કોરોના દરમ્યાન મૃત્યુ પામેલ માતા અથવા પિતાની દીકરીને લગ્ને સમયે રૂ.2,00,000/- સહાયની યોજના ||Palak માતા pita yojna gujrat sarkar

 પાલક માતાપિતા યોજના: આ યોજના હેઠળ બાળકને મળશે 3000 રૂપિયાની સહાય; જાણો અરજી કરવાની રીત.

પાલક માતાપિતા યોજના: આ યોજના હેઠળ બાળકને મળશે 3000 રૂપિયાની સહાય:

    ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે અવનવી યોજના લઈને આવે છે. તેમાંની એક યોજના એટ્લે PALAK MATA PITA YOJNA  એટ્લે કે પાલક માતાપિતા યોજના, આ યોજના અંતર્ગત બાળકના માતાપિતાનું અવસાન થયેલ હોય તેવા બાળકો માટે ની આ યોજના છે. આ પાલક માતાપિતા યોજના અંતર્ગત રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આ યોજના ના લાભ તથા અરજી વિશેની માહિતી વિશે.

    યોજનાનું  નામ

    પાલક માતા પિતા યોજના 

    સહાય 

    બાળક ને તેના ખાતા માં દર મહિને ડબ્ટ DBT દ્રારા આપવામાં આવશ

    ઉદેશ 

    ગુજરાત રાજ્ય ના નિરાધાર ,અનાથ ,માતા પિતા વિનાંના બાળકો નો વિકાસ થાય તે .

    લાભ કોને 

    ગુજરાત રાજ્ય ના નિરાધાર અને અનાથ બાળકો ને ,અને આવા તમામ બાળકો 

    રાજ્ય 

    ગુજરાત 

    અરજી કઈ રીતે અને વેબસાઇટ 

    https://esamajkalyan.gujarat.gov .in

    પાલક માતાપિતા યોજના

    ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જે બાળકના માતા-પિતાનું અવસાન થયું છે. તે આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને રૂપિયા 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

    યોજના વિશે

    પાલક માતા પિતા યોજના 2016માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત, ગુજરાતના તમામ અનાથ બાળકો, કે જેમની ઉમર 18 વર્ષ સુધીની છે તેમને આ લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજ કરવું પડશે

    પાલક માતાપિતા યોજના માટેના નિયમો

    ✔ આ યોજના અંતર્ગત જે બાળક કે જેના માતા અને પિતા બંને અવસાન થયું છે અથવા જેના પિતા મૃત્યુ પામ્યા છે અને જેના માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને મહિને રૂપિયા 3000/- ની સહાય પેટે ચુકવવામાં આવે છે.

    ✔ આ પાલક માતા પિતા યોજનાની સહાય DBT થી ચુકવવામાં આવે છે.

     ✔  પાલક માતા-પિતા યોજનામાં 0 થી 18 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવ્યા છે. કે જેમના માતાપિતા હયાત નથી અથવા જેમના પિતાનું અવસાન થયું છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે.

    ✔ આ યોજના પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36000/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહેશે.

    ✔ પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની વયના બાળકોને આંગણવાડીમાં આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત પ્રાથમિક શાળાનું શિક્ષણ આપવાનું રહેશે.

    ✔  બાળકના વાલીએ શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ છે.

    જરૂરી આધાર માટે પુરાવાઓ

    👉જે બાળક અનાથ છે તે બાળક નું

    👉જન્મ પ્રમાણપત્ર

    👉માતા-પિતા ના મરણનું પ્રમાણપત્ર

    👉જો માતા જીવિત છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા કરાયેલા બીજા લગ્ન માટે નું સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતું પ્રમાણપત્ર.

    👉 બાળક ની જે તે શાળા નું બોનોફાઇડ સર્ટિફિકેટ (ચાલુ અભ્યાસનો દાખલો) 

    👉બાળક ના બેન્ક ખાતા ની વિગત (અરજી મંજૂર થયા પછી હુકમ આપવામાં આવશે જેના દ્વારા પાલકમાતા પિતા બાળક સાથે જોઇન્ટ બેન્ક ખાતું ખોલાવી શકશે.)

    👉 પાલક માતાપિતા ની વાર્ષિક આવકનો દાખલો

    👉પાલક માતા પિતાના આધાર કાડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની ઝેરોક્ષ.

    👉 પાલક માતા પિતાના બાળક સાથે નો તાજેતરનો ફોટો.

    👉બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત ઝેરોક્ષ.

    👉 પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત ઝેરોક્ષ.

    👉 પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત ઝેરોક્ષ.

    લાભો

    આ યોજના ની અરજી કર્યા પછી નિરાધાર બાળકો કે સરકાર તરફ થી દર મહિને ૩૦૦૦ રૂપિયા બાળક ને સહાય ના ભાગરુપે મળવાપાત્ર છે.અને આ સહાય બાળક ને 18 વર્ષ ની ઉંમર થાય ત્યા સુધી મળશે.

    વાર્ષિક સહાય

    (પાલક માતા પિતા યોજના) માં બાળક ના પાલન પોષણ તેમજ અભ્યાસ માટે માસિક 3000 રૂપિયા લેખે વાર્ષિક 36000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

    અગત્યની લીંક

    ઓફિશિયલ વેબસાઇટ

    અહિં ક્લીક કરો

    ફોર્મની પીડીએફ

    અહિં ક્લીક કરો

    હોમ પેજ

    અહિં ક્લીક કરો

    whatsapp Group જોઇન કરો

    અહિં ક્લીક કરો

    કોરોના દરમ્યાન મૃત્યુ પામેલ માતા અથવા પિતાની દીકરીને લગ્ને સમયે રૂ.2,00,000/- સહાયની યોજના




    👉નવો ઠરાવ તારીખ 23.6.2023

    પુખ્ત વિચારણાને અંતે નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતા, ગાંધીનગરના વંચાણે લીધા ક્રમાંક (૮) અને (૯) થી કરવામાં આવેલ દરખાસ્તને અનુસંધાને પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ.૨.૦૦ લાખ સહાય આપવા બાબતની વર્ષ ૨૦૨૩-૨૪ માટેની કુલ રૂ.૨૦૦૦ લાખ ખર્ચ કરવાની નીચે જણાવેલ શરતોને આધીન આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

    શરતો:

    (૧) આ યોજના તા.૦૧/૦૪/૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પાડવામાં આવે છે.

    (૨) પાલક માતા-પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી પૈકી તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ કે ત્યાર બાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ ઠરાવથી મળનાર સહાયનો લાભ મળવાપાત્ર થશે.

    (૩) આ યોજનાનો લાભ એક જ વાર મળશે.

    (૪) આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.

    (૫) સહાયની રકમ DBT મારફતે આપવામાં આવશે, આ રકમ લાભાર્થી કન્યાના બેક ખાતામાં DBT મારફતે એક સાથે જમા થશે.

    (૬) આ યોજનાને DBT Portal ઉપર ફરજીયાત નોંધવાની રહેશે.

    (૭) આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે અરજી કરવાની રહેશેજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અરજી મંજુર કરવાની રહેશે.

    (૮) આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાંજ તેમજ અંદાજપત્રિય જોગવાઇની મર્યાદામાં જ સહાય ચુકવવાની રહેશે. કોઇ પણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાકિય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહી તે મુજબનું આયોજન કરવાની તકેદારી નિયામકશ્રી, સમાજ સુરક્ષાએ રાખવાની રહેશે.

    (૯) યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે.

    (૧૦) પારદર્શક પ્રક્રિયા અનુસરી લાભાર્થીની પસંદગી કરવાની રહેશે.

    (૧૧) સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ GeM) પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પધ્ધતિ મુજબની ખરીદી માટેની સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તથા તે મુજબ ખરીદી કરવાની રહેશે. પરંતુ જે વસ્તુઓ GeM Portal પર ઉપલબ્ધ ન હોય એવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૦૧/૧૦/૨૦૧૮ ના ઠરાવ મુજબ ઉદ્યોગ અને ખાણ વિભાગ પાસેથી "ના વાંધા પ્રમાણપત્ર" (No Objection Certificate) મેળવ્યા પછી જ ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ વખતો વખત થયેલ સુધારાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સાધના કીટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે.

    (૧૨) C.M Dash Board સાથે યોજના Link કરવાની રહેશે.

    (૧૩) યોજનાના મોનીટરીંગની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

    (૧૪) Social Audit અને Third party Verification પણ સમયાંતરે કરાવી સરકારશ્રીને રજુ કરવાનું રહેશે.

    (૧૫) કેંદ્ર સહાયિત યોજનામાં ફંડ કેંદ્ર સરકાર ફાળવે તે મુજબ જ યોજનાકીય લાભ લાભાર્થીને આપવાનો રહેશે.

    (૧૬) પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે ૧૮ વર્ષ પૂર્ણ થયેથી લગ્ન બાદ લાભાર્થી દ્વારા મેરેજ સર્ટી સાથે કરવામાં આવેલ સહાય આપવાની અરજીના આધારે રૂ.૨.૦૦ લાખ સહાય આપવામાં આવશે.

    (૧૭) પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે. (૧૮) આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે.

    પાલક માતાપિતા યોજના વિષે પ્રશ્ન 

    Q 1. સહાય કેટલી મળશે ?

    ANS. મહિને 3000 અને વર્ષે 36000 હાજર 

     Q.2. અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે ?

    ANS https://esamajkalyan.gujarat.gov .in/index.aspx

    Q .3સહાય કઈ રીતે ચુકવશે .

    ANS ડાયરેક્ટ બેન્ક માં બાળક ના બેન્ક એકાઉન્ટ માં 



    Popular Posts