10- BAG-LESS DAYS- પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે .
10- BAG-LESS DAYS- પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે .
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની જોગવાઈ અન્વયે પ્રિ- વોકેશનલ અંતર્ગત વિદ્યાર્થીઓ કે જેઓ ૬થી૮ ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ માટે ૧૦બેગલેસ ડેની જોગવાઈ કરવામાં આવી છે
10- BAG-LESS DAYS-
- જેનો હેતુ વિદ્યાર્થીઓની જ્ઞાન સમજને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ હસ્તગત કરે તેવો એક પ્રયાસ છે સ્થળ મુલાકાતો અને આ ક્ષેત્રના સફળ વ્યવસાયકારોના પ્રેરક માર્ગદર્શન તેમજ જાતે પ્રવૃત્તિ દ્વારા સમજણ કેળવી અને કૃષિ નાના,મોટા સ્થાનિક ઉદ્યોગો, કળા સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત નવીન ઉપચારો, સ્થનિક ઔધોગિક સંસ્થાઓ સાથે જોડણ તેમજ આયામો સાથે પોતાની આસપાસના વિસ્તારમાં પોતાની ભાવિક કારકિર્દી સંદર્ભે રહેલી તકોની સમજણ તેમજ આ અંગે સ્થળ મુલાકાત અને પ્રવૃત્તિ દ્વારા પોતાની રુચી અને અભિયોગ્યતા મુજબના એક વ્યવસાયિક કૌશલ્ય હસ્તગત કરે તેવો એક પ્રયાસ છે .
10- BAG-LESS DAYS- પ્રવુતિ ઓનું અસરકાર આયોજન
દિવસ |
તારીખ |
પ્રિ -વોકેશનલ એજ્યુકેશન અન્વયે પ્રવુતિઓ |
માર્ગદર્શક શિક્ષક નું નામ |
નોંધ |
1 |
1.-1-24 |
પતંગ બનાવવો, રાષ્ટ્રધ્વજ બનાવવો તથા રાષ્ટ્રધ્વજ રંગપૂરણી કરવી. |
પટેલ અલ્પા એસ |
|
2 |
1.-1-24 |
સ્થાનિક વ્યવસાયકારોની મુલાકત કરવી અને તેના કાર્યમાં વપરાતા ઓજારોની ઓળખ મેળવવી. તથા કાર્ય નિરિક્ષણ અને પરિસંવાદ. |
પટેલ તન્વી એસ |
|
3 |
1.-1-24 |
ભારતીય સાંસ્કૃતિક વારસો તથા ઉત્સવોની ઉજવણી કરવી અને તેના મહાત્મયની સમજ કેળવવા વેશભૂષા થકી જૂથ પ્રમાણે ઉજવણી કરવી જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન ને આવરી ઉત્સવ ઉજવણી કરવી. |
પટેલ ભવ્ય એસ |
|
4 |
1.-1-24 |
જૂથમાં સામૂહિક રસોઇ બનાવવી અને રસોઈ સ્પર્ધાનું આયોજન . |
પટેલ રમેશ એમ |
|
5 |
1.-1-24 |
ખેતરની મુલાકાત જેમાં બાગાયતી તથા રવિ પાકોનું નિરીક્ષણ અને ધરતીના તાત સાથે પરિસંવાદ. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો સાથે મુલાકાત અને પરિસંવાદ |
પટેલ હીર આર |
|
6 |
1.-1-24 |
સામાન્ય જીવન વ્યવહારમાં જરૂરી બાબતોનું જાત અનુકરણ (બટન ટાંકવા, ટાયર પંક્ચર બનાવવા, ગેસ સ્ટવ ચલાવવો, ફ્યુઝ બાંધવો, વિવિધ પ્રકારની ગાંઠ વાળતાં શિખવું) |
પટેલ અમૃત જે |
|
7 |
1.-1-24 |
ગ્રામ પંચાયત મુલાકાત જેમાં સરપંચશ્રી તથા પંચાયત સમિતિ અને કર્મચારીઓ સાથે પરિસંવાદ . ગામની દૂધ મંડળી (ડેરી) ની મુલાકાત તથા પશુપાલન કરનાર પશુપાલકો સાથે સ્થળ મુલાકાત |
પટેલ જ્યંતી બી |
|
8 |
1.-1-24 |
મોકડ્રીલ .. બેંક અને પોસ્ટઓફિસ તથા બસ સ્ટેશન અને ગામના પ્રાચિન સ્થાનોની મુલાકાત |
પટેલ બીરેન કુમાર |
|
9 |
1.-1-24 |
ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત.. આરોગ્ય કર્મચારીઓનું સન્માન અને વાર્તાલાપ ઉપરાંત સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓનું જાત નિરીક્ષણ |
સેમ્પલ સેમ્પલ |
|
10 |
1.-1-24 |
જૂથ પ્રમાણે વેસ્ટ માથી બેસ્ટ અને ઇનોવેશનલ શાળા તથા વર્ગ સુશોભન અને શણગાર કાર્ય. |
આ માત્ર નમૂના રૂપ છે . |
|
પ્રિ-વોકેશનલના હેતુઃ
- ✅ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ધોરણ-૬ના વિધાર્થીઓના જ્ઞાનનુ કોશલ્યો સાથેનુ પ્રવૃતિઓ દવારા જોડાણ
- ✅ સ્થાનિક જીવનકલાઓ અને વ્યવસાયકારો તેમજ લઘુ ઉધોગને પ્રોત્સાહિત કરવા.
- ✅શાળાના શિક્ષકો દવારા અધ્યયન વિષયોના એકમોને વિધાર્થીના જ્ઞાન,સમજ,ઉપયોગ દવારા કોશલ્યો વિકાસ કરવો.
- ✅ વિધાર્થીઓની સામાજિક અને વ્યવસાયિક સજજતાને પ્રોત્સાહિત કરવા.
- .✅ વિદ્યાર્થીઓમાં કોઇ એક કૌશલ્ય હસ્તગત થાય તેમાટે પ્રયાસ કરવો ( માટી કળા, ચિત્ર, પપેટ , ખાધ સમગ્રીની બનાવટ.
- ✅ખેતી, કાપડ વણાટ, કટિંગ ટેલરિંગ, મિકેનિકલ કામ,રેટેઇલ, આઇટી, મેનેજમેંટ, બેંક, પોસ્ટની કામગિરી, સ્થનિક કુમ્બર, સુથાર, લુહાર, કાછીયો જેવા વ્યવસાયોની તજજ્ઞો દ્વારા સમજ )
પ્રિ-વોકેશનલની પ્રવૃતિની સમજ:
ભારતીય રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સુચવ્યા મુજબ ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ એટલે કે ધો-૬ થી ૮માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને પોતાના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન અને ભાષા જેવા વિષયો સાથે પ્રિ-વોકેશનલ એજયુકેશન ઇન્ટ્રીગેશન (જોડાણ) ૨ આ પ્રવૃતિની શરૂઆત ૧૦-બેંગલેશ દિવસ તરીકે કરવાની રહેશે.
આ પ્રવૃતિ શાળાના શિક્ષકો દવારાજ કરવાની થાય છે જે સ્થાનિક ઉધોસાસિકો,વ્યવસાયકારોને બોલાવી સ્થાનિક મુલાકાત દવારા વિધાર્થીઓનેઅવલોકતર્કશકિત,માપન,ચિત્ર,કલા,મેનેજમેન્ટ જેવા વિષયો સાથે જોડાણ કરવાનું છે.
આ પ્રવૃત્તિ માટે શાળા પ્રિન્સીપાલશ્રી એ પ્રથમ અથવા બીજા શૈક્ષણીક સત્રની શરૂઆતમાં જુદા જુદા અભ્યાસ વિષયોના સમયપત્રકમાં સામેલ કરવાનું થાય છે.
પ્રિ-વોકેશનલ પ્રવૃતિએ ધો- ૬ થી ૮ના વિધાર્થીઓના અભ્યાસક્ર્મ સાથે જ ચલાવવાની પ્રવૃતિ છે.જેમાં અભ્યાસ વિષયના વર્ગકાર્ય સાથે જોડાણ કરી જીવંત અનુભવો પુરા પાડવાના થાય છે.
શિક્ષકે/પ્રિન્સીપાલે પોતાની આસપાસના વિસ્તારમાં ચાલતી શૈક્ષણિક,ટેકનીકલ કૃષિ,આઇટી,આરોગ્ય અને અન્ય ક્ષેત્રોની સંસ્થાઓ,ઉધોગો,વ્યવસાયો,તેમજ નાના લઘુ ઉધોગો,સ્વ-સહાયજુથોની વિગતો એકત્ર કરી પોતાના વિસ્તાર અને સ્થાનિક પરિસિથતિને અનુરુપ અભ્યાસ સાથે સુસંગત હોય તેવા વિષયોની યાદી અને સમયપત્રક તૈયાર કરવાનુ રહેશે.
10- BAG-LESS DAYS-વર્ષ-૨૦૨૩-૨૪
પ્રાયોગિક ધોરણે ૪૫૦૦ શાળાઓમાં પ્રિ-વોકેશનલ એકટીવીટી શરૂ કરતા હોય તે ધો-૮માં આ પ્રવૃતિ કરાવવાની રહેશે. આ એક્ટીવીટીમાટે દરેક શાળાને એકાઉન્ટ મારફત રાજય કચેરી દવારા નિયત ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેમાંથી
- ૧ તજ્જ્ઞોનુ માંદવેતન,ટી.એ. (સમગ્ર શિક્ષાના તાલિમના અન્ય તજજ્ઞો મુજબ)
- ૨ વિધાર્થીઓનું સ્થળમુલાકાત પરીવહન
- ૩ નિભાવવા માટે જરુરી રેકર્ડ અને રો-મટેરીયલ
- ૪ વિધાર્થીઓની પુરી પાડવાની સામગ્રી TM,FGYનો ખર્ચ કરી શકાશે.
- ૫ પ્રિ-વોકેશનલ માટે જરુરી તાલીમ,મીટીંગ,અને ગાઇડ-લાઇન માટે જે પણ રો-મટેરીયલનો ખર્ચ થાય તે મંજુર બજેટની મર્યાદામાં થઇ શક્શે.
- ૬ શાળામાં પ્રિ-વોકેશનલ એકટીવીટી જુથમાં વધુમાંવધુ (તમામ) વિધાર્થીઓ સહભાગી થાય
શાળાના તમામ શિક્ષકોએ પણ પોતાના અભ્યાસક્રમ અને વર્ગવ્યવહારની પ્રવૃતિમાં પણ પ્રિ-વોકેશનલ એટલે કે
- ૧ઔધોગિક મુલાકાત
- ૨ શૈક્ષણિક પ્રવાસ
- ૩ સ્થાનિક ઉદ્યોગ સાહસિકો
- ૪ આઇ.ટી.આઇ.યુનિવાર્સિટી જેવી અનેક સંસ્થાઓની મુલાકાત દવારા વિધાર્થીઓને કાર્ય-જગત સાથે જોડવા પડે.
- ૫ વિધાર્થીઓને પ્રોજેક્ટ વર્ક દવારા જૂથ કાર્ય કરાવી વિજ્ઞાન,ગણિત પ્રદર્શન સંગીત,ચિત્ર,વકતૃત્વ,લેખનદવારા
આ જુઓ:- તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારતોષિક અંગેના પરિપત્રો form 2024-25
આયોજન ફાઈલ શાળા પ્રવેશોત્સવ 2024 | Shala Praveshotsav 2024
💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો