પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ
પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ
રચનાત્મક મૂલ્યાંકન શું છે?
- રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
- + રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
- + આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
- + આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
- + અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
- + સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.
રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા
અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
- • વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
- • કયા સ્તર સુધી પહોંચ્યા છે?
- • ક્યાં કચાશ રહી ગઈ છે?
- • કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
- • કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.
રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.
GCEART ની બાળવાટિકા થી ધોરણ 8 ની અધ્યન નિષ્પત્તિ
➡️ https://gcert.gujarat.gov.in/gcert/PreviewPage.aspx?id=477
- • શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
- • વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
- • હાજરી-ગેરહાજરી અંગવિચારે,
- • સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
- • આચાર્યનો સહયોગ સાથે,
- • વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
- • વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
- • પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.
રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા
- ° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
- ° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
- ° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
- ° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
- ° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
- ° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
- ° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
- ° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
- ° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
- ° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
- ° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
- ° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
- ° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.
રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?
શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.
વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ
- • એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
- • નકશા વાંચન અને સમય રેખા દોરવી.
- • ચિત્ર ઓળખો.
- • યાદી બનાવવી કે ફકરો લખવો.
- • મૌખિક કસોટીઓ.
- • વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
- • ક્વીઝ
- • સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
- • વર્ગીકરણ
- • પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
- • વર્ગકાર્ય
- • સ્વ-અધ્યનકાર્ય
- • અવલોકન
- • રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
- • પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
- • વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
- • ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
- • પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
- • ખંડિત વાર્તા
ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A. ( Download)
2024_2025
➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( DOWNLOD)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( DOWNLOD)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( DOWNLOD)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( DOWNLOD)