OnePlus Nord 4 100 W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા સાથે લોન્ચ, જાણો કિંમત
OnePlus Nord 4 100 W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા સાથે લોન્ચ, જાણો કિંમત
OnePlus કંપનીએ પોતાની સમર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ઘણા નવા ડિવાઈસ લોન્ચ કર્યા છે. આ લિસ્ટમાં OnePlus Nord 4, OnePlus Pad 2, OnePlus Buds 3 Pro અને OnePlus Watch 2R સામેલ છે. OnePlus Nord 4ની વાત કરીએ તો આ ફોનમાં 6.74 ઈંચની OLED ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોન Snapdragon 7+ Gen 3 પ્રોસેસરથી સજ્જ છે. જેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે. આ ફોનમાં 5,500 mAhની બેટરી મળે છે, જે 100 Wના ફાસ્ટ ચાર્જિંગની સપોર્ટ કરે છે.
OnePlus Nord 4 ની કિંમત
- કંપનીએ ભારતમાં OnePlus Nord 4ને 29,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો છે. આ કિંમત ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની છે. આ ઉપરાંત ફોનનું એક 8 જીબી રેમ અને 256 જીબી વેરિયંટ પણ છે, જે 32,999 રૂપિયાનું છે. તો ટોપ વેરિયંટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજનું છે, જેની કિંમત કંપનીએ 35,999 રૂપિયા રાખી છે.
6000mAh ബാറ്ററി, 12GB റാം, 256GB സ്റ്റോറേജ്... Tecno Pova 6 Pro 5G എത്തി
6000mAh ബാറ്ററി, 12GB റാം, 256GB സ്റ്റോറേജ്... Tecno Pova 6 Pro 5G എത്തി
આ ફોનના પ્રિ ઓર્ડર 20 જુલાઈથી શરૂ થવાના છે, જે 30 જુલાઈ સુધી ચાલશે. સાથે જ તેનું પહેલું સેલ 2 ઓગસ્ટથી શરૂ થશે. લોન્ચ ઓફરની વાત કરીએ તો ICICI બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર આ ફોનના બધા જ વેરિયંટ અનુક્રમે 27,999, 29,999, 32,999 રૂપિયામાં ખરીદી શકાશે. એટલે કે દરેક વેરિયંટ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
OnePlus Nord 4ના સ્પેસિફિકેશન્સ
OnePlus Nord 4ના ફીચર્સની વાત કરીએ તો આગળ જણાવ્યું તે પ્રમાણે તેમાં 6.74 ઈંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. આ ડિસ્પ્લે 2,150 nitsની મેક્સિમમ બ્રાઈટનેસ આપે છે. આ ફોન Snapdragon 7+ Gen 3 પ્રોસેસરથી સજ્જ છે, જેની સાથે 8 જીબી અને 12 જીબી રેમ મળે છે. આ ઉપરાંત મેક્સિમમ સ્ટોરેજ સુવિધા 256 જીબી સુધીની આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ફોનમાં 4 વર્ષ સુધી એન્ડ્રોઈડ ઓએસની અપડેટ મળથી રહેશે.
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ સેટઅપમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની બેટરી 5,500 mAhની છે.
💥8 GB RAM વાળા ફોન ખરીદો 10,000 કરતા ઓછી કિંમતે, એમેઝોન પર છે ઓફર
💥Mobile Sahay Yojana 2024: મોબાઇલ ની ખરીદી પર 6000 રૂપિયાની સહાય, અત્યારે જ અરજી કરો
💥July મહિનામાં 20 થી વધારે સ્માર્ટફોન્સ થયાં લોન્ચ, લિસ્ટ પર કરી લો નજર
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |