સર્વનામ અને તેના પ્રકારો II SARVNAM ANE TENA PRAKAR IN GUJRATI

    સર્વનામ અને તેના પ્રકારો | SARVNAM ANE TENA PRAKAR IN GUJRATI સર્વનામ ની વ્યાખ્યા | સર્વનામ એટલે શું


    સર્વનામ ની વ્યાખ્યા: નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે.

    👉સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને છે.

    👉જ્યારે વાક્યમાં કોઈ એક જ વ્યક્તિ વિશે વાત કરવી હોય ત્યારે સર્વનામ ઉપયોગી થાય છે.

    👉સર્વનામ કર્તા અને કર્મ તરીકે આવતું હોય છે.

    👉ટૂંકમાં નામની જગ્યાએ જે પદનો ઉપયોગ કરવામાં આવે છે તેને સર્વનામ કહે છે.

    👉જેમ કે હું, તમે, તે, આ, તેઓ, જે વગેરે પદો કોઈને કોઈ નામના બદલામાં વાકયામાં વપરાય છે.

    સર્વનામના પ્રકારો

    👊પુરુષવાચક સર્વનામ

    👊દર્શક સર્વનામ

    👊પ્રશ્નવાચક સર્વનામ

    👊સ્વવાચક / નિજવાચક સર્વનામ

    👊સાપેક્ષ / સંબંધી સર્વનામ

    👊અનિશ્ચિત સર્વનામ

    પુરુષવાચક સર્વનામ વ્યાખ્યા

    વ્યાખ્યા: જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહે છેં.

    દા.ત.

    (1) હું આવવાનો છું.

    (2) આપણે સાથે જઈશું.

    (3) અમારામાં કોઈ ચોર નથી.

    (4) તમે પૂરી વાત કરો.

    👫પુરુષવાચક સર્વનામ ના ત્રણ પ્રકારો છે.

    વાકયમાં બોલે છે એ પહેલો પુરુષ, જેની સાથે એ બોલે છે તે બીજો પુરુષ, અને જેના વિષે એ વાત કરે છે તે ત્રીજો પુરુષ કહે છે.

    પુરુષ એકવચન બહુવચન

    પહેલો પુરુષ હું, મારાથી, મારૂ, મારામાં અમે, અમને, અમારાથી, અમારું, અમારામાં

    બીજો પુરુષ તું, તમે, તારાથી, તારું,તારામાં તમે, તમને, તમારાથી, તમારું, તમારામાં

    ત્રીજો પુરુષ તે, તેને, તેનાથી, તેનું, તેનામાં, તેઓ, તેઓને, તેમનું, તેઓથી, તેમનાથી, તેઓનું, તેમનામાં

    👫દર્શક સર્વનામ

    વ્યાખ્યા: કોઈપણ પાસેની કે દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા જે સર્વનામ વપરાય છે તેને દર્શક સર્વનામ કહે છે. જેમ કે “આ, એ, તે, પેલું” એ દર્શક સર્વનામ છે. નજીકના કે પ્રત્યક્ષ પદાર્થના નામ માટે ‘આ’ કે ‘એ’ અને દૂરના કે પરોક્ષ પદાર્થના નામ માટે ‘પેલું’ અહીં વપરાય છે. અને ‘એ’ કરતાં ‘આ’ વધારે નજીકના પદાર્થ માટે વપરાય છે.

    દા.ત.

    (1) આ રહ્યા ગુજરાતના એક આદર્શ શિક્ષક.

    (2) એ હમણાં જ આવશે.

    (3) તેણે મારી મદદ કરી હતી.

    (4) પેલા ભાઈએ તમારા માટે સંદેશો મોકલ્યો છે.

    પ્રશ્નવાચક સર્વનામ

    વ્યાખ્યા: નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય છે તેને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. જેમ કે ‘કોણ, શું, કયું’ વગેરે પ્રશ્નવાચક સર્વનામ છે.

    દા.ત.

    (1) તમારે શું ખાવું છે?

    (2) તમે ક્યા ધોરણમાં ભણો છો?

    (3) કોણ આવ્યું છે?

    (4) તમારે શેમાં જવું છે?

    👫સ્વવાચક કે નિજવાચક સર્વનામ

    વ્યાખ્યા: જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવે છે અને તેની પોતાની ઓળખ કરાવે છે તેને સ્વવાચક અથવા તો નિજવાચક સર્વનામ કહે છે. જેમ કે પોતે, ખુદ, જાતે’ જેવા સ્વવાચક સર્વનામ છે.

    આ સર્વનામ પોતાપણાનો નિર્દેશ કરે છે.

    દા.ત.

    (1) હું ખુદ ત્યાં આવવાનો છું.

    (2) તમે જાતે જ આ કામ કરજો.

    (3) તેઓને આપોઆપ બધું સમજાઈ ગયું.

    (4) દાદી સ્વયં એ વાતના સાક્ષી છે.

    👫સાપેક્ષ અથવા સંબંધી સર્વનામ

    વ્યાખ્યા: જે સર્વનામને બીજા શબ્દની જરૂર રહે છે, એટલે કે જેની પછી બીજો કોઈ શબ્દ વાપરવો જ પડે તો તેવા સર્વનામને સાપેક્ષ અથવા સંબંધી સર્વનામ કહે છે. જેમકે ‘જ્યારે-ત્યારે’, ‘જે-તે’. ‘જેવુ-તેવું’ વગેરે.

    દા.ત.

    (1) જેવું કરશો તેવું પામશો.

    (2) જે મહેનત કરશે તે સફળ થશે.

    (3) જેવો આહાર તેવો ઓડકાર.

    (4) જ્યારે વરસાદ આવ્યો ત્યારે તે બહારગામ હતો.

    અનિશ્ચિત સર્વનામ

    વ્યાખ્યા: જે સર્વનામ વડે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સ્પષ્ટ થતો નથી અર્થાત્ જેનો નિર્દેશ અનિશ્ચિત રહે છે, તેને અનિશ્ચિત સર્વનામ કહે છે. જેવા કે ‘કઈક, કોઈ, કાંઈક, અમુક, દરેક,પ્રત્યેક, સહુ, સર્વ, બધુ, બીજું’ વગેરે અનિશ્ચિતવાચક સર્વનામ છે.

    દા.ત.

    (1) કેટલાક બાળકો ત્યાં ઊભા હતા.

    (2) બીજું તમારે શું કહેવું છે?

    (3) કોઈકે ચોરી કરી.

    (4) તમે કાંઈ કહેશો?



    👉ALSO READ 
    SHABD KOSH KRAM
     




    Popular Posts