ડુપ્લીકેટ સેવાપોથી માટે ઠરાવ પત્ર ચેકલીસ્ટ. Duplicate sevapothi all informeshan
ડુપ્લીકેટ સેવાપોથી
સેવાપોથી ગુમ થઈ જવાના,
ચોરાઈ જવાના કે નાશ પામવાના કિસ્સામાં નાણાં વિભાગના ૧૭-૧૨-૨૦૦૨ ના ચેકલિસ્ટ સાથે દરખાસ્ત – જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા વહીવટ વિભાગને અને વહીવટ વિભાગ દ્વારા નાણાં વિભાગને મોકલવી. -
આધાર નાણાં વિભાગના ઠરાવ : SDJ-102002/ 1906 -ચ, તા.૧૭-૧૨-૨૦૦૨,
👉ડુપ્લીકેટ સેવાપોથી નિભાવવા માટે અવારનવાર ઘણાં પરીપત્રો કરવામાં આવ્યા છે. જે આ લેખાંકના વિભાગ-૮ માં ઉલ્લેખીત છે.શાળામાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક તમામ કર્મચારીઓની ડુપ્લીકેટ સેવાપોથી બનાવવી. તા.૩૧-૧૦-૨૦૦૫ સુધીમાં આવી સેવાપોથી દરેક શાળાએ બનાવી લેવાની સૂચના હતી. હાલ નિમાતા કર્મચારીઓની પણ ડુપ્લીકેટ સેવાપોથી નિભાવવી જોઈએ.
👉કર્મચારીઓ પાસેથી ડુપ્લીકેટ સેવાપોથી બનાવેલ છે. તેવું પ્રમાણપત્ર મેળવી રેકર્ડમાં રાખવું. સમયાંતરે કર્મચારીઓને ડુપ્લીકેટ સેવાપોથીમાં નોંધ કરવા માટે અસલ સેવાપોથી આપવાની છે. (શાળામાં જ) સંચાલક મંડળ કે આચાર્ય અસલ સેવાપોથી – ડુપ્લીકેટમાં નોંધ માટે ન આપે તો શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે.
👉સ્ટાન્ડર્ડ નમૂના પ્રમાણે કર્મચારીના સેવાવિષયક હૂકમો, ૨જા મંજૂરીના હૂકમો, એલ.ટી.સી. મંજૂરી, રજાનું રોકડમાં રૂપાંતર, ઈજાફો મંજૂર કર્યાના હૂકમો, ઉચ્ચતર પગારધોરણના હૂકમો, નવા પગાર પંચ મુજબના પગાર બાંધણીના હૂકમો, નોમીનેશન, વિકલ્પો વગેરેની નકલો કર્મચારીને આપવાની રહેશે.
કર્મચારીને અપાયેલ આવી નકલોને આધારે ક્યારેક ડુપ્લીકેટ સેવાપોથી (અસલની જગ્યાએ) રજૂ કરવાની થાય ત્યારે કર્મચારીના મુખ્ય આધારો બની રહે છે. માટે કર્મચારીઓની સમયે સમયે આવા પત્રો / હૂકમોની એક એક નકલ આપવી જોઈએ.
👉ડુપ્લીકેટ સર્વિસ બુક માટે નો ઠરાવ અહીંયા ક્લીક કરી ડાઉનલોડ કરો
👉ડુપ્લીકેટ સર્વિસ બુક બાબતે ચેક લિસ્ટ downlod