હવામાન વિભાગની આગાહી કરી લો બે દિવસ વિરામ આ તારીખથી ફરી મેઘો બોલાવશે ગુજરાતના આ જિલ્લાઓમાં ધડબડાટી

 


હવામાન વિભાગની આગાહી કરી લો બે દિવસ વિરામ આ તારીખથી ફરી મેઘો બોલાવશે ગુજરાતના આ જિલ્લાઓમાં ધડબડાટી

ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ ઓછો થયો હતો, પરંતુ જુલાઈ મહિનામાં જોરદાર વરસાદ પડ્યો છે. જેના કારણે જૂન મહિનાની વરસાદની ઘટ પુરી થઇ છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદની જરુર છે. આવામાં આગામી ઓગસ્ટ મહિનાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

તેમણે જણાવ્યું કે, 2 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે. જેથી 2થી 3 ઓગસ્ટે હવામાનમાં પલટો આવી શકે છે અને 3થી 4 ઓગસ્ટે ઉત્તર ભારતમાં વરસાદ થશે. જેની અસરના કારણે ગુજરાતનું હવામાન પલટાશે.6 અને 7 ઓગસ્ટે બીજી સિસ્ટમ બનતા મધ્ય પ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અમુક ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેશે. 10થી 12 ઓગસ્ટે ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

14થી 16 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 16થી 18 ઓગસ્ટે સૌરાષ્ટ્ના સહિત ઘણા ભાગોમાં વરસાદ થશે. 19થી 22 ઓગસ્ટે વરસાદી ઝાપટા પડશે. 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડશે. 30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરે ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. 17 ઓગસ્ટથી સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા વરસાદની શક્યતા રહેશે. મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ ગણાય છે.

31 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે.

 1 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

  • 2 ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ



Popular Posts