વિમેન્સ એશિયા કપની ફાઇનલમાં આજે ટકરાશે ભારત v/s શ્રીલંકા

 વિમેન્સ એશિયા કપની ફાઇનલમાં આજે ટકરાશે ભારત v/s શ્રીલંકા

ટ્રોફી સાથે બન્ને ટીમની કૅપ્ટન

સાત વાર વિમેન્સ એશિયા કપ જીતનાર ભારત સામે પહેલી વાર ટાઇટલ જીતવા ઊતરશે શ્રીલંકન ટીમ : આ ટુર્નામેન્ટમાં શ્રીલંકન ટીમ સામે ક્યારેય નથી હારી ભારતીય ટીમ

  • શ્રીલંકાના દામ્બુલામાં રંગીરી દામ્બુલા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે બપોરે ત્રણ વાગ્યાથી વિમેન્સ એશિયા કપ 2024ની ધમાકેદાર ફાઇનલ મૅચ રમાશે. ભારત અને શ્રીલંકાની ટીમ આ ટુર્નામેન્ટમાં છઠ્ઠી વાર ફાઇનલ મૅચ રમશે. ગયા વર્ષે જ ભારતીય ટીમ શ્રીલંકાને ૮ વિકેટે હરાવીને સાતમી વાર એશિયા કપ ચૅમ્પિયન બની હતી. ભારતીય ટીમ બંગલાદેશને અને યજમાન ટીમ શ્રીલંકા પાકિસ્તાનને હરાવીને અહીં સુધી પહોંચી છે.
  • આ ટુર્નામેન્ટમાં ભારતીય ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા ૯ વિકેટ સાથે ટૉપ વિકેટ-ટેકર છે અને શ્રીલંકન કૅપ્ટન ચમરી અટાપટ્ટુ ૨૪૩ રન સાથે ટૉપ રન-સ્કોરર છે. ભારતીય ઓપનર શફાલી વર્મા (૧૮૪ રન) મોટી ઇનિંગ્સ રમીને નંબર-વન બૅટર બનવાનો પ્રયત્ન જરૂરથી કરશે. બન્ને ટીમ આ ટુર્નામેન્ટમાં અનબીટેબલ રહી છે. શ્રીલંકન ટીમ પહેલી વાર અને ભારતીય ટીમ રેકૉર્ડ આઠમી વાર આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બનવા ઊતરશે.

શ્રીલંકા વુમન્સે ઈતિહાસ રચ્યો

24 વર્ષમાં પહેલો એશિયા કપ જીત્યો, 7 વખત ચેમ્પિયન રહેલા ભારતને હરાવ્યું; હર્ષિતા-અટાપટ્ટુની ફિફ્ટી 

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ : ૨૪

ભારત જીત્યું : ૧૯

શ્રીલંકા જીત્યું : ૦૪

નો રિઝલ્ટ : ૦૧

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

  • સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ/યસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ

સ્કોર બોર્ડ જૂવો 


મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ