Gujarat State School Textbook board gseb textbook online



    વિષયઃ વર્ષ:૨૦૨૩-૨૪ માટે ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મૂલ્યનાપાઠ્યપુસ્તકોની માંગણી રજુ કરવા અંગે

    👉 પાઠ્ય પુસ્તક માટે ઓનલાઇન માંગણી માટે વેબસાઈટ અહીંયા ક્લીક કરો 

    સવિનય ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ : 2023-24 માટે ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ મારફત વિના-મુલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી તાલુકા/નગરપાલિકા કક્ષાએથી રજૂ કરવાની થાય છે. આ માટે આપના વિસ્તારમાં ચાલતી વિવિધ માધ્યમની સરકારી શાળાઓ, અનુદાનિત(ગ્રાન્ટેડ) શાળાઓ, કે.જી.બી.વી., DEO હસ્તકની મોડેલ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુ. સોસાયટી, આદિજાતિ વિકાસ વિભાગ, અનુ.જાતિ કલ્યાણ વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓમાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના-મુલ્યે પાઠ્યપુસ્તકો આપવા માટે મંડળ દ્વારા શરુ થનાર પોર્ટલ પર TPEOS/AOS કક્ષાએથી ઓનલાઈન માંગણી રજુ કરવાની થાય છે.

    તમામ TPEOS/AO દ્વારા તેમના તાબામાં આવતી સદરહુ વિગતની શાળાઓમાં હાલ(ચાલુ) વર્ષ:૨૦૨૨-૨૩ માં ધો.૧ થી ૮ માં હાલ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને લઈને આવતા વર્ષ: ૨૦૨૩-૨૪ માટેના પાઠ્યપુસ્તકોની માંગણી પોર્ટલ પર કરવાની રહેશે.

    👉શૈક્ષણિક વર્ષ : 2023-24 માટે પાઠ્યપુસ્તકોની માંગણી રજુ કરવા માટેની નક્કી કરેલ કાર્યપધ્ધતિ :

    1. TPEOS/AOS દ્વારા તેમના તાબામાં આવતી વિવિધ માધ્યમની સરકારી શાળાઓ, અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓ, કે.જી.બી.વી., DEO હસ્તકની મોડેલ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, આદિજાતિ વિકાસ વિભાગ, અનુ.જાતિ કલ્યાણ વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓમાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ આ ઇન્ડેન્ટમાં કરવાનો રહેશે. સદરહુ પ્રકારની શાળાઓને માધ્યમવાર અલગ પાડીને માધ્યમ દીઠ અલગ-અલગ ધો. ૧ થી ૮ માં 2.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને રાખીને પોર્ટલ પર માંગણી રજુ કરવાની રહેશે.

    ૩. ડિમાન્ડ કરતી વખતે હાલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાને કચેરી ખાતે ઉપલબ્ધ DISE ડેટા, CTS ના ડેટા, સેટ-અપ પત્રકના ડેટા અને SAS ના ડેટા સાથે ચકાસણી કરીને ખરેખર શાળામાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થી સંખ્યા ધ્યાને લઈને આવતા વર્ષ માટે માધ્યમવાર, ધોરણવાર અને વિષયવાર પાઠ્યપુસ્તકની ખરેખર જરૂરિયાત દર્શાવવાની રહેશે. જો ગત વર્ષના કોઈ પુસ્તકો બચત હોય તો તે બાદ કરીને જે તે ધોરણ અને વિષયની ખરેખર જરૂરિયાત દર્શાવવાની રહેશે.

    4. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના તાબા હેઠળની મૉડેલ સ્કુલમાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સમાવેશ તાલુકા/નગરપાલિકા કક્ષાએ TPEOS/AOS દ્વારા કરવાનો રહેશે.

    5. હાલ સમગ્ર રાજ્યની સરકારી ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ અને ધો.૨ માં પ્રજ્ઞા અભિગમ અમલી હોય ગુજરાતી માધ્યમની શાળાઓમાં ધો. ૧ અને ધો.૨ માટે માત્ર ગ્રાન્ટેડ (અનુદનિત), KGBV, મોડેલ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુ. સોસાયટી, આદિજાતિ વિકાસ વિભાગ, અનુ.જાતિ કલ્યાણ વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓ માટે જ ધો. 1 અને ધો. 2 ના પાઠ્યપુસ્તકોની માંગણી થાય તેની તકેદારી રાખવાની રહેશે.

    6. હાલના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવતા વર્ષે ત્યારપછીના ધોરણમાં આવશે તે હકીકત ધ્યાને રાખીને એટલે કે –

    > શૈક્ષણિક વર્ષઃ2022-23ની ધો.1 ની વિદ્યાર્થી સંખ્યાને વર્ષ: ૨૦૨૩-૨૪ માટે ધો.૧ ની માંગણી તરીકે (સરકારી શાળા સિવાય)

    > શૈક્ષણિક વર્ષઃ2022-23ની ધો.1 ની વિદ્યાર્થી સંખ્યાને વર્ષ: ૨૦૨૩-૨૪ માટે ધો.૨ ની માંગણી તરીકે

    (સરકારી શાળા સિવાય)

    > શૈક્ષણિક વર્ષ 2022-23ની ધો.2 ની વિદ્યાર્થી સંખ્યાને વર્ષ: ૨૦૨૩-૨૪ માટે ધો.૩ ની માંગણી તરીકે > શૈક્ષણિક વર્ષ 2022-23ની ધો.3 ની વિદ્યાર્થી સંખ્યાને વર્ષ: ૨૦૨૩-૨૪ માટે ધો.૪ ની માંગણી તરીકે > શૈક્ષણિક વર્ષઃ2022-23ની ધો.4 ની વિદ્યાર્થી સંખ્યાને વર્ષ: ૨૦૨૩-૨૪ માટે ધો.૫ ની માંગણી તરીકે > શૈક્ષણિક વર્ષઃ2022-23ની ધો.5 ની વિદ્યાર્થી સંખ્યાને વર્ષ: ૨૦૨૩-૨૪ માટે ધો.૬ ની માંગણી તરીકે > શૈક્ષણિક વર્ષ 2022-23ની ધો.6 ની વિદ્યાર્થી સંખ્યાને વર્ષ: ૨૦૨૩-૨૪ માટે ધો.૭ ની માંગણી તરીકે > શૈક્ષણિક વર્ષ 2022-23ની

    ધો.7 ની વિદ્યાર્થી સંખ્યાને વર્ષ: ૨૦૨૩-૨૪ માટે ધો.૮ ની માંગણી તરીકે  ગણીને પોર્ટલ પર માધ્યમવાર, ધોરણવાર અને વિષયવાર માંગણી રજુ કરવાની રહેશે. 7. ઓનલાઈન માંગણી રજુ કરવા માટેનું પોર્ટલ તા. 27/12/2022(11.00 કલાકથી) થી તા. 10/01/2023 (23.59 કલાક) સુધી ચાલુ રહેશે.

    8. ઓનલાઈન માંગણી રજુ કરવા માટે મંડળની વેબસાઈટ : gsbstb.online પર જઈને TPEOS/AOS દ્વારા પોતાના લોગ-ઈનમાં જઈ પૂરી ચોક્કસાઈથી માંગણી રજુ કરવાની રહેશે. પોતાના તાબા હેઠળની સદરહુ વિગતની તમામ શાળાઓ માટે જરૂરી પાઠ્યપુસ્તકોની માંગણી પોર્ટલ પર અપલોડ કર્યા બાદ કન્ફર્મ કરવાની રહેશે.

    9. વધુમાં, ઉપરોક્ત તમામ કામગીરી અંગેની સુચનાઓ gsbstb.online વેબસાઈટ પરથી મેળવી શકાશે. 10. DPEO દ્વારા આ કામગીરી માટે જાણકાર અને કાર્યદક્ષ કર્મચારીની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવાની રહેશે. આ નોડલ અધિકારીશ્રીએ જિલ્લા કક્ષાએ સમગ્ર રીતે માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવાની રહેશે.

    11. ઓન-લાઈન ઈન્ડેન્ટ સિસ્ટમમાં ઓન-લાઈનપાઠ્યપુસ્તકોની માંગણી કરવાની કામગીરી સમયમર્યાદા પુર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવા માટે તા.26/12/2022, 16.00 કલાકે M.S.Teams ના માધ્યમથી યોજાનાર V.C.માં તમામ DPEOS,TPEOS તથા AOs શ્રીઓએ જોડાવા જણાવવામાં આવે છે.



    Popular Posts