Business idea for students: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર શરૂ કરો, લાખોની કમાણી થશે – વિદ્યાર્થીઓ ખાસ જુએ

Business idea for students: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર શરૂ કરો, લાખોની કમાણી થશે – વિદ્યાર્થીઓ ખાસ જુએ

Business idea for students : આજે આપણે વાત કરીશું કે કેવી રીતે વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે 0 રૂપિયાના રોકાણ સાથે લાખો પૈસા કમાવી શકે, આ પૈસા કમાવવાની રીત એકદમ સરળ છે બસ થોડી ધીરજ, લગન અને મહેનતની જરૂર પડશે, તો ચાલો જાણીએ કે વિદ્યાર્થીઓ કેવી રીતે ઝીરો રૂપિયાના રોકાણ સાથે લાખો રૂપિયા કમાવી શકે.

Business idea for students

ઝીરો રૂપિયાના રોકાણ સાથે લાખો રૂપિયાની કમાણી” આ વાત સાંભળતા જ એવું લાગે કે આ વાત સાવ ખોટી છે પરંતુ તમને અહીં પ્રુફ પણ આપવામાં આવશે જેથી તમે આ લેખ પર વિશ્વાસ કરી શકો. હું વાત કરી રહ્યો છું instagram પેજની. જી હા, એક ઇન્સ્ટાગ્રામ પેજની મદદ થી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો એ પણ એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર.

કેવી રીતે શરૂઆત કરવી

તમારા માંથી લગભગ બધા જ instagram તો વાપરતા જ હશે. અને instagram નું સારું એવું નોલેજ પણ હશે. પરંતુ તમે instagram નો ઉપયોગ ફક્ત મનોરંજન માટે જ કરો છો. તો આજે એકવાર નિર્ણય લો કે instagram પેજની મદદ થી પૈસા કમાવવા છે, તો ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું.

  • સૌપ્રથમ તમને મનપસંદ કોઈ કેટેગરી પસંદ કરો જેમકે બિઝનેસ કેટેગરી, ક્રિકેટ, બ્યુટી ટીપ્સ, એજ્યુકેશન, મોટીવેશન વગેરે. હવે તમને જે કેટેગરી પસંદ છે તે કેટેગરી ના instagram પેજ ને ફોલો કરો અને જુઓ કે કે instagram માં પેજમાં કયા પ્રકારના કન્ટેન્ટ અપલોડ થાય છે, થોડા દિવસ તમે નજર રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મારી પસંદની કેટેગરીમાં કેવા પ્રકારના કન્ટેન્ટ અપલોડ થાય છે અને કયા પ્રકારના કોન્ટેક્ટ લોકો વધુ જુએ છે.
  • ત્યારબાદ તમે પણ તમારી મનપસંદ કેટેગરીનું પ્રોફેશનલ instagram પેજ બનાવો. શરૂઆતમાં તમે તમારી મનપસંદ કેટેગરીના જે પણ કન્ટેન્ટ વાયરલ થતા હોય તે ડાઉનલોડ કરી તમે તમારા instagram પેજમાં અપલોડ કરો, ધ્યાન રહે કે હેશ ટેગ અને કેપ્શન એ જ વાપરો જ્યાંથી તમે પોસ્ટ કે રીલ ડાઉનલોડ કરી છે તેમાં વાપરેલ છે અને હા ક્રેડિટ આપવાનું ન ભુલાય.
  • શરૂઆતમાં તમે આવી રીતે કામ કરશો તો એક મહિનામાં જરૂર તમારો પેજ વાયરલ થવા લાગશે અને તમને ફોલોવર મળવા લાગશે અને તમને ખ્યાલ પણ આવી જશે કે કેવી રીતે instagram પર વાયરલ થવું.
  • હવે તમારી પાસે સારા એવા ફોલોવર્સ હોવાથી, ઘણી પ્રમોશન ની ઓફર આવશે ઉપરાંત આ પેજ વેચવાની પણ ઓફરો આવશે. જો તમે તમારું ઇન્સ્ટાગ્રામ પેજ વેચવા ઈચ્છતા હોય તો ફોલોવર્સ પ્રમાણે તમે 50,000 રૂપિયા થી ત્રણ લાખ રૂપિયા સુધીમાં વેચી શકો છો.

એકવાર instagram પેજ ને કેવી રીતે વાયરલ કરવું તેમાં ફાવટ આવી ગઈ તો તમે ઘણા બધા પેજ પણ બનાવી તેને ગ્રો કરી અને વેચી લાખો પૈસા કમાવી શકો છો.

Instagram ની આ પ્રક્રિયામાં ફાવટ આવી ગયા બાદ તમે તમારા ખુદનું યુનિક કન્ટેન્ટ બનાવી તમારા instagram પેજમાં અપલોડ કરી આસાનીથી instagram પેજ ને ગ્રો કરી શકો છો અને પૈસા કમાવી શકો છો.

કેવી રીતે પૈસા કમાવી શકાય

એક રીત તો મેં તમને ઉપર જણાવી દીધી કે instagram પેજ વેચીને.

  • પ્રમોશન દ્વારા, તમારા instagram પેજ ની કેટેગરી મુજબ તમને પ્રમોશન ઓફર મળશે જેમ કે એજ્યુકેશન કેટેગરીમાં લોકો પોતાની એજ્યુકેશનલ વેબસાઈટ ઉપરાંત ઘણી બુક્સ કે પીડીએફ પ્રમોટ કરાવતા હોય છે આ ઉપરાંત જો મનોરંજન કેટેગરી હોય તો મુવી ના પ્રમોશન પણ મળે છે અને ટેક પેજને તો મોબાઈલ કંપનીઓ રૂપિયા સાથે સાથે મોબાઈલ પણ ફ્રી માં આપે છે.

આ ઉપરાંત તમે તમારી કેટેગરી મુજબની કોઈ પ્રોડક્ટ વેચીને પણ લાખો રૂપિયા કમાવી શકો છો.

ધ્યાન રાખવાની બાબતો

  • ઉપર અમે જે કોપી પેસ્ટ વાળી મેથડ બતાવી છે તે ફક્ત શીખવા કે ટેમ્પરરી પૈસા કમાવા માટે છે તે પ્રકારના instagram પેજ ને પર્મનેટ ઇન્કમ માટે ના લેવી કેમકે કોઈ પણ સમયે તે instagram પેજ બંધ થઈ શકે છે, ખુદના યુનિક કન્ટેન્ટ વાળા instagram પેજ ને પરમેનેન્ટ ઇન્કમ સોર્સ તરીકે લઈ શકો છો.
  • Instagram પેજ એવી કેટેગરીમાં બનાવવું કે જેમાં પ્રમોશન તેમજ પૈસા કમાવવાની તકો વધારે રહે, જેમકે બિઝનેસ, મનોરંજન, એજ્યુકેશન, મેક મની ઓનલાઈન, ઓટોમોબાઇલ, ટેક વગેરે
  • જો એકવાર આ મેથડમાં તમે માસ્ટર બની ગયા તો તમારી ભણતર પૂર્ણ થતાં પહેલા જ તમે લાખો રૂપિયા કમાતા થઈ જશો અને પછી નોકરી મેળવવાનું પણ ટેન્શન નહીં. હવે વાત આવે પ્રુફની તો તમે youtube પર સર્ચ કરી શકો છો કે instagram પેજથી લોકો કેટલા રૂપિયા કમાવે છે આ ઉપરાંત તમે instagram માં કેટલાક ગુજરાતી પેજ પર નજર કરો તો તમને ખબર પડી જશે કે તેઓ પ્રમોશન દ્વારા જ 

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Popular Posts