પિતૃત્વ રજા અંગે પત્ર : જાણી લો રજા ના નિયમ //Letter Regarding Paternity Leave : Know Leave Rules
પિતૃત્વ રજા અંગે પત્ર : જાણી લો રજા ના નિયમ //Letter Regarding Paternity Leave : Know Leave Rules
ગુજરાત મુલ્કી સેવા(રજા) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૭૦માં રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓની પિતૃત્વ રજા મંજૂર કરવા બાબતે જરૂરી જોગવાઇ નિયત કરવામાં આવેલ છે. પરંતુ આ નિયમોમાં પિતૃત્વ રજા ક્યારથી મળવાપાત્ર થાય તેમજ કયા સમયગાળા દરમિયાન ભોગવી શકાય તેની સ્પષ્ટતા ન હોવાથી સચિવાલયના વહિવટી વિભાગો દ્વારા આ બાબતે અવારનવાર નાણાં વિભાગને પૃચ્છા કરવામાં આવે છે. આ બાબતે જરૂરી સૂચના પ્રસિધ્ધ કરવાની બાબત વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
- પિતૃત્વ રજાનો લાભ પુરુષ કર્મચારી/અધિકારીને પત્નીની પ્રસૂતિથી ૬ માસ સુધીના સમયગાળામાં મળવાપાત્ર થશે.
- વિશેષ સંજોગોમાં તબીબી પ્રમાણપત્રના આધારે પ્રસૂતિના ૧૫ દિવસ અગાઉ પણ પિતૃત્વ રજાનો લાભ મળવાપાત્ર થશે.
- આમ, આ રજાનો લાભ પ્રસૂતિના ૧૫ દિવસ અગાઉથી શરૂ થઇને પ્રસૂતિના ૬ માસ સુધીની સમયમર્યાદામાં મળવાપાત્ર થશે.
PITRUTAVA RAJA GR
👉રજા બાબત ની સમજ બેસ્ટ આર્ટિકલ અહીંયા થી જુવો
|
પિતૃત્વ રજાનો લાભ કર્મચારી/અધિકારીને નિમણૂંકની તારીખથી મળવાપાત્ર થશે. પિતૃત્વ રજાને સંબંધિત અન્ય જોગવાઇઓ ઉપર વંચાણે લીધેલ (૧) મુજબ યથાવત રહેશે.
Paternity Leave FAQ
- Q 1. પિતૃત્વ ની રજા કેટલી મળે છે ?
- ANS: પિતૃત્વ ની રજા 15 દિવસ ની મળે છે .
- Q2. પિતૃત્વ ની રજા કોને મળે છે .
- ANS:પિતૃત્વ ની રજા તમામ સરકારી , લિમિટેડ કર્મચારી ને મળે છે
READ MORE :
સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.