તમને પણ મળી શકે છે દર મહિને 5000 નું પેંશન? જાણો કઈ રીતે

તમને પણ મળી શકે છે દર મહિને 5000 નું પેંશન? જાણો કઈ રીતે 



Atal Pension Yojana: આપણા દેશમાં ઘણી એવી યોજનાઓ ચાલી રહી છે જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે. પછી ભલે તમે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હોવ કે શહેરી વિસ્તારોમાં.

દર મહિને 5 હજારનું પેન્શન

Atal Pension Yojana: આપણા દેશમાં ઘણી એવી યોજનાઓ ચાલી રહી છે જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે. પછી ભલે તમે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હોવ કે શહેરી વિસ્તારોમાં. જો તમે કોઈપણ યોજના માટે પાત્ર છો તો તમે તે યોજનામાં અરજી કરીને પણ લાભ મેળવી શકો છો. સરકાર પણ વિવિધ પ્રકારના પ્રચાર કરીને લોકોને યોજનાઓ સાથે જોડવાનું કામ કરે છે. આ ક્રમમાં એક યોજના છે પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના જે અંતર્ગત તમને પેન્શન આપવામાં આવે છે. જો તમે પણ પેન્શન મેળવવા માંગો છો તો તમે આ યોજનામાં જોડાઈ શકો છો. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ...

આ ડોક્યુમેન્ટની પડે છે જરૂર

  • જ્યારે તમે અટલ પેન્શન યોજના માટે અરજી કરો છો, ત્યારે તમારા બેંક એકાઉન્ટ સાથે કેટલાક ડોક્યુમેન્ટ લિંક કરવા જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને પાન કાર્ડ સામેલ છે. જો આ ડોક્યુમેન્ટ અપડેટ ન થયા હોય તો તમારે તેને અપડેટ કરાવવા પડશે.

શું છે આ સ્કીમ?

  • વાસ્તવમાં, અટલ પેન્શન યોજના અંતર્ગત તમારે દર મહિને પહેલા રોકાણ કરવું પડશે અને 60 વર્ષ પછી તમને દર મહિને 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. તમે આ યોજના માટે 18-40 વર્ષની વય વચ્ચે અરજી કરી શકો છો.
  • તમે તેને આ રીતે સમજી શકો છો - જો તમારી ઉંમર 18 વર્ષની છે તો તમારે આ સ્કીમમાં દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આવું તમારે 60 વર્ષની ઉંમર સુધી આ કરવાનું રહેશે. પછી 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 5,000 રૂપિયા પેન્શન મળે છે.

યોજનાથી આ રીતે જોડાઈ શકો છો 

જો તમે પણ અટલ પેન્શન યોજના હેઠળ વૃદ્ધાવસ્થામાં દર મહિને પેન્શન મેળવવા માંગો છો, તો તમારે આ માટે તમારી બેંકની બ્રાન્ચમાં જવું પડશે. તમે અહીં જઈને સંબંધિત અધિકારીને મળીને તમારી અરજી કરી શકો છો અને યોજનામાં અરજી કર્યા પછી તમને તમારા મોબાઈલ પર મેસેજ દ્વારા માહિતી પ્રાપ્ત થશે.

અટલ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો

💥- સરનામાનો પુરાવો

💥- આવક પ્રમાણપત્ર

💥- પાન કાર્ડ

💥- આધાર કાર્ડ

💥- ઉંમર પ્રમાણપત્ર

💥- પાસપોર્ટ સાઇઝનો ફોટો

💥- મોબાઇલ નંબર

💥- બેંક પાસબુક વગેરે

અટલ પેન્શન યોજના માટેની પાત્રતા

👉- આ યોજના હેઠળ અરજદાર પાસે ભારતીય નાગરિકત્વ હોવું આવશ્યક છે.

👉- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ.

👉- આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે આપ સૌ પાત્ર હશો જ્યારે તમારી ઉંમર 60 વર્ષથી વધુ થઈ જશે.

👉- અરજદારોએ આ યોજના હેઠળ 20 વર્ષ માટે યોગદાન આપવું પડશે.

👉- તમારા માટે તમારું પોતાનું બેંક ખાતું હોવું પણ મહત્વપૂર્ણ છે.

બદલી કેમ્પ સ્ટે 

તાલુકા ફેરમાં 50% એક તરફી અને 50% અગ્રતાનો લાભ આપવો જોઈએ એવી માંગણી છે.pdf 




Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More:

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ

GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી


Popular Posts