Geometry box કંપાસ પેટી ના સાધનો kids stationary Geometry box

🎯 કંપાસ પેટી ના સાધનો 






 માપપટ્ટી
અંગ્રેજી શબ્દ:- SCALE- સ્કેલ

કંપાસ બોક્સમાં નાની માપપટ્ટી આવે છે તેની એક તરફ 0 થી 15 સેન્ટિમીટર અને બીજી તરફ ૦ થી 6 ઇંચના માપ દર્શાવેલા હોય છે . સામાન્ય રીતે વિદ્યાર્થીઓએ સેન્ટીમીટરના માપનો ઉપયોગ કરવાનો હોય છે આપણે માપ મુજબ સીધી લીટી દોરવા માટે માપપટ્ટી વાપરીએ છીએ. નાના માપ લેવા માટે આ કંપાસ બોક્સમાની માપપટ્ટી વપરાય છે પરંતુ ચિત્ર દોરવા માટે મોટી એટલે 0 થી 30 સેન્ટીમીટર અને બીજી તરફ 0 થી 12 ઈંચના માપ દર્શાવેલા હોય તેવી માપટ્ટીની જરૂર પડે છે.તેથી તમારે આ મોટી માપટ્ટીનો ઉપયોગ કરવો જ.

👉કંપાસ પેટી ના સાધનો pdf માટે ક્લીક કરો 

કાટકોણ ત્રિકોણ

અંગ્રેજી શબ્દ:- SET SQUARE- સેટ્સક્વેર

કંપાસ બોક્સમાં પ્લાસ્ટિકનો કાટકોણ ત્રિકોણ આવે છે . તેમાં એક ખૂણો ૯૦ અંશનો અને બાકીના બે ખૂણા ૪૫ અંશના હોય છે આ માપના ખૂણા ઓછા સમયમાં દોરવા માટે આ ત્રિકોણનો સીધો ઉપયોગ કરવામાં આવે


લઘુકોણ ત્રિકોણ 

અંગ્રેજી શબ્દ:- SET SQUARE- સેટ્સક્વેર

કંપાસ બોક્સમાં પ્લાસ્ટિકનો બીજો ત્રિકોણ આવેલ છે. તેમાં ત્રણે ખૂણાના માપ અલગ-અલગ હોય છે . એક ખૂણો 90 અંશનો (કાટખૂણો) બીજો ખો અંશનો અને ત્રીજો ખૂણો 60 અંશનો હોય છે . તેથી તેને લઘુકોણ છે. આ માપના ખૂણા ઓછા સમયમાં દોરવા માટે સીધેસીધા આ ઉપયોગ થાય છે


અંગ્રેજી શબ્દ:- PROTRACTOR- પ્રોટેક્ટર

કોણ માપક 


👪કંપાસ પેટી ના સાધનો  pdf માટે DOWNLOD 

આ સાધનને કોણમાપક એટલે કે ખુણા માપવાનું સાધન કહે છે આ અર્ધવર્તુળાકાર સાધન ઉપર ડાબેથી જમણી તરફ અને જ ડાબી તરફ વંચાય તે રીતે ૦ થી ૧૮૦ અંશના ખૂણાના મા હોય છે તેથી કોઈ પણ માપનો ખૂણો દોરવા માટે કે દોરેલા માપ જાણવા માટે આ કોણમાપક નો ઉપયોગ થાય છે. °

ALSO READ ગણિત વિજ્ઞાન 



કંપાસ (પરિકર)

અંગ્રેજી શબ્દ:-COMPASS SELF CELTERING –કંપાસ સેલ્ફ સેલ્ટરીંગ

કંપાસબોક્સમાં વર્તુળ દોરવા માટેનું એક સાધન આવે છે આ સાધનમાં પેન્સિલ ભરાવી શકાય તેવી સગવડ હોય છે તેથી તેમાં પેન્સિલ ભરાવીને જે ત્રિજ્યાના માપનું વર્તુળ દોરવુ હોય તેટલા મા ૫ ઉપર કંપાસની અણી ૦ ઉપર અને પેન્સિલની અણી આપેલા માપ ઉપર મૂકીને માપ લેવું પછી કાગળ ઉપર તે માપનું વર્તુળ તેના વડે દોરી શકાય છે. વર્તુળ દોરતી વખતે કાગળને ગોળ ન ફેરવતા કંપાસને (પરિકરને) ગોળ ફેરવવો. 




વિભાજક

અંગ્રેજી શબ્દ:- DIVIDER – ડીવાઈડર

કંપાસબોક્સમાં બે અણીવાળું કંપાસ જેવું જ સાધન આવે છે તેને વિભાજક કહેવાય છે . આ સાધનમાં પેન્સિલ ભરાવવાની હોતી નથી કારણ કે વર્તુળ દોરવા માટે આ સાધન વપરાતું નથી. પરંતુ બે લીટી વચ્ચેનું માપ કેટલું છે તે જાણવા માટે કે આપેલા માપનો જ બીજો ખૂણો માપવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. કંપાસની જેમ આ સાધનથી પણ નાના-મોટા માપનું કામ કરી શકાય છે.


કંપાસ પેટી ના સાધનો  pdf માટે DOWNLOD

Popular Posts