BHU AADHAR ULPIN: હવે જમીનનું પણ આધારકાર્ડ કઢાવવું પડશે, જો નહીં કઢાવો તો…

BHU AADHAR ULPIN: હવે જમીનનું પણ આધારકાર્ડ કઢાવવું પડશે, જો નહીં કઢાવો તો…

BHU AADHAR ULPIN : લો બોલો અત્યાર સુધી આપણું આધાર કાર્ડ કાઢવું અને તેમાં સુધારા કરવા વગેરે માં લોચા થતા હતા ત્યાં તો જમીનનું આધાર કાર્ડ કાઢવાનું પણ આવી ગયું. જી હા હવે આપણે આપણી જમીન કે પ્રોપર્ટીનું પણ આધાર કાર્ડ કઢાવવું પડશે.

શું છે આ જમીનનું આધારકાર્ડ વ્યવસ્થા

  • 2024 ના બજેટમાં ઘોષણા થઈ કે જમીનના રેકોર્ડ પણ ઓનલાઇન થાય તેના માટે જમીનના આધારકાર્ડ ની વ્યવસ્થા કરવી જોઈએ આ જમીનનું આધાર કાર્ડ “BHU AADHAR ULPIN” નામે ઓળખાશે. જેવી રીતે આપણા આધાર કાર્ડ માં 14 આંકડા નો અંક હોય છે તેવી જ રીતે આ “BHU AADHAR ULPIN” માં પણ 14 આંકડા નો અંક હશે અને તેમાં જે તે વ્યક્તિના જમીનની માહિતી હશે.
  • 2024 ના બજેટની ઘોષણા દરમિયાન જણાવવામાં આવ્યું કે આગામી ત્રણ વર્ષ સુધીમાં જમીનના રેકર્ડને ઓનલાઇન લાવવાનો લક્ષ્ય છે આ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નાણાકીય સહાય પણ કરશે જેથી રાજ્ય સરકાર આ કાર્ય ખૂબ ઝડપથી કરી શકે.

કેવી રીતે ડેટા લેવામાં આવશે

  • ગ્રામ્ય વિસ્તાર માટે : ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમ જે તે જમીન કે પ્લોટની જીપીએસ ટેકનોલોજીની મદદથી માપણી કરવામાં આવશે અને ત્યારબાદ ભૌતિક રીતે જમીન કે પ્લોટની માપણી કરવામાં આવશે ત્યારબાદ બંને ડેટા મેચ કરી જમીન કે પ્લોટના માલિકની માહિતી તેમજ જમીનની જરૂરી માહિતી લઈ 14 આંકડાનો યુનિક નંબર જનરેટ કરવામાં આવશે.
  • શહેરી વિસ્તાર માટે : શહેરી વિસ્તારમાં જમીન કે પ્લોટની માપણી માટે જીઆઇએસ મેપિંગ વડે કરવામાં આવશે. .
  • આ જમીન કે પ્લોટના ડેટા તમે 14 આંકડાના BHU AADHAR ULPIN દ્વારા મેળવી શકાશે જેવી રીતે આપણો સામાન્ય ડેટા આપણા આધારકાર્ડની મદદથી મેળવીએ છીએ.

read more ::: 

paise-thi-paisa-magical-formula  પૈસાથી પૈસા બનાવાનો જાદુઈ ફોર્મ્યુલા: 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવાની ચાવી

ભુ આધાર યુએલપીન ના ફાયદા

  • BHU AADHAR ULPIN દ્વારા જમીન કે પ્લોટનો બધો ડેટા ડિજિટલાઈઝ હોવાથી બધો ડેટા એકદમ ચોક્કસ હોવાથી જમીનને લઈને ઝઘડા નહીં થાય.
  • જમીનને લગતી યોજનાઓની પ્રક્રિયા ખૂબ સરળ થઈ જશે.
  • કૃષિ લોન મેળવવામાં વધારે ઝંઝટ નહીં કરવી પડે

તો મિત્રો જમીનના આધારકાર્ડ ને લઈને તમારા શું વિચાર છે શું BHU AADHAR ULPIN આવવાથી સામાન્ય પ્રજાજનો ને ફાયદો થશે કે કોઈ નુકશાન થવાની સંભાવના પણ છે, તમે તમારા વિચાર કૉમેન્ટ કરી જણાવી શકો છો.

read more :: 

ઓટો Maruti Suzuki Ignis Radiance Edition:મારુતિ સુઝુકીની આ કારનું નવું એડિશન લોન્ચ થયું, દમદાર માઇલેજની સાથે તેની કિંમત માત્ર આટલી 

મારા વિશે જાણો... 

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Popular Posts