ભાષા કોર્નર (lungage corner)

 


ભાષા કોર્નર (lungage corner)

    ભાષા એ બધા વિષયોની જનની ગણવામાં આવે છે. તમામ વિષયોને આધાર ભાષા પર હોઈ છે. ત્યારે ભાષાને બળવત્તર બનાવવા માટે પૂરતા પ્રમાણમાં માં મળવા ખૂબ જરૂરી છે.ભાષા દ્વારા બાળકોને તેમના વારસા પ્રત્યે પણ સભાન કરી ષાપ્રત્યે પણ સભાન કરી શકાય છે.શાળા કક્ષાએ ઘર કરતાં બાળકોને વધુ પ્રમાણ માં અનુભવો પુરા પાડી શકાય છે.ત્યારે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વધુ ને વધુ અનુભવો મળે એ ખૂબ જ જરૂરી છે.

    👉IMPORTANT PDF

    👫ભાષા cornar pdf 1 downlod

    👫ભાષા cornar pdf 2 downlod

    • ભાષા કોર્નર થી વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા વધુ જીવંત બને છે.પરંતું ભાષા કોર્નેર થી learning process થાય એ હેતુ છે.ભાષા કોર્નેર થી વિદ્યાર્થીઓની ખોજ અને સંસોધન વૃતિ જરૂર વિકસે છે.સાથો સાથ વિદ્યાર્થીઓ ની તર્ક અને ચિંતન ને પણ એટલી છે. ભાષા કોનેરમાં હું શિક્ષક તરીકે શું કરી શકું ? કેવી રીતે જી શકું ? જેવું ચિંતન પણ શિક્ષક એ કરવું જ રહ્યું.

    ભાષા કોર્નરમાં કરાવી શકાય તેવી પ્રવૃત્તિઓ

    👫ભાષા ડીસ્પ્લે બોર્ડ :

    ભાષા ડીસ્પ્લે બોર્ડ પર ચારેય ભાષાને લગતું સાહિત્ય મૂકી શકાય.

    જેમ કે,

    • વિવિધ લેખક અને કવિ પરિચય.
    • ♦ વિવિધ લેખક અને કવિના ફોટોગ્રાફસ.
    • ♦ વિવિધ લેખક અને કવિ દ્વારા નિર્મિત સાહિત્ય.
    • ♦ વિવિધ લેખક અને કવિની જન્મજયંતીની ઊજવણી.
    • 👉અનુલેખન,સુલેખન,શ્રુતલેખન,નિબંધલેખનના બાળકો દ્વારા લખાયેલા સુંદર અને આકર્ષક નમૂના.
    •  👉વિદ્યાર્થી દ્વારા સ્વરચિત કે સંકલિત ભાષા સાહિત્ય.
    • • ભાષા સાહિત્ય જેવું કે લોકગીત,લોકકથા,વાર્તા,ગીત,પ્રેરકપ્રસંગ,વ્યાકરણને લગતા મુદ્દા વગેરે...

    👫વિષયવસ્તુને લગતું સાહિત્ય :

    • ચારેય ભાષાઓમાં ધોરણવાર / વિષયવાર વિદ્યાર્થીઓ પાસે સમાનાર્થી શબ્દ,વિરૂદ્ધાર્થી શબ્દ,શબ્દસમૂહ માટે એક શબ્દ,વ્યાકરણને લગતા અન્ય મુદ્દાનું સાહિત્ય તૈયાર કરાવી શકાય.

    👉ભાષાકીય સંદર્ભ સાહિત્ય તૈયાર કરવું :

    કહેવત સંગ્રહ

    • લોકગીત સંગ્રહ

    લોકકથા સંગ્રહ

    રૂઢીપ્રયોગ સંગ્રહ

    સુવિચાર સંગ્રહ

    જેમ કે,

    • • સ્થાનિક વિસ્તારમાં બોલાતા તળપદી શબ્દોની યાદી કરી તેના માન્ય ભાષાના અર્થ લખવા. ૦ અંગ્રેજીમાં વિવિધ ગીતનું સંકલન.

    વ્યાકરણને લગતા મુદ્દાઓ.

    👉👉મારી પ્રેરણાપોથી (વર્ગવાર બનાવી શકાય ) :

    • મારી પ્રેરણાપોથીમાં બાળકોને જેમાંથી પ્રેરણા મળી હોય તેવી બાબત,જેમ કે સુવિચાર,વાર્તા,પ્રસંગ,પુસ્તક પરિચય નોંધી શકે.જે વિદ્યાર્થી આવી બાબત નોંધે તે સંકલનકર્તા તરીકે પોતાનું નામ લખશે.

    👉👉ભાષાકિવઝ :

    • વિષયવસ્તુને લગતા પ્રશ્નો,વ્યાકરણના મુદ્દાને લગતી કિવઝ ધોરણવાર યોજી શકાય.જેમ કે, સમાનાર્થી શબ્દ કિવઝ...

    |👉👉 પ્રશ્નબેંક :

    • ધોરણવાર ઉત્તરો સહિતની પ્રશ્નબેંક તૈયાર કરાવી કાય.જેમાં વૈકલ્પિક અને ટૂંકજવાબી પ્રશ્નબેંક તૈયાર થઈ શકે.
    • અહીં આપેલ પ્રવૃત્તિઓ એ ભાષાકાર્નર અંતર્ગ9ત કરાવી શકાય તેવી નમૂનારૂપ પ્રવૃત્તિઓ છે.શિક્ષક જે–તે ભાષા અંતર્ગત વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્યો અને ભાષા કર્મ વિકસે તેવી પ્રવૃતિઓ પોતાની સૂઝ–આવડત મુજબ કરાવી શકશે.

    માસ વારઃ પ્રવુતિઓ 


    * ભાષા કોર્નેરમાં વિવિધ કવિ/લેખક કે લોકકથાકાર નો પરિચય થાય તેવું સાહિત્ય નિર્માણ પ્રદર્શિત કરીશ.

    * શાળામાં હિન્દી/અંગ્રજી/અને ગુજરાતી ભાષા વધુ બળવત્તર થાય એ માટે પ્રયત્નશીલ રહીશ.

    * વિદ્યાર્થીઓ ભાષા સાહિત્યના વિવિધ સ્વરૂપો વિષે અવગત થાય એ હેતુ સર સાહિત્યકરો ની મુલાકાત/ચર્ચા સભાનું આયોજન કરીશ.

    ♦ ભાષા કોર્નેર એ વિષયવસ્તુ ઉપરાંત ઈતર સાહિત્ય પૂરું પાડનારું હસે..

    ♦ ભાષા કોર્નેરમાં વિદ્યાર્થીઓ ની વયકક્ષા અનુસાર તેમજ તેમના રસ ને પોષનારું હશે.

    ♦ પ્રાર્થના કાર્યક્રમ માં બધી ભાષાઓ મતલબ ગુજરાતી સાથે હિન્દી,અને અંગ્રેજી માં પણ પ્રાર્થના થાય એવું આયોજન કરીશ.

    👉:

    > પુસ્તક પરિચય /પુસ્તક પ્રદર્શન ,સંદર્ભ પુસ્તકોનો પરિચય

    > દરેક ભાષાના શબ્દકોશ,વેબસાઈટની યાદી.

    - ભાષા વિકાસ કાવ્યોની સી.ડી.

    - બાળનાટકો,બાળકાવ્યો,જોડકણા સંગ્રહ .

    - પેપર કટિંગ સંગ્રહ.

    - સમાનર્થી,વિરુધાર્થી શબ્દોના અંકો.

    - સંસ્કૃત સાહિત્ય.

    - જોડણીકોશ.

    > વિવિધ ભાષા ના સામયિક,મેગેઝીન ( અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી)

    > મહાન લેખકો/કવિનો પરિચય. 

    👫જૂથ ચર્ચા :

    ભાષા કોર્નર અંતર્ગત બાળકો પાસે વિવિધ પ્રવૃત્તિ કરાવવાથી ભાષા ને વધુ વેગ જરૂર મળશે. જેમાં બાળકો ને ભાષા ને લગતા પ્રશ્નો આપી જૂથ કાર્ય કરાવી શકાય અને ત્યારબાદ તેની જૂથવાર ચર્ચા કરાવી શકાય.

    જૂથચર્ચા માં સોલ્યુસન ક્વેચન આપી શકાય જેના લીધેં બાળકોને મુઝવતા પ્રશ્નો નું નિરાકરણ કરી શકાય.

    👫માતૃભાષા દિન ની ઉજવણી :

    • ૨૨ મી ફેબ્રુઆરી ના રોજ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ કરી શકાય જેવી કે વક્તૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા ,ક્વીઝ સ્પર્ધા,ચર્ચા તેમજ કોઈ લેખક કે કવિ ની મલાકાત ગોઠવી શકાય.આ ઉપરાંત ભાષા નો પ્રસાર અને પ્રચાર થાય તેવું આયોજન ગોઠવી શકાય.

    હું આટલું તો કરીશ જ.

    * હું શુદ્ધ ઉચ્ચારણ સાથે જ બોલીશ.

    * હું ભાષા ને વધુ બળવત્તર કરવા વિવિધ ભાષા સામગ્રી બનાવી વિદ્યાર્થી સમક્ષ પ્રદર્શિત કરીશ.

    * ભાષા કોર્નર માં વિદ્યાર્થીઓ માટે ભાષા નું સાહિત્ય પૂરું પાડીશ.

    * શાળામાં આવતા વિવિધ સામયિક નો ઉપયોગ વિદ્યાર્થીઓ કરતાં થાય તેવું આયોજન કરીશ.

    👫નિષ્કર્ષ :

    • વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભાષા પ્રત્યે આત્મીયતા વધશે.
    •  શબ્દ ભંડોળ વધશે.
    • સાહિત્ય પ્રકારો થી પરિચિત થશે.
    •  સર્જનાત્મકતા માં વધારો થશે.
    •  શોધ અને સંસોધનવૃતિ વિકસસે.
    •  ચિંતન અને તર્કવૃતિ વિકસશે.
    •  ભાષાના વિવિધ સ્વરૂપોનો પરિચય થશે. 
    •  લેખન અને મોંખિક અભિવ્યક્તિ નો વિકાસ થશે. વ્યવહારિક જ્ઞાન અને ઉપયોજન વધશે.
    • • અન્ય વિષયો સમજવામાં માર્ગદર્શક બનશે.


    Popular Posts