રક્ષાબંધન સાથે જોડાયેલ ભારત ની સત્ય ઘટના ઓ /પ્રસંગો /વાર્તાઓ અહીંયા થી જૂવો

રક્ષાબંધન સાથે જોડાયેલ ભારત ની સત્ય ઘટના ઓ /પ્રસંગો /વાર્તાઓ અહીંયા થી જૂવો 


રક્ષાબંધન તે આપણા પરંપરાગત તહેવારોમાંના એક છે જે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાનું પ્રતીક છે.અહીંયા રક્ષાબંધન ની સત્ય ઘટનાઓ આપવા પ્રયત્ન કર્યો છે. જે આપ સર્વ ને ગમે તો શેર કરશો.

વાર્તા 1 મહારાણી મા અને યમરાજના પ્રસંગ

  •  રક્ષાબંધનની વાર્તા મહારાણી મા અને યમરાજના પ્રસંગ સાથે પણ જોડાયેલી છે.
  • વાર્તા પ્રમાણે, મહારાણી મા અને યમરાજ ભાઈ-બહેન હતા. યમરાજ, જે મૃત્યુના દેવતા છે, પોતાના કર્મમાં અત્યંત વ્યસ્ત રહેતા. મહારાણી મા, જે ખૂબજ પ્રેમાળ અને કરુણાસભર હતી, પોતાના ભાઈને મળવા માટે તત્પર રહી. એક દિવસ, રક્ષાબંધનના પાવન દિવસે, મહારાણી મા યમરાજના રાજ્યમાં આવી. 
  • તે દિવસે મહારાણી માએ યમરાજના હાથમાં રક્ષા સુત્ર બાંધી, ભાઈના દીર્ઘાયુ અને સુખાકારીની કામના કરી. યમરાજે પણ પોતાની બહેનને દરેક સમસ્યામાં રક્ષા કરવાનું વચન આપ્યું. આ વચનને પૂર્ણ કરવા માટે, યમરાજે કહ્યું કે જેઓ આ પાવન દિવસે રક્ષા બંધનની પ્રથા પાળશે, તેમને તે લાંબુ આયુષ્ય અને સુરક્ષા પ્રદાન કરશે. 
  • આ રીતે, રક્ષાબંધનનો તહેવાર મહારાણી મા અને યમરાજના પ્રેમ અને રક્ષા સાથે જોડાય ગયો. આજે પણ, આ પાવન તહેવાર ભાઈ-બહેનના બાંધી પ્રીત અને સ્નેહનું પ્રતીક છે, જે એમના સંબંધને વધુ મજબૂત બનાવે છે.

વાર્તા 2 મુસલમાન શાસન અને રાજપૂત સ્ત્રીનું રક્ષા સૂત્ર

  • ભારતીય ઈતિહાસ મુજબ મુસલમાન શાસન પણ રક્ષાબંધનની ધર્મભાવનાને માનતુ હતુ. જહાંગીરે એક રાજપૂત સ્ત્રીનું રક્ષા સૂત્ર મેળવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ સંદર્ભમાં પન્નાની રાખડી વિશેષ ઉલ્લેખનીય છે. એકવાર રાજસ્થાનના બે રાજ્યો વચ્ચે ગંભીર ઝઘડો ચાલી રહ્યો હતો. એક રાજ્ય પર મોગલોએ આક્રમણ કરી દીધુ. લાગ જોઈને બીજા રાજ્યવાળા રાજપૂતોએ મોગલોનો સાથ આપવા સેના તૈયાર કરી રહ્યા હતા. પન્ના પણ આ જ મોગલો વચ્ચે ઘેરાયેલી હતી. એને બીજા રાજ્યના શાસકને કે જે મોગલોની સહાયતા કરવા જઈ રહ્યો હતો તેને રાખડી મોકલી. રાખડી મળતાં જ તેને મોગલોની મદદ કરવાને બદલે તેમના પર આક્રમણ કરી દીધુ. મોગલો પરાજીત થયા. આવી રીતે રક્ષાબંધનના કાચા દોરાએ બે રાજ્યોના રાજાને પાકી મિત્રતાના સૂતમાં બાંધી દીધા.

કૃષ્ણ-દ્રોપદીની કથા -

  • એકવાર ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતાં તે વાગી ગઇ અને લોહીની ધારા વહેવા માંડી. આ બધું દ્રોપદી ન જોઈ શકી અને તેને તરત જ પોતાની સાડીનો છેડો ફાડી શ્રીકૃષ્ણના હાથમાં બાંધી દીધો. જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયુ. કેટલાક સમય પછી જ્યારે દુ:શાસને દ્રોપદીના ચીર હર્યા ત્યારે શ્રીકૃષ્ણે તેમના ચીર વધારીને આ બંધનનો ઉપકાર વાળ્યો. આ પ્રસંગ પણ રક્ષાબંધનના મહત્વને દર્શાવે છે.

હુમાયૂં - કર્ણાવતી કથા -

  • મધ્યકાળના ઈતિહાસની આ ઘટના છે. ચિત્તોડની હિન્દુ રાણી કર્મવતીએ દિલ્લીના મોગલ બાદશાહ, હુમાયુને પોતાનો ભાઈ માનીને તેને રાખડી મોકલી હતી. હુમાયૂએ રાણી કર્મવતીની રાખડી સ્વીકારી અને ખરાં સમયે રાણીના સન્માનની રક્ષા કરવા ગુજરાતના રાજા જોડે યુSOર્યુ.

*💮રક્ષાબંધન સ્પેશિયલ💮*


*❤️રક્ષાબંધન ની શુભેચ્છા પાઠવો એક અલગ અંદાજમાં*

➖ફોટો ફ્રેમ વડે શુભેચ્છા પાઠવો



Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More:

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ

GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી

Popular Posts