NPS વાત્સલ્ય કે PPF? જાણો કઈ સ્કીમ તમને બનાવશે કરોડપતિ, આ રહી ગણતરી

NPS વાત્સલ્ય કે PPF? જાણો કઈ સ્કીમ તમને બનાવશે કરોડપતિ, આ રહી ગણતરી


gujratedu Investment Tips: NPS વાત્સલ્ય યોજના હેઠળ કોઈ પણ ભારતીય ગાર્ડિયન પોતાના બાળકોના નામ પર ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. મહત્તમ રકમની કોઈ લિમિટ નથી. જ્યારે 18 વર્ષનું બાળક થાય તો તમે તેમાં જમા પૈસા ઉપાડી શકો છો.

  • કેન્દ્ર સરકારની તરફથી હાલમાં જ એક યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેના હેઠળ તમે પોતાના બાળકો માટે પૈસા જમા કરી શકો છો. આ યોજના NPS વાત્સલ્ય છે. જેના હેઠળ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે NPS એકાઉન્ટ ખોલાવી શકાય છે.

આ સ્કીમમાં રોકાણ કરવા પર જ્યારે બાળકો મોટા થશે તો તેમના નામથી એક મોટુ ફંડ જમા થઈ જશે. એવામાં આ બાળકોના ફ્યુચર સાથે જોયેલી સ્કીમ છે.

read ::મોદી સરકાર લોન્ચ કરશે NPS વાત્સલ્ય યોજના, જાણો તેના વિશે વિગતે

NPS વાત્સલ્ય યોજના હેઠળ કેટલા પૈસા ઉપાડી શકાશે?

  • આ સ્કીમ હેઠળ બાળકોનું એકાઉન્ટ ઓછામાં ઓછું 3 વર્ષ જુનુ હોવું જોઈએ. બાળકોના 18 વર્ષ પુરા થયા બાદ આ એકાઉન્ટમાંથી 25 ટકા એમાઉન્ટ એજ્યુકેશન કે સારવાર માટે ઉપાડી શકાય છે.
  • 18 વર્ષની ઉંમર બાદ જમા રકમના 20 ટકા ભાગ ઉપાડી શકાય છે. 80 ટકા રકમની તમે એન્યુટી ખરીદી શકો છે. આ એન્યુટીથી તમારા બાળકનું પેન્શન બનશે. જે 60 વર્ષ બાદ મળવાનું શરૂ થશે.

શું છે પોસ્ટ ઓફિસની PPF યોજના

  • સરકારીની તરફથી પોસ્ટ ઓફિસ હેઠળ પબ્લિક પ્રોવિડન્ડ ફંડ યોજના ચલાવવામાં આવે છે. જે સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ આવે છે. આ યોજના હેઠળ કોઈ પણ ભારતીય નાગરીક એકાઉન્ટ ખોલાવી શકે છે.
  • મોટાભાગના લોકો બાળકો માટે આ સ્કીમમાં રોકાણ કરે છે. કારણ કે આ એક લોન્ગ ટર્મ સ્કીમ છે જેની મેચ્યોરિટી 15 વર્ષ બાદ પુરી થાય છે. જોકે તમે તેને 5-5 વર્ષ કરીને બે વખત વધારી પણ શકો છો. આ યોજના હેઠળ વર્ષનું રિટર્ન 7.1 ટકા છે.

PPF અને NPS વાત્સલ્યમાં અંતર

  • PPFમાં વાર્ષિક 7.1 ટરા વ્યાજ છે જે ગેરેન્ટી ઈનકમ આપે છે. ત્યાં જ એનપીએસમાં ફિક્સ્ડ રિટર્ન નથી મળતું. તેમાં અંદાજે 10 ટકા વાર્ષિક રિટર્ન મળી શકે છે. કારણ કે આ માર્કેટ લિંક્ડ યોજના છે.
  • PPF યોજના હેઠળ તમે 500 રૂપિયાથી પણ એકાઉન્ટ ખોલી શકો છો. જ્યારે NPS વાત્સલ્યમાં 1000 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો.
  • PPF યોજના એક રોકાણનો વિકલ્પ છે. જ્યારે NPS વાત્સલ્ય પેન્શન યોજના છે. NPS વાત્સલ્યમાં મેચ્યોરિટી પર 20 ટકા રકમ ઉપાડી શકાશે. બાકી પેન્શન માટે એન્યુટી ખરીદવાની રહેશે.

કઈ યોજના જલ્દી બનાવશે કરોડપતિ?

  1. NPS વાત્સલ્યમાં 10 હજારથી જમા થશે 11 કરોડ રૂપિયા
  2. NPS વાત્સલ્ય યોજના હેઠળ જો તમે 10 હજાર રૂપિયા વાર્ષિક જમા કરો છો તો 18 વર્ષ સુધી આ અમાઉન્ટ જમા કરી શકશો. 18 વર્ષ થવા પર તમને કુલ રોકાણ પર 5 લાખ રૂપિયા મળશે. તેમાં વાર્ષિક આધાર પર 10 ટકાનું રિટર્ન જોડવામાં આવ્યું છે.
  3. જો 60 વર્ષ સુધી આ અમાઉન્ટને રાખશો અને 10 ટકા વાર્ષિક રિટર્ન જોડવામાં આવે તો કુલ કોપર્સ 2.75 કરોડ રૂપિયા થશે.
  4. 11.59 ટકા વાર્ષિક રિટર્નના આધાર પર 60 વર્ષની ઉંમર સુધી આ કોપર્સ 5.97 કરોડ રૂપિયા હશે.
  5. તેના હેઠળ, 12.86 ટકા વાર્ષિક રિટર્નના આધાર પર 60 વર્ષની ઉંમરમાં કુલ કોપર્સ 11.05 કરોડ રૂપિયા હશે.
  6. PPFમાં કેટલા વર્ષમાં બની શકાશે કરોડપતિ?જો તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયા PPF યોજનામાં રોકાણ કરો છો અને 15 વર્ષની મેચ્યોરિટી બાદ 10 વર્ષ બીજુ તેને વધારો છો એટલે કે કુલ 25 વર્ષ સુધી રોકાણ રાખો છો તો 7.1 ટકા વ્યાજના આધાર પર તમારી પાસે કુલ 1,03,08,015 રૂપિયા હશે.

✅ હાલ ચાલતી રેલવે ની ભરતી માહિતી 

Eastern Railway Vacancy: ઈસ્ટર્ન રેલવેની ખાલી જગ્યા: રેલવેમાં પરીક્ષા વિના 10મું પાસ ભરતી, જલ્દી અરજી કરો

ahiya thi juvo click here 

Railway Ticket Supervisor Recruitment Spetember 2024: રેલ્વે ટિકિટ સુપરવાઈઝર ભરતી શરૂઆતી પગાર ₹35400

click here

Railway Clerk Vacancy: 11,600 पदों पर Notification जारी! वेतन ₹45000 महिना, अभी करे आवेदन

click here

job portal 

click here job


Also Read- Agriculture Data Entry Operator Vacancy: કૃષિ વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર નવી ભરતી લાયકાત 10મી પાસ

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.