ઉભી થયેથી કોઇપણ વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશક્ષકને રાજયની ગમે તે શાળામાં કે શૈક્ષણિક કચે૨ીમાં પ્રતિનિયુક્તિ ૫૨ મુકી શકશે. પરંતુ આવો પ્રતિનિયુકિતનો ગાળો મહત્તમ ૫(પાંચ) વર્ષથી વધે નહી તે ધ્યાને લેવાનું રહેશે. આવી પ્રતિનિયુકિત ૫૨ મોકલતા પહેલા SMC સંબધિત નું ‘ના વાંધા પ્રમાણપત્ર’ વિદ્યાસહાયક/શિક્ષક/મુર્ખાશક્ષકે રજૂ કરવાનું રહેશે. આવી પ્રતિનિયુકિતને આ ઠરાવની કોઇ જોગવાઇ લાગુ પડશે નહીં અને તેવા હુકમનો અમલ કરવાની સંબંધિત કર્મચારીઓની ફ૨જ રહેશે. આ પ્રકારના હુકમ માત્ર સરકારશ્રીની પૂર્વ મંજૂરીથી ખાસ કિસ્સામાં થઇ શકશે.
👉 શિક્ષક/મુખ્ય શિક્ષકના કિસ્સામાં પ્રક૨ણ- (E) ના (બ) અને (ક)માં છુટછાટ આપી તેઓને નોકરી દરમ્યાન એક વખત જિલ્લા ફેરબદલીનો લાભ લીધેલ હોય ત્યાર પછી તેઓ વિધવા/વિધુ૨ થાય તેવા કિસ્સામાં તેઓને વધુ એક વખત જિલ્લા ફેરબદલીની તક મળી શકશે. કર્મચારીની સેવાપોથીમાં આ અંગેની નોંધ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકા૨ીશ્રીએ કરવાની રહેશે.
👉 બી.આર.સી/સી.આર.સી/યુ.આર.સી. કે અન્યની પ્રર્ઝાનિયુકિતને કા૨ણે થયેલ ખાલી જગ્યા પર વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતને ધ્યાને રાખી તે ખાલી જગ્યાને ચોખ્ખી ખાલી જગ્યા ગણી ભરતી/બદલીમાં દર્શાવવાની રહેશે.