સૌથી મોટી ઓફરઃ Heroના આ દમદાર સ્કૂટર પર 40 હજારનું ડિસ્કાઉન્ટ, ફૂલ ચાર્જમાં 165km
સૌથી મોટી ઓફરઃ Heroના આ દમદાર સ્કૂટર પર 40 હજારનું ડિસ્કાઉન્ટ, ફૂલ ચાર્જમાં 165km
Hero Vida Discounts: Hero MotoCorp ની ઈલેક્ટ્રિક બ્રાન્ડ Vida ના બે ઈલેક્ટ્રિક સ્કૂટર V1 Plus અને V1 Pro પર આ મહિને સારી ઓફર ચાલી રહી છે. કંપની આ બંને ઈલેક્ટ્રિક સ્કૂટરો પર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
સૌથી મોટી ઓફર
- Hero Vida Discounts: Hero MotoCorp ની ઈલેક્ટ્રિક બ્રાન્ડ Vida ના બે ઈલેક્ટ્રિક સ્કૂટર V1 Plus અને V1 Pro પર આ મહિને સારી ઓફર ચાલી રહી છે. કંપની આ બંને ઈલેક્ટ્રિક સ્કૂટરો પર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ બંને સ્કૂટર 2 Removable બેટરીની સાથે આવે છે. ડિઝાઈન અને ફીચર્સ મામલે આ બંને સ્કૂટર ખૂબ જ સારા છે.
કિંમત અને ઓફર્સ
- કિંમતની વાત કરીએ તો Hero Vida V1 Plusની કિંમત 1,02,700 રૂપિયા છે, જ્યારે Vida V1 Proની કિંમત 1,30,200 રૂપિયા છે. કંપનીના જણાવ્યા અનુસાર, તમને આ મહિને 40,000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. સાથે જ 10,000 રૂપિયાની સબસિડીનો પણ ફાયદો મળશે. આ તમામ ઑફર્સ વિશેની જાણકારી માટે તમારે હીરો ડીલરશિપનો સંપર્ક કરવો પડશે.
બેટરી અને પાવર
- Hero Vida V1 Plus માં 3.44 kWhની બેટરી લાગેલી છે. આ સિવાય V1 Pro માં 3.94 kWhનું બેટરી પેક આપવામાં આવ્યું છે. બંને વેરિઅન્ટમાં 6 kWની ઈલેક્ટ્રિક મોટર લાગેલી છે. Vida V1 Plusની ટોપ સ્પીડ 80 kmpl છે. તે ફુલ ચાર્જ પર 143 કિમીનું અંતર કાપી શકે છે. 0-40kmની સ્પીડ પકડવામાં તેને 3.4 સેકન્ડ લાગે છે.
- આ સ્કૂટરને એક મિનિટને ચાર્જ કરવા પર 1.2 કિમીનું અંતર કાપી શકે છે. Vida V1 Proની ટોપ સ્પીડ 80 kmpl છે. તે ફુલ ચાર્જ પર 165 કિમીનું અંતર કાપી શકે છે. 0-40kmની સ્પીડ પકડવામાં 3.2 સેકન્ડ લાગે છે. આ સ્કૂટર એક મિનિટ માટે ચાર્જ કરીને 1.2 કિમીનું અંતર કાપી શકે છે.
ફીચર્સ
- Vida સ્કૂટરમાં લાગેલી બેટરીને કાઢીને ચાર્જ કરી શકાય છે. એટલું જ નહીં તમે તેને ઘરે જ ચાર્જ કરી શકો છો. ખાસ વાત એ છે કે તમે સ્કૂટરની ટોપ સ્પીડને વધારી શકો છો અને તેને મેક્સિમમ 100 kmph સુધી લઈ જઈ શકો છો. તેમાં 7-ઈચની TFT સ્ક્રીન છે, જે સ્માર્ટ કનેક્ટેડ ફીચર્સ સાથે આવે છે.
- Vida એ સ્કૂટરને રિવર્સ આસિસ્ટ, ટુ-વે થ્રોટલ અને ક્વિક ઓવરટેક માટે બૂસ્ટ મોડથી પણ સજ્જ કર્યું છે. કંપની તરફથી પોર્ટેબલ ચાર્જર મળે છે જેની મદદથી તમે તેને ચાર્જ કરી શકો છો. બેટરી પેક પોર્ટેબલ છે, તેથી તેને ઘરે લઈ જઈને ચાર્જ કરી શકાય છે.
મારા વિશે જાણો...
હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |