રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત રાજ્ય અને મુખ્ય શિક્ષક (HTAT) શૈક્ષિક મહાસંઘ – ગુજરાત એ HTAT મુખ્ય શિક્ષકોની બદલી માટે સરકારે માંગેલ સૂચનો માટેનો ડ્રાફ્ટના મુદા
Htat મુખ્ય ત્રણ મુદા
(1). સંખ્યાના બાધ વગર ધોરણ 1 થી 8 ની તમામ શાળામાં HTAT મુખ્ય શિક્ષકનું મહેકમ ઉભું કરવું.
-સંદર્ભ: RTE 2012 મા પ્રકરણ 4 ની કલમ 17(3)(ખ) અને પ્રકરણ નંબર-2 (5)(3) મુજબ 1 થી 5 મા અને 6 થી 8 માં અલગપણે મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ છે પરંતુ આપને ધોરણ 1 થી 8 ની શાળામાં મુખ્ય ક્ષશિક (HTAT) ની માંગણી કરીએ છીએ.
(2). મુખ્ય શિક્ષક (HTAT) ની કેડર ને વહીવટી કેડર ગણવી
-સંદર્ભ: વર્ષ 2011 ના રીક્રુટમેન્ટ રૂલ્સ અને નામદાર ગુજરાત હાઇકોર્ટના તા-20/10/2022 ચુકાદા મુજબ તા-27/8/2012ના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક :૧૧-૨૦૧૨-૩૧૪૬૬૮-ક મુજબ અમલવારી કરવી એમ સુચન કરવામાં આવેલ છે.
(3). નીચેના ફેરફાર સાથે શિક્ષકોની જેમ માંગણીથી બદલીની જોગવાઈ કરવી
બદલી માટે નિયમો htat
– મુખ્ય શિક્ષક (HTAT) સામે મુખ્ય શિક્ષક (HTAT) અરસ પરસ બદલી, બઢતી કે સીધી ભરતી બાધ વગર – સિનીયોરીટી માટે ખાતામાં દાખલ તારીખ ધ્યાને લેવી. – શિક્ષક તરીકે જીલ્લા ફેર માટે કરેલ અરજી મુખ્ય શિક્ષક (HTAT) માટે તબદિલ કરીએ તારીખથી અસરમાં લેવી – શાળામાં મુખ્ય શિક્ષક (HTAT) શાળાનું માથું છે તો માધ્યમિક શાળાના આચાર્યની જેમ વધ ન પડે તેમ કરવું. (નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ 2019 નો બદલીનો પરિપત્ર રદ કરેલ છે) – તમામ બદલી કેમ્પમાં 100% જગ્યા બતાવવી – ઝડપથી બદલીના નિયમ બનાવી જીલ્લા આંતરિક અને જીલ્લા ફેરના ઓનલાઈન કેમ્પ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કરવામાં આવે – ઉપર મુજબના સૂચનો ધ્યાને લઇ તા-11/05/2023 ના શિક્ષકોના બદલીના નિયમો (વધના બાધ સિવાય) લાગુ કરવામાં આવે
સંદર્ભ: તા-27/8/2012ના શિક્ષણ વિભાગના ઠરાવના મુદ્દા ક્રમાંક-4 મુજબ વિભાગ સામાન્ય વહીવટ વિભાગના તા-25/11/2005 ના ઠરાવ ક્રમાંક ટીઆરએફ -૧૦૯૮/૧૪૩૨/ગ.૨ ને ધ્યાનમાં લેવું એવું નામદાર હાઇકોર્ટ દ્વારા પણ સુચન આપવામાં આવેલ છે.(જેમાં ભાગ-4(3) ધ્યાને લેવું.
ભવિષ્યમાં કરવાની થતી અન્ય પેટા માંગણીઓ
HTAT મુખ્ય શિક્ષક પરામર્શ બેઠકમા નક્કી થયેલ બઢતી બદલી માટેની માંગણીનો ડ્રાફ્ટ
કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી |
નેશનલ એડયુકેશન પોલિસી 2020 | |
અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ | |
બાલા પ્રોજેક્ટ | |
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | |
પાઠ્યપુસ્તક મંડળ | |
રાજ્ય પરીક્ષા બોર્ડ | |
પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ | |
પર્યાવરણ પ્રયોગ શાળા |
- HTAT મુખ્ય ક્ષશિક વર્ગ-3 માં બઢતી માટેની જગ્યાઓ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સંવર્ગમાંથી ભરવા જોગવાઈ કરવામાં આવેલ, પરંતુ અગાઉથી સરકારી સેવામાં ફરજ બજાવતા શિક્ષકને ઉપલી કેડરમાં બઢતીના લાભ સંદર્ભમાં મુખ્ય શિક્ષકની જગ્યાની બઢતીના આધારે પગાર બાંધણી બાબતે (પ્રમોશનના લાભ રૂપે) જે તારીખથી ફરજ સંભાળી લીધી છે, તે નિમણૂકની તારીખથી બઢતી મેળવેલ તમામ કર્મચારીને 1 નોશનલ ઇજાફો આપવામાં આવે.
- 21/01/2021 ના જાહેરનામાથી બઢતીની જગ્યાઓ માટે નિમણૂક. રેશિયોમાં વિસંગતતા છે. જે બઢતીથી 25% અને સીધી ભરતીથી 75% નક્કી કરેલ છે. જે અગાઉથી આ ખાતામાં કામ કરતાં કર્મચારીઓ માટે અન્યાય રૂપ હોઇ આથી અગાઉની જેમ જ બઢતી અને સીધી ભરતીથી 75% -25% (3:1)મુજબ કરવામાં આવે. જેનાથી આ વિભાગમાં કામ કરતા આચાર્યને અને શિક્ષકને બઢતીનો ફાયદો મળી શકે.
- HTAT આચાર્ય કેડરમાં ફરજ બજાવતા તમામ (બઢતી – સીધી ભરતીના) કર્મચારીઓને ( 5 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા) જરૂરી (સેમી ડાયરેકટ) પરીક્ષા પાસ કરીને શિક્ષણ વિભાગની ઉપલી કેળવણી નિરીક્ષણ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અઘીકારીની કેડર માટે મેરીટના ધોરણે બઢતી અને નિમણૂક માટે યોગ્યતા આપવામાં આવે.
- HTAT આચાર્યની ઉપલી કેડરમાં વધારાની અને વિસ્તૃત જવાબદારી ઓ સમાવેશ થયેલી હોય આચાર્ય એલાઉન્સ મંજૂર કરવામાં આવે
- તારીખ 27.8.2012 ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવથી સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી આવેલા મુખ્ય શિક્ષક તરીકે નીમણૂક પામનાર મુખ્ય શિક્ષકોના પગાર અને નોકરીના લાભો વગેરે સેવા તમામ હેતુસર સરકારના 2022ના નવા પરીપત્ર અનુસાર સળંગ નોકરીનો લાભ આપી બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક જેવા તમામ લાભો આપવામાં આવે
- આ ઉપરાંત જે બઢતી મેળવેલ HTAT આચાર્ય સ્વેચ્છાએ પોતાની કેડરમાંથી પ્રાથમિકઅને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકે પરત જવા માંગતા હોય તો તેમને પરત જવા માટેનો અંતિમ વિકલ્પ આપવામાં આવે.
- બઢતી અને સીધી ભરતી થી નિમણૂક મેળવેલ HTATને SI (સ્કુલ ઇન્સ્પેકટર ) ની જેમ પરીક્ષા પાસ કરી BRC વગેરે અન્ય નવી કેડરમાં જવા માટે તક અને વિકલ્પ આપવામાં આવે.
- HTAT આચાર્ય વાળી તમામ શાળાઓમાં તેમજ પગાર કેન્દ્રની તમામ શાળાઓમાં (સંખ્યાના બાધ સિવાય) પ્રવાસી કે હંગામી ધોરણે 1 ક્લાર્ક અથવા કોમ્પ્યુટર ઓપરેટર /શાળા સહાયકની નિમણૂક કરવામાં આવે.
- HTAT મુખ્ય શિક્ષક વર્ગ-3 નોકરી, પગાર, વગેરની સર્વિસ બુકમાં નોંધ, નિયુક્તિ, રજા, ઇજાફા , બદલી , નિવૃત્તિ ,પેન્શન, સેવા, શિસ્ત વગેરે તમામ ને લગતા સામાન્ય નીતિ નિયમો બહાર પાડવામાં આવે જેનાથી સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં એકરાગીતા રહે.
- વર્ષ 1960 પછી બિટ રિવાઈઝ થયેલ નથી તો સત્વરે બિટ રિવાઈઝ કરવામાં આવે.
- સળંગ નોકરી ગણી 10,20,30 ના ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે.
- વર્ષ 2012 થી વહીવટી કેડર મુજબ જ્યાં સુધી શૈક્ષણિક કેડર ગણવામાં આવી ત્યાં સુધીની નોન વેકેશનલની પ્રાપ્ત 30 રજા સર્વિસ બુકમાં જમા કરવામાં આવે.
- HTAT માથી પરત ગયેલા મુખ્ય શિક્ષકોને ઉચ્ચતરના તથા અન્ય મળવા પાત્ર તમામ લાભ આપવામાં આવે.
HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન
MY WEBSITE | |
FECEBOOK |
LETEST EXAM PREPARATION
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છોRead more..
............Read more............
............Read more............