Aadhar Card Correction Limit 2024-25 : હવે આધારકાર્ડ સુધારવાની આ એક જ મોકો, જાણો યૂઆઇડીએઆઈ એ શું કહ્યું

 Aadhar Card Correction Limit 2024-25 : હવે આધારકાર્ડ સુધારવાની આ એક જ મોકો, જાણો યૂઆઇડીએઆઈ એ શું કહ્યું


Aadhar Card Correction Limit 2024-25 : આધાર કાર્ડ કેટલું મહત્વનું છે એ તમને બધાને ખબર જ છે, એક સીમ કાર્ડ પણ આધાર કાર્ડ વગર મળતું નથી. એવામાં આપણે ઘણીવાર આધારકાર્ડને સામાન્ય દસ્તાવેજ માનીને બેદરકારી દાખવતા હોય છે, આ બેદરકારી ખૂબ જ મોંઘી પડી શકે છે કેમ કે આપણે એવું વિચારતા હોય છે કે આધારકાર્ડ કોઈ ભૂલ થયા તો સુધારી લેશું પણ એવું નથી, આધારકાર્ડની એવી ઘણી બાબતો છે જે આજીવન ફક્ત અને ફક્ત એક જ વાર બદલાવી શકાય છે અને જો આધારકાર્ડ માં કોઈ વિગત ખોટી રહી ગઈ તો એના પરિણામ ખૂબ ગંભીર હોય શકે છે, તો ચાલો જાણીએ કે આધારકાર્ડ માં કઈ કઈ ઘટકો કેટલી વાર બદલાવી શકાય છે.

એક જ વાર સુધારી શકાશે | Aadhar Card Correction Limit 2024-25

  • આધાર કાર્ડમાં જે બાબતો ફક્ત એક જ વાત બદલી શકાય છે તેના વિશે ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે ઘણીવાર આધારકાર્ડ બનાવનાર કર્મચારીની ભૂલ કે બેદરકારીને કારણે પણ આપણા આધારકાર્ડમાં ભૂલો થાય છે અને આપણા આધારકાર્ડની વિગતો દાખલ કરનાર કર્મચારી કે આપણી બેદરકારીને લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
  • UIDAI ના જણાવ્યા મુજબ નાગરિકના આધારકાર્ડમાં જન્મ તારીખમાં ભૂલ હોય તો તે નાગરિક તેના આધાર કાર્ડમાં એક વાર જન્મ તારીખમાં સુધારો કરી શકે છે પરંતુ બીજી વાર તે નાગરિક પોતાના આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલી નહીં શકે, આ ઉપરાંત..
  • જો પહેલી વાર આધાર કાર્ડ બનાવતી વખતે જાતિમાં ભૂલ હોય જેમ કે સ્ત્રી હોય તો પુરુષ અથવા પુરુષની જગ્યાએ સ્ત્રી થઈ ગયું હોય તો આ વિશેની ભૂલ પણ ફક્ત એક જ વાર બદલી શકાશે.

આ બાબતો સુધારવા ફક્ત બે જ મોકા

  • જો કોઈ નાગરિકના આધારકાર્ડ બનાવતી વખતે નામમાં ભૂલ આવી હોય તો તે નાગરિક પોતાના આધારકાર્ડમાં નામ સુધારો બે વખત કરાવી શકે છે, જો બે વાર નામ સુધારો કરવા છતાં પણ નામ માં ભૂલ જ રહે છે તો તે નાગરિકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અનલિમિટેડ વાર સુધારો કરી શકો છો

  • આધાર કાર્ડના એવા ઘટકો પણ છે જે ઘણી વાર સુધારો કરી શકાય છે કેમ કે નાગરિકોને આ બાબતો વાર વાર બદલવી પડે છે એટલે UIDAI દ્વારા સરનામું, મોબાઈલ નંબર અને આધારકાર્ડ ધારકનો ફોટો ગમે તેટલી વાર સુધારવાની છૂટ આપી છે.
  • તો મિત્રો આધારકાર્ડ ને હલકામાં ના લેવું કેમ કે ઘણા સુધારા ફક્ત એક વાર તો ઘણા સુધારા ફક્ત બે જ વાર થાય છે, તો આશા રાખું છું કે આ જાણકારી તમને ઉપયોગી લાગી હશે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો, આ લેખ તમારા વોટ્સ એપ ગ્રુપમાં શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Read More: 

Recruitment : સરકારી નોકરીની તૈયારી કરો છો ? તો આ ભરતીમાં અરજી કરવી જ જોઈએ


Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More:

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ

GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી

Popular Posts