અંબાજી ભાદરવી પૂનમ મેળો 2024 / QR કોડ સ્કેન કરો, ને એક જ ક્લિકમાં મેળવો અંબાજીના ભાદરવી પૂનમના મેળાની સંપૂર્ણ માહિતી

 અંબાજી ભાદરવી પૂનમ મેળો 2024 / QR કોડ સ્કેન કરો, ને એક જ ક્લિકમાં મેળવો અંબાજીના ભાદરવી પૂનમના મેળાની સંપૂર્ણ માહિતી


ભાદરવી પૂનમનાં મેળા દરમ્યાન યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કયુઆર કોડ આગામી સમયમાં જાહેર કરાશે. જેમાં પાર્કિગથી લઈ તમામ સગવડો યાત્રાળુઓને ઓનલાઈન મળી રહેશે.

ALSO READ ::: 17 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પિતૃ પક્ષનો આરંભ, આ છે શ્રાદ્ધની તિથિ…

ALSO READ :: શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !There are religious and scientific reasons for eating dudhpak in Shraddha Paksha!

  •  અંબાજી ભાદરવી પૂનમનાં મેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મેળાની શરૂઆત થશે. ત્યારે યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા એક માર્ગદર્શિક જાહેર કરવામાં આવી છે. જેમાં ક્યુઆર કોડને સ્કેન કરવાથી યાત્રાળુઓને મોબાઈલ પર જ પાર્કિંગ, વિસામાં તેમજ દર્શન સહિતની સગવડો મેળવી શકશે.

QR કોડ જનરેટ કરવામાં આવ્યો

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનાં મેળાની શરૂઆત થઈ રહી છે. યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્ર દ્વારા QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. જેનાં મારફતે યાત્રાળુઓ ગુગલ મેપ મારફતે પાર્કિગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે મોબાઈલમાંથી જાણકારી મેળવી શકશે.

તમામ તૈયારીઓ પૂર્ણઃ વહીવટદાર

  • આ સમગ્ર બાબતે વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, તા. 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે. ત્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીનાં દર્શને આવતા હોય છે. ત્યારે તેઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
  • અંબાજી ભાદરવી પૂનમનાં મેળાની તમામ માહિતી માટે લીંક પર ક્લીક કરો

QR કોડની શરૂઆત 12 સપ્ટેમ્બરથી થશે

અંબાજી મંદિર ટ્રસ્ટ્ર દ્વારા યાત્રિકોને તકલીપ ન પડે તે માટે તમામ સુવિધાઓનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરતાની સાથે જ યાત્રાળુઓને મેપ દ્વારા તમામ સુવિધાઓ મળી રહેશે. તેમજ આ QR કોડની શરૂઆત 12 સપ્ટેમ્બરથી થશે. જેમાં તમામ વ્યવસ્થાઓ સ્થળ સાથે દર્શાવવામાં આવી છે.

યાત્રિકોની સુવિધા માટેની માર્ગદર્શિકાની પ્રોસેસ

સ્ટેપ-1

  • ક્યુઆર કોડ સ્કેન કરવાથી www.ambajitemple.in હોમ પેજ ખુલશે.

સ્ટેપ-2

  • બીજા સ્ટેપમાં યાત્રિકોની સુવિધા માટે વિવિધ ઓપ્શન જોવા મળશે

સ્ટેપ-3

  • યાત્રિકોએ પોતાની જરૂરી સુવિધા પર ક્લિક કરતા તેની સંપૂર્ણ જાણકારી મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે.

સાત મહિના પહેલા ઓનલાઈન પ્રસાદની સુવિધા શરૂ થઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાત મહિનાં પહેલો ઓનલાઈન પ્રસાદની શરૂઆત કરાવી હતી. જેમાં અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in પરથી ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે. તેમજ ભક્તોએ પ્રસાદનાં પૈસાની ચૂકવણી પણ ઓનલાઈન કરવાની રહેશે. પેમેન્ટ થઈ ગયા બાદ પ્રસાદ ડીલીવરી મારફતે 7 થી 10 દિવસમાં ભાવિક ભક્તોને ઘરે મળી જશે.

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Popular Posts