વિદ્યાર્થીને કોઈ વિષયમાં E ગ્રેડ આવે છે તો શું કરવું?
👉 પરિપત્ર આ પત્ર 17.03.2020 gceart નો છેઃ
👫૧. શિક્ષણ વિભાગનું નોટીફીકેશન No.GH/SH/83/PRE/122019/singleFile-5-K Date 21 September, 2019
👫૨. જીસીઇઆરટીનો પરિપત્ર ક્રમાંકઃ જીસીઇઆરટી/સી ઇ/મૂલ્યાંકન/2014-15/16061-16111 તા. 1/8/2014 વિષય: ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન યોજનામાં સુધારો
વંચાણે લીધેલ -1 ના નોટીફીકેશનમાં બાળકો માટેના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ના વિનિયમોમાં કલમ 24 માં સુધારો કરેલ છે. સદર સુધારા અનુસાર કલમ-24 ની પેટા કલમ-G પછી H, I, J, K અને L ઉમેરવામાં આવેલ છે, જે આ સાથે સામેલ છે. આ સુધારા અનુસાર ધોરણ 5 અને ધોરણ 8 માં દરેક વિષયમાં A, B, C, કે D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને જ આગળના ધોરણમાં વર્ગબઢતી આપવાની રહેશે. અન્ય ધોરણમાં વિદ્યાર્થીને અટકાવી શકાશે નહીં.
આમ, વર્ષ 2019-20 થી, ધોરણ 5 અથવા ધોરણ 8 માં જે વિદ્યાર્થી બે કે તેથી વધુ વિષયમાં E ગ્રેડ મેળવે(એટલે કે 35%થી ઓછું સિદ્ધિસ્તર હોય) તેને જે તે ધોરણમાંથી વર્ગબઢતી આપી શકાશે નહીં. પરંતુ પરીક્ષાનું પરિણામ જાહેર થયાના બે માસ દરમિયાન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કર્યા બાદ શાળાકક્ષાએ પુન:કસોટી યોજવાની રહેશે જેમાં વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં અપેક્ષિત સુધારો કરી શકે તો વર્ગબઢતી આપવાની રહેશે. ધોરણ 5 અને ધોરણ 8 સિવાયના અન્ય ધોરણોમાં કોઈ વિદ્યાર્થીને રોકી શકાશે નહીં. " આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓ (જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા હસ્તકની તેમજ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ (સ્વનિર્ભર) ખાનગી શાળાઓ)માં ફરજિયાત અમલ કરવાકરાવવા આપની કક્ષાએથી સંબંધિતોને જાણ કરવા વિનંતી.