પ્રિ-વોકેશનલ ગાઇડલાઇન:- “૧૦- બેગલેસ દિવસો beg les modyul downlod pdf downlod

 



પ્રિ-વોકેશનલ ગાઇડલાઇન:- “૧૦- બેગલેસ દિવસો “

👉 modyul અહીંયા થી downlod કરો 

👉 modyul 2 અહીંયા clik કરો

👉 બેગ લેસ મોડ્યુલ 3 અહીંયા થી ડાઉનલોડ કરો 

    પ્રસ્તાવના

    રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત ઉચ્ચક્ક્ષાએ એટલે કે ધોરણ= ૬ થી ૮ના વિધાર્થીઓ માટે “પ્રિ-વોકેશનલ” એજયુકેશનને શૈક્ષણિક અભ્યાસક્ર્મના વિષયો સાથે સમાવિષ્ટ કરી વિધાર્થીઓને જીવંત અનુભવો,વ્યવસાયકારો,સ્થળમુલાકાત અને વર્ચયુલ અનુભવો પુરા પાડીને તેમના પાયામાં જીવન કોશલ્યો સાથે સાથે ભાવિ કારકિર્દીના સંદર્ભે પોતાની અભિયોગ્યતાને અનુરુપ વોકેશનલ સ્કીલની દિશામાં આગળ વધવાનો એક એક પ્રયાસનો નિર્દેશ કરેલ છે.

    પ્રિ-વોકેશનલના હેતુ:

    ૧ ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ધોરણ-૬ના વિધાર્થીઓના જ્ઞાનનુ કોશલ્યો સાથેનુ પ્રવૃતિઓ દવારા જોડાણ.

    ૨ સ્થાનિક જીવનકલાઓ અને વ્યવસાયકારો તેમજ લઘુ ઉધોગને પ્રોત્સાહિત કરવા.

    ૩ શાળાના શિક્ષકો દવારા અધ્યયન વિષયોના એકમોને વિધાર્થીના જ્ઞાન,સમજ,ઉપયોગ દવારા કોશલ્યો વિકાસ કરવો. ૪ વિધાર્થીઓની સામાજિક અને વ્યવસાયિક સજજતાને પ્રોત્સાહિત કરવા.

    ૫. વિદ્યાર્થીઓમાં કોઇ એક કૌશલ્ય હસ્તગત થાય તેમાટે પ્રયાસ કરવો ( માટી કળા, ચિત્ર, પપેટ, ખાધ સમગ્રીની બનાવટ, ખેતી, કાપડ વણાટ, કટિંગ ટેલરિંગ, મિકેનિકલ કામ,રેટેઇલ, આઇટી, મેનેજમેંટ, બેંક, પોસ્ટ ની કામગિરી, સ્થનિક કુમ્ભર , સુથાર, લુહાર, કાછીયો જેવા વ્યવસાયોની તજજ્ઞો દ્વારા સમજ )

    👉પ્રિ-વોકેશનલની પ્રવૃતિની સમજ;

    ૧ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સુચવ્યા મુજબ ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ એટલે કે ધો-૬ થી ૮માં અભ્યાસ કરતાં વિધાર્તીઓને પોતાના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન અને ભાષા જેવા વિષયો સાથે પ્રિ-વોકેશનલ એજયુકેશન ઇન્ટ્રીગેશન (જોડાણ) ૨ આ પ્રવૃતિની શરૂઆત ૧૦-બેગલેશ દિવસ તરીકે કરવાની રહેશે.

    ૩ આ પ્રવૃતિ શાળાના શિક્ષકો દવારાજ કરવાની થાય છે જે સ્થાનિક ઉધોસાહ્સિકો,વ્યવસાયકારોને બોલાવી સ્થાનિક મુલાકાત દવારા વિધાર્થીઓનેઅવલોકતર્કશકિત,માંપન,ચિત્ર,કલા,મેનેજમેન્ટ જેવા વિષયો સાથે જોડાણ કરવાનું છે. ૪ આ પ્રવૃતિ માટે શાળા પ્રિન્સીપાલશ્રી એ પ્રથમ અથવા બીજા શૈક્ષણીક સત્રની શરૂઆતમાં જુદા જુદા અભ્યાસ વિષયોના સમયપત્રકમાં સામેલ કરવાનું થાય છે.

    ૫ પ્રિ-વોકેશનલ પ્રવૃતિએ ધો- ૬ થી ૮ના વિધાર્થીઓના અભ્યાસક્ર્મ સાથે જ ચલાવવાની પ્રવૃતિ છે.જેમાં અભ્યાસ વિષયના વર્ગકાર્ય સાથે જોડાણ કરી જીવંત અનુભવો પુરા પાડવાના થાય છે.

    ૬ શિક્ષકે/પ્રિન્સીપાલે પોતાની આસપાસના વિસ્તારમાં ચાલતી શૈક્ષણિક,ટેકનીકલ,કૂષિ,આઇટી,આરોગ્ય અને અન્ય ક્ષેત્રોની સંસ્થાઓ,ઉધોગો,વ્યવસાયો,તેમજ નાના લઘુ ઉધોગો,સ્વ-સહાયજુથોની વિગતો એકત્ર કરી પોતાના વિસ્તાર અને સ્થાનિક પરિસિથતિને અનુરુપ અભ્યાસ સાથે સુસંગત હોય તેવા વિષયોની યાદી અને સમયપત્રક તૈયાર કરવાનુ રહેશે.

    👉વર્ષ-૨૦૨૨-૨૩

    પ્રાયોગિક ધોરણે ૪૯૧ શાળાઓમાં પ્રિ-વોકેશનલ એકટીવીટી શરૂ કરતા હોય તે ધો-૮માંજ આ પ્રવૃતિ કરાવવાની રહેશે.ત્યારપછીના વર્ષોમાં ધો-૬ થી ૮માં આ પ્રવૃતિ કરાવાની રહેશે.આ એક્ટીવીટીમાટે દરેક શાળાને SNA એકાઉન્ટ મારફત રાજય કચેરી દવારા નિયત ગ્રાન્ટ ફાળવવામાં આવશે.જેમાંથી

    ૧ તજ્જ્ઞોનુ માંદવેતન,ટી.એ. ૨ વિધાર્થીઓનુ સ્થળમુલાકાત પરીવહન ૩ નિભાવવા માટે જરુરી રેકર્ડ અને રો-મટેરીયલ ૪ વિધાર્થીઓની પુરી પાડવાની સામગ્રી TLM,FOTOGRAFY,નો ખર્ચ કરી શકાશે. ૫ પ્રિ-વોકેશનલ માટે જરુરી તાલીમ,મીટીંગ,અને ગાઇડ-લાઇન માટે જે પણ રો-મટેરીયલનો ખર્ચ થાય તે મંજુર બજેટ્લી મર્યાદામાં થઇ શક્શે. ૬ શાળામાં પ્રિ-વોકેશનલ એકટીવીટી જુથમાં વધુમાંવધુ (તમામ) વિધાર્થીઓ સહભાગી થાય તેમજ શાળાના તમામ શિક્ષકોએ પણ પોતાના અભ્યાસક્ર્મ અને વર્ગવ્યવહારની પ્રવૃતિમાં પણ પ્રિ-વોકેશનલ એટલે કે ૧ ઇન્ડસ્ટ્રીઝ મુલાકાત ૨ શૈક્ષણિક પ્રવાસ ૩ સ્થાનિક ઉધોગ સાહસિકો ૪ આઇ.ટી.આઇ,યુનિવાર્સિટી જેવી અનેક સંસ્થાઓની મુલાકાત દવારા વિધાર્થીઓને કાર્ય-જગત સાથે જોડવા પડે. ૫ વિધાર્થીઓને પ્રોજેક્ટ વર્ક દવારા જૂથ કાર્ય કરાવી વિજ્ઞાન,ગણિત પ્રદર્શન સંગીત,ચિત્ર,વકતૃત્વ,લેખન દવારા.

    👉જિલ્લા અને કોર્પોરેશન કક્ષાની જવાબદારી

    ૧ રાજ્ય કચેરી દવારા આપવામાં આવેલ ગાઇડ-લાઇન મળ્યા બાદ દિન-૭માં તેની તાલુકા,કલસ્ટર અને શાળા કક્ષાએ લેખિત સ્વરુપમાં જાણ કરવી.

    ૨ રાજય કચેરી દવારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ્સે સમયમર્યાદામાં શાળા કક્ષાએ ફાળવવા અને ફાળવેલ ગ્રાન્ટનો યોગ્ય વપરાશ થાય તેનું મોનીટરીંગ.

    ૩ લાઇટહાઉસ તેમજ રાજય કચેરીના પ્રબંધપોર્ટ્સ તેમજ અન્ય ફોર્મેટમાં તેની વિગતો અપડેટ કરવાની રહેશે. ૪ પ્રિ-વોકેશનલની ગાઇડલાઇન,વીડયો,મોડ્યુલ,પત્રો,પીપીટી,અને અન્ય સંબંધિત સાહિત્ય શાળા સુધી પહોચે તે સુનિશસ્ત કરશો.

    👉👉તાલુકા અને કલસ્ટર કક્ષાની જવાબદારી

    ૧ સ્કીલની પ્રવૃતિ એ શાળામાં અભ્યાસ કરતાં ધો- ૬ થી ૮ ના તમામ બાળકોને લગત હોઇ. . ૨ તાલુકા કક્ષાએથી પ્રિ-વોકેશનલ માટેનું શૈક્ષણિક સાહિત્ય પુરુ પાડવુ અને મોનીટરીંગ કરવુ. ૩ શાળાની અન્ય પ્રવૃતિ જેવી કે સ્ટેમ-લેબ,મેથ્સ,સાયન્સની પ્રવૃતિ,વિજ્ઞાન-ગણિત મેળા,કલા ઉત્સવ,જુદી-જુદી રમતગમતની સ્પર્ધાઓ.

    ૪ જુદા જુદા વિભાગો,આઇ.ટી.આઇ,ટેકનિકલ યુનિવસિર્ટી સાથે સંકલન કરી વિધાર્થિઓને જુદા-જુદા વ્યવસાયિક ક્ષેત્રોના ઉધોગ સાહસિકો,ટેકનોલોજીનો ઉપયોગ વર્ચ્યુલ માર્ગદર્શન પ્રાપ્ત થાય.

    ૫ પોતાની શાળા મુલાકાત દરમિયાન થયેલ આ પ્રવૃતિની નોંધ તાલુકા અને કલસ્ટર કક્ષાની ટુર-ડાયરીમાં કરવાની રહેશે.

    👉શાળા કક્ષાની જવાબદારી

    ૧ શાળાના મુખ્ય શિક્ષકશ્રી અને અન્ય શિક્ષકોશ્રીએ પ્રિ-વોકેશનલ ગાઇડ-લાઇનના આધારે સત્ર મુજ્બ વિષયોને સાંકળીને પ્રિવોકેશનલ માટેની ગાઇડ-લાઇન તૈયાર કરવાની રહેશે.

    ૨ શાળાના અભ્યાસ વિષયોના નિયત એકમો માટેના જુદાજુદા વિષયોને લગતી થયરી અને પ્રેકટીકલ સંદર્ભે વિધાર્થીઓને ૧૦બેગલેશ દિવસ દરમિયાન જુદીજુદી પ્રવૃતિઓના માધ્યમથી વિધાર્થિઓને પ્રેકટીકલ મહાવરો મળે તે માટે સ્થળમુલાકાત સ્થાનિક પ્રવાસનુ આયોજન કરી અને વિધાર્થીઓ પાસે અનુભવોનુ શેરિંગ થાય તેમજ વિધાર્થીઓ કેટલીક પ્રવૃતિઓ જાતે કરે તેમજ તે અંગેની.

    ૧ પ્રવૃતિલક્ષી નોંધ કે અહેવાલ તૈયાર તેનુ આયોજન કરવાનુ રહેશે.

    ૨ આ ૧૦-બેગલેશ દિવસો દરમિયાન વિધાર્થીઓને જુદાજુદા વિશયોની શૈક્ષણિક પ્રવૃતિઓના વિષય શિક્ષકો અને સ્થાનિક તજજ્ઞો દવારા ગણિત,વિજ્ઞાન,ભાષા અને સામાજીક વિજ્ઞાન ચોક્સ વિષયોમાં સમજણની સાથે સાથે તેનુ વૈજ્ઞાનિક મહ્ત્વ તેમજ પ્રવૃતિઓ દવારા જુદાજુદા પ્રકારના મોડેલ અને નમુના તૈયાર કરી વિધાર્થિઓ તેનું કોશલ્ય હસ્તગત કરે તે મુજબનુ આયોજન કરવાનું રહેશે.

     ૧૦ બેગલેશ દિવસોના આયોજન મુજબ ખેતી અને ટેકનોલોજીના સમન્વય સાઘ્ર જુદાજુદા દિવસની પ્રવૃતિઓનુ આયોજન કરી વિધાર્થિઓ જાતે પ્રવૃતિ કરી સમજ મેળવે.

    ૨ શાળા કક્ષાએ ચાલુ વર્ષમા પસંદ થયેલ ૪૯૧ શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રમાં શાળાના સમયની અનુકૂળતા મુજબ ૧૦બેગલેશ દિવસ ધો-૮ના વિધાર્થીઓ માટે કરવાનું રહેશે.

    👉શાળા કક્ષાએ “10- બેગલેસ ડે” માટેની સુચકપ્રવ્રુત્તિઓ માટેની યાદી

    “ પ્રિ- વોકેશનલ એક્ટીવીટી નો હેતુ વિદ્યાર્થીઓના જ્ઞાનનુ પ્રવ્રુત્તિઓ દ્વારા કૌશલ્ય સાથેનુ જોડાણ કરવાનો છે. જેમા શાળામા ધોરણ ૬થી ૮ ના વિધ્યાર્થીઓને સમુહ પ્રવ્રુત્તિ અને શૈક્ષણિક સ્થાનિક ઉધોગો અને ઉધોગ સાહસિકોની મુલાકાત દ્વારા તેમની સર્જનાત્મકતા અને કૌશલ્યોનો વિકાશ કરવાનો છે. આવી પ્રવ્રુત્તિઓ સ્થાનિક કક્ષાએથી વિદ્યાર્થીઓ માટેની પ્રવ્રુત્તિઓ માટેનુ આયોજન ભૌગોલિક પરિસ્થિતી, ઔધોગિક તકો, શાળાનુ અંતર, સ્થનિક વ્યવસાયકારો અને પ્રક્રુતિનુ અને કુદરત સંસાધનોનુજતન થાય તેમજ શાળા માં ઉપ્લબ્ધ સંસાધનો નો ઉપયોગ થાય

    દાત. > શાળાની કમ્પ્યુટર લેબ ( સોફ્ટ સ્કિલઅને રિપેરિંગ નો મહાવરો ) સ્ટેમ લેબ ( વિજ્ઞાન અને ગણિતના ખ્યાલોની સમજ ) > > સાયન્સલેબ ( વિજ્ઞાન પ્રયોગ શાળા) > કેરીયર કોર્નર →રામ હાટ > શાળા પુસ્તકાલય → કલા ઉત્સવ > > યોગ – પી.ટી > બેન્ડ સ્પર્ધા > વિજ્ઞાન મેળો → બાગબાની રમત ગમત સ્પર્ધા > કિચનગાર્ડન > ઔષધી બાગ → ફ્લોરી કલ્ચર (ફુલ ઉછેર) > સંગીત વૃંદ - પ્રાર્થના સભા → સેલ્ફ ડીફેસ

    ઉપરોક્ત પ્રવ્રુત્તિઓ ઉપરાંત નીચેના સુચક સ્થળો અને જેનાથી વિદ્યાર્થીઓનો કૌશલ્ય વિકાશ થતો હોય તેવા સ્થળે મુલાકાત કરી વિધ્યાર્થીઓ પાસે અહેવાલ તૈયાર કરાવી શકાય અથવા મૌખિક અભિવ્યક્તિ કરાવી અને મુલ્યાંકન કરાવી શકાય મુલાકાત સ્થળોની સુચક યાદી

    1) ગ્રામપંચાયત ,તાલુકા પંચાયત ની મુલાકાત 2) ડેરીની મુલાકાત અને તેની સમજ

    3) પોસ્ટ ઓફિસ ની મુલાકાત

    4) પોલિસ સ્ટેસનની મુલાકાત

    5) બેંકની મુલાકાત

    6) સ્વસહાય જુથની મુલાકાત

    7) કોલેજ, યુનિવર્સિટી, વિદ્યાપીઠ,આઇ.ટી આઇ ની મુલાકાત

    8) નજીકની સારા ખેત અને ખેડુતની મુલાકાત

    9) કુમ્ભાર, સુથાર, લુહાર … જેવા વ્યાવસાયકારો ની મુલાકાત

    10) માટીકામ, ભરતકામ, રમકડા બનાવવા, ખાધ્ય બનવટોના લઘુ-ઉધોગ અને મોટાઉધોગોની અને ઉધોગ સહિંસકોની

    મુલાકાત.

    11) રીટઇલ સ્ટોર, હોલસેલ સ્ટોર અને ઉધોગની મુલાકાત

    12) પુન: પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોની સ્થળ મુલાકાત (સોલર પાર્ક, સોલરઉર્જાની સંસ્થાઓ,વિંડ ફાર્મ, જળઉર્જા ફાર્મ,છાણિયુ ખાતર )

    13) પ્રક્રુતિક ખેતી

    14) ફર્ટિલાઇઝર કમ્પની (રાસાયણીક ખાતર )

    15) પશુપાલન

    16) આરોગ્ય કેંદ્રા , હોસ્પિટલ, લેબોરેટરીની મુલાકાત

    17) આઇ.ટી લેબ ની મુલાકાત

    18) સ્ટેસનરી અને કરિયાણા અને નાની મોટી દુકાનોની મુલાકાત

    19) વન્ય અભ્યારણો અને પ્રાણી સંગ્રહાલય અને વિજ્ઞાન સંસ્થાઓ ની મુલાકાત

    20) કાગળ, કાપડ, રસાયણ ઉધોગ, હિરાઉધોગ. ફર્નિચર ઉધોગ

    21) તાલુકા, અને જિલ્લા કાનુનિ સહાય કેન્દ્ર

    22) સંગીતા અને કાળાની સંસ્થાઓની

    23) યંત્રિકસંસ્થાઓની મુલાકાત ( ગેરેજ, વર્શોપ, શો-રૂમ)

    24) ફળ,શાક, મધ અને અન્ય જંગલી પેદાશોની સમજ

    25) મેડિકલ સ્ટોર ની મુલાકાત

    ઉપરોક્ત યાદી સુચક છે. જેમા શાળા અને નોડલ શિક્ષક અને આચાર્ય શ્રી પોતાની સ્થાનિક પરિસ્થિતી મુજબ ૧૦બેગલેસ- ડે ( પ્રિ- વોકેશનલ ) અંતર્ગત અમલીકરણ કરવાનુ રહેશે.

    પ્રિ- વોકેશનલ = જ્ઞાન+ સમજ +ઉપયોગ + કૌશલ્ય

    👉૧૦-બેગ લેસ ડે દરમ્યાન શાળાકક્ષાએ કરવાની પ્રવ્રુત્તિઓ


    શાળા કક્ષાએ પ્રિ-વોકેશનલ (૧૦ –બેગલ લેસ ડે) પ્રવ્રુત્તિનુ આયોજન સક્ય હોય તો શનીવારે, રજાના વિશે રાખવુ જેમા વિધ્યાર્થીઓ ની કામકાજના દિવશે રાખવામાં આવે ત્યારે તેમા વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગ રૂપ ગણવાનુ રહેશે.

    આ દશ (૧૦) દિવસો દર્મ્યાન વિધાર્થી કોઇ ને કોઇ એક કૌશલ્ય હસ્તગત કરે તે અપેક્ષિત છે.

    શાળા જ્યારે આયોજન કરે ત્યારે ૧૦ દોવસના અંતે વિધાર્થીઓના જુદા જુદા જુથોની જુદી જુદી પ્રવ્રુત્તિઓનુ કૌશલ્ય પ્રાપ્ત થાય તે જરૂરી છે.

    દાત. એક શાળાના જુદા –જુદા જુથો પૈકી નીચે મુજબના જુદા –જુદા જુથોએ જુદી –જુદી પ્રવ્રુત્તિઓ કરવાની થાય છે.

    ૧. એક જુથ માટી કામ કરી માટીના વાસણો અને રમકડા બનાવે છે.

    ૨. એક જુથ પ્રાથમિક સારવાર ની સ્કિલ નજીકના પ્રાથમિક સારવાર કેંદ્ર માટી પ્રાપ્ત કરે છે.

    3. એક જુથ લાકડાના રમકડા અને વાસની જુદી –જુદી વસ્તુઓ બનાવવાનુ કૌશલ્ય પ્રાપ્ત કરે છે.

    ૪. એક જુથ ડેરી સંચલન નુ કૌશલ્ય પ્રાપ્ત કરે છે.

    ૫. એક જુથ કાગળ કામ અને કલરકામનુ કૌશલ્ય પ્રાપ્ત કરે છે.

    ૬. એક જુથ છણિયુ ખાતર બનાવાવાનુ કૌશલ્ય પ્રાપ્ત કરે છે.

    ૭. એક જુથ કાપડકામ, ભરત કામનુ કૌશલ્ય પ્રાપ્ત કરે છે.

    ૮. એક જુથ કમ્પ્યુટરનુ બેઝીક રીપેરિંગ શીખે છે.

    ૯. એક જુથ ઉનકામ અને શણકામનુ કૌશલ્ય પ્રાપ્ત કરે છે.

    ૧૦. ડિઝાઇન કામનુ કૌશલ્ય પ્રાપ્ત કરે છે.

    Popular Posts