એડયુકેશન ન્યૂઝ :: રજૂઆત તારીખ 4.7.2024

 એડયુકેશન ન્યૂઝ :: રજૂઆત  તારીખ 4.7.2024


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલ વિવિધ રજૂઆતો


આંદોલનના 15 દિવસમાં શિક્ષકોની ભરતીનો બીજો નિર્ણય:* રાજ્ય સરકાર 17200 શિક્ષકોની ભરતી કરશે, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય 

https://divya.bhaskar.com/SN83mjZxVKb

પ્રેસ 

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી

-----------શૈક્ષણિક વર્ષ: 2024-25માં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડરને આખરી ઓપ અપાયો*


મેરીટ ગણતરી _ ભરતી 








Photo એક્યુરેટ એકેડમી 

આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી થશે 

TET-1 અને TET-2 પાસ સહિતના યુવાઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો ઉદ્દાત અભિગમ

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કરી વિસ્તૃત જાહેરાત

-----------

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.

પ્રવક્તા મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

  આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

પ્રમાણપત્ર અવધિ 

પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમને વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

-----------

બદલી કેમ્પ બાબત રજૂઆત 



 HTAT બદલીના નિયમો બહાર પાડવા

(૨) ૩૦ જૂનના રોજ નિવૃત્ત થતાં શિક્ષકોને એક કાલ્પનિક ઇજાફો મંજૂર કરી પેન્શન મંજૂર કરવા

(૩) સમાધાન મુજબ ૧/૪/૨૦૦૫ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા પરિપત્ર કરવા

(૪) CRC / BRC ના રાજીનામા મંજૂર કરવા




આંદોલન યથાવત્

Gandhinagar News: શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ ગાંધીનગરમાં આંદોલન યથાવત્ | VTV Gujarati - YouTube
https://www.youtube.com/watch?v=r6vLznE7KHg
શાળામાં પાંગરી પ્રેમ કહાની, પોતાના મંગેતરને ભૂલી સંગીતના શિક્ષક સાથે રફુચક્કર થઈ શિક્ષિકા
https://www.gujaratfirst.com/read/gujarat-read/love-story-in-school-bharuch-teacher-forgets-her-fiance-and-flirts-with-music-teacher/

જોબ ન્યૂઝ 

Related post new job :: આ પણ વાંચો : 💥

GSSSB Recruitment 2024 for 502 Vacancy

💥DHS Narmada Recruitment for Various Posts 2024

💥IBPS RRB Recruitment 2024: ગ્રામીણ બેંકો ની ભરતી અહીંયા થી જૂવો 

💥ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી

:💥:India Post Department Bharti: 10 પાસ પર મોટી ભરતી અરજી કરવા અહીં ક્લિક કરો

💥NHM Dang Recruitment 2024 @arogyasathi.gujarat.gov.in

💥GSRTC હિંમતનગર ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હિંમતનગરમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 02 જુલાઈ 2024

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Attension :- ऐसे ही योजना, सरकारी नोकरी,क्रिकेट की खबरे, टेक्नोलॉजी की जानकारी हम आपतक सबसे पहले अपने इस Website के माध्यम से पहुँचाते रहेंगे , तो आप हमारे https://www.letestjob.com/Website को फॉलो करना ना भूलें ।

अगर आपको यह पोस्ट पसंद आया है तो इसे Share जरूर करें ।

इस पोस्ट को अंत तक पढ़ने के लिए धन्यवाद,,,

Popular Posts