PM internship yojana: દર મહિને ₹5000 વિદ્યાર્થીઓના ખાતામાં, બજેટ 2024-25 માં જાહેર થઈ આ નવી યોજના
PM internship yojana: દર મહિને ₹5000 વિદ્યાર્થીઓના ખાતામાં, બજેટ 2024-25 માં જાહેર થઈ આ નવી યોજના
pm internship yojana : મોદી સરકાર 3.0 દ્વારા 23/07/2024 ના રોજ ભારત દેશના નાણાંમંત્રી નિર્મળા સીતારામન એ કેન્દ્રીય બજેટ જાહેર કર્યું, આ બજેટમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લાભ માટે વાત કરવામાં આવી હતી જેના વિશે હું આજે તમને જણાવીશ.
બજેટમાં વિદ્યાર્થીઓ માટે નવી યોજનાની જાહેરાત થઈ
- 23/07/2024 ના રોજ ભારત દેશના નાણાંમંત્રી નિર્મળા સીતારામન દ્વારા જાહેર થયેલ બજેટમાં વિદ્યાર્થીઓ માટે નવી યોજના વિશે વાત થઈ આ યોજનાનું નામ છે, pm internship yojana. આ બજેટમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે pm internship yojana માટે ₹1.48 લાખ રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યું છે. એટલી મોટી રકમ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે મતલબ વિદ્યાર્થીઓના હિતમા ઘણા નિર્ણયો લેવામાં આવશે.
- આ યોજના દ્વારા ઇન્ટર્શિપ કરતા વિદ્યાર્થીઓને ભારતની ટોચની 500 કંપનીમાં ઇન્ટર્શિપ કરવાનો ચાન્સ આપવામાં આવશે, ભારત સરકારે આગામી 5 વર્ષમાં 1 કરોડ વિદ્યાર્થીઓને આ યોજના દ્વારા ઇન્ટર્શિપ આપવાનો લક્ષ્ય રાખ્યો છે.
PM Internship Yojana
- પ્રધાનમંત્રી ઇન્ટર્શિપ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતના દરેક યુવા યોગ્ય તાલીમ લઈ પોતાની કુશળતામાં અને કૌશલ્યમાં વધારો કરે અને પોતાનું ભવિષ્ય ઊજળું બનાવે આ માટે કેન્દ્ર સરકાર કોલેજમાં અભ્યાસ કરતા યુવાઓને દર મહિને ₹5000 આપવામાં આવશે.
આ યોજનાના ફાયદા
- પ્રધાનમંત્રી ઇન્ટર્શિપ યોજનાની ખાસ આ યોજના દ્વારા ઇન્ટર્શિપ કરતા વિદ્યાર્થીને દર મહિને ₹5000 આપવામાં આવશે. આ ઉપરાંત આવા વિદ્યાર્થીઓને એક વખત વધારાના ₹6000 પણ મળશે.
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે
- આ યોજનાનો લાભ ફક્ત ભારતના વિદ્યાર્થીઓને જ મળશે.
- 21 થી 24 વર્ષના યુવાનો જ આ યોજનાનો લાભ મેળવી શકાશે.
- આ ઉપરાંત આ યોજનાના લાભ માટે અમુક ચોક્કસ કોર્સ નક્કી કરવામાં આવશે તે કોર્સ હેઠળ ઇન્ટર્શિપ કરનાર વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
કેવી રીતે આવેદન કરવું
- pm internship yojana ની ફક્ત જાહેરાત કરવામાં આવી છે હજુ અમલમાં નથી મુકાઈ, પ્રધાનમંત્રી ઇન્ટર્શિપ યોજના અમલ માં મૂકતા પહેલા આ યોજના માટે સરકારી વેબસાઈટ જાહેર કરવામાં આવશે તેમજ આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, નિયમો તેમજ શરતો અને કઈ કંપનીમાં ઇન્ટર્શિપ વગેરે બાબતો નક્કી કરવામાં આવશે.
OJAS Bharti 2024: દરેક સરકારી ભરતી માટેનું એક પોર્ટલ, જુઓ કઈ રીતે રજિસ્ટર કરશો | |||||||||
dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2024 gujrat eduapdetnet. | |||||||||
PPF Account Online: ઘરે બેઠા પીપીએફ ખાતું ખોલો અને મેળવો લાખો રૂપિયાનું બમ્પર વ્યાજ | |||||||||
અમારા ગ્રુપમાં જોડાઓ what up ક્લિક
|