વ્હાલી દીકરી યોજના 2023 ફોર્મ ક્યાં ભરવું? | Vahali Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF

 ભારત સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.





આ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્‍ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા

    Vahali Dikri Yojana 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

    વહાલી દીકરી યોજના ઓફિસિયલ વિડીયો

    https://youtu.be/6DHcs_xWpVs?si=cf-DsLe02wryG2IS

    Gujarat Vahali Dikri Yojana 2023


     મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2023 કાર્યરત છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો  ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.

    Vahli દીકરી yojna 

    નવું જાણો : 
    ChatGPT શું છે? જાણો ગુજરાતી માં :'જનરેટિવ પ્રિ-ટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર્સ'  AI  'ઓપનએઆઈ"ChatGPT

    યોજનાનો હેતુ


            વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.


    1.      દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.

    2.      દીકરીના શિક્ષણને ઉતેજન આપવું અને એમાં વધારો કરવો.

    3.      દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.

    4.      બાળલગ્ન થતા અટકાવવા.
     

    આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
     

    Highlight Point of Vahali Dikari Yojana




    યોજનાનું નામ

    વ્હાલી દીકરી યોજના 2023

    લાભાર્થી

    ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ

    મળવાપાત્ર સહાય

    દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય

    અધિકૃત વેબસાઈટ

    https://wcd.gujarat.gov.in/  

    પાલક માતા પિતા યોજના 

    અહીંયા થી જૂવો 

    વેબસાઈટ 

    વેબસાઈટ અહીંયા થી જૂવો 



    MY WEBSITE

    CLIK HERE

    INSTAGRAM 

    અહીયા થી જોડાઓ 

    FECEBOOK 

    અહીયા થી જોડાઓ 



    લાભાર્થીની પાત્રતા (Vahli Dikri Scheme Eligibility)


    • લાભાર્થીની પાત્રતા (Vahli Dikri Scheme Eligibility)
    • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
    • દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
    • દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
    • માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
    • એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
    • માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
    • બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

    Read More: PM Shri Yojana in Gujarati । પીએમ શ્રી યોજના 2023

     


    મળવાપાત્ર લાભ (Vahli Dikri Yojana Benefits)

     

    Vahli Dikri Yojana Onlin હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.



    સહાયમાં હપ્તા અંગેની વિગત કેટલી અને ક્યારે સહાય મળશે?

    1. પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
    2. બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
    3. છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.  

    Read Moreબાલ જીવન વીમા યોજના (Bal Jeevan Bima Yojana in Gujarati)  Bal Jeevan Bima Yojana 2023: દરરોજ માત્ર ₹6 થી ₹18નું રોકાણ કરો અને ₹1 લાખ જેટલી મોટી રકમ મેળવો

    વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ


            આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.


    1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

    2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

    3. માતા-પિતાના આધારકાર્ડ

    4. માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર

    5. આવકનો દાખલો

    6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

    7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

    8. સ્વ-ઘોષણાનો નમૂનો

    9. અરજદારના રેશનકાર્ડની નકલ.

    10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક


    વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું


            ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે.  જે અન્‍વયે Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે. હવે, એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે. 


    વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

            સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ-ઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે. જેનો નમૂનો ડાઉનલોડની લિંક દ્વારા કરી શકાશે.




                

    Vahali Dikari Yojana Online Application On Digital Gujarat Portal 


    વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.

    Vahali Dikari Yojana Online Application On Digital Gujarat Portal 

    1. સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
    2. જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” પાસે જવાનું રહેશે.
    3. લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરવાની આપવાનું રહેશે.
    4. તમામ ડોક્યુમેન્‍ટ ઓરીજનલ આપવાના રહેશે.
    5. ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્‍ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
    6. ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
    7. છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.
    8. વ્હાલી દીકરી યોજનામાં અરજી કોની પાસે કરાવવી?

    મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના SSO લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.


    વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે? અરજી કરનારની કચેરીનું સરનામું

    ગ્રામ્ય પંચાયત ખાતે

    VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    તાલુકા મામલતદાર ઓપરેટર

    તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે.

    જિલ્લા કક્ષાએ ઓપરેટર

    જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.


    વહાલી દીકરી યોજના 2023 pdf  ક્યાંથી મેળવવું

      કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.


    1. 1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે
    2. 2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મેળવી શકાશે તથા Online Application પણ કરી શકાશે.
    3. 3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.

    Vahali Dikri Yojana Form Download

    Vahali Dikri Yojana Form Download

    Vahli dikri yojna self form DOWNLOD

    Important Links 


    Sabject

    Links

    Official Website

    WCD Gujarat

    Application Form

    Vahli Dikri Yojana Form Download

    Telegram Channel

    Join Our Telegram Channel

    Join Our District Whatsapp Group

    Join Whatsapp Group

    Home Page

    Click Here


    FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

    1. Vahli Dikri Yojana Documents In Gujarati ક્યાં-ક્યાં જરૂરી છે?

    જવાબ: વ્હાલી દીકરી યોજના માટે 1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર, 2. દીકરીનો આધારકાર્ડ,3. માતા-પિતાના આધારકાર્ડ,4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર,5. આવકનો દાખલો,6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા,7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર), 8. સ્વ-ઘોષણાનો નમૂનો,9. અરજદારના રેશનકાર્ડની નકલ.

    2.    વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

    જવાબ: વ્હાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દિકરીના જન્મને વધાવવા, દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબુત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવી છે.

    3. Vahali Dikri Yojana Application Status Check Online કેવી રીતે કરી શકાય?

    જવાબ: વ્હાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટ્સ ચેક કરવા માટે તમારા જીલ્લાની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવાની રહેશે.

    4.    વ્હાલી દીકરી યોજનામાં એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

    જવાબ: દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

    5.    શું Vahali Dikari Yojana Online અરજી કરી શકાશે? 

    જવાબ: હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.

    6. વ્હાલી દિકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

    જવાબ.    આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.

    7.    આ યોજના હેઠળ કેટલો લાભ મળશે છે?

    જવાબ:    દીકરીને કુલ ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) ની સહાય મળવાપાત્ર થાય

    8. વહાલી દીકરી યોજના ફોર્મ PDF ક્યાંથી મળશે?

    જવાબ: આ યોજનાનું નામ ફોર્મ ઓનલાઈન Download કરી શકાય તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મળશે.

    9. વ્હાલી દીકરી યોજના સોગંદનામું આપવાનું હોય છે કે કેમ?

    જવાબ: સરકારશ્રીના નવા ઠરાવ મુજબ હવે આ યોજના માટે સોગંદનામુ આપવાની જરૂર નથી. અરજદારો સ્વ-ઘોષણા પત્ર આપી શકે છે.

    GUJRATEDUAPDET.NET

    Welcome Togujrateduapdet.net  is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !



    Popular Posts