Education Department Transfer of Primary and Secondary School Teachers Rules 2024 શિક્ષણ વિભાગ ના પ્રાથમિક અને માધ્યમિક શાળા ના શિક્ષકો ની બદલી ના નિયમો 2024
Education Department Transfer of Primary and Secondary School Teachers Rules 2024 શિક્ષણ વિભાગ ના પ્રાથમિક અને માધ્યમિક શાળા ના શિક્ષકો ની બદલી ના નિયમો 2024
માધ્યમિક શાળા ના શિક્ષક બદલી ના નિયમો
- ✅ આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા પ્રમાણિત કરીને કમિશનર શ્રી શાળાઓની કચેરીની મોકલી આપવાની રહેશે.
- ✅ નિયત સમય મર્યાદામાં મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ વિશે વાર કામ ચલાવું યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે
- ✅ કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળે થી આખરી ઓનલાઈન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મુજબ જિલ્લા ફેર બદલીના હુકમો ઓનલાઇન કરવામાં આવશે.
- ✅ કેમ્પમાં બદલી ફેરના હુકમ ફરીથી શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકની ફરજિયાત છુટા કરવાના રહેશે.
- ✅ આ ફિર બદલી માટે અરજીઓ માટે મેરી સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવેલ છે. આ માટે વધુમાં વધુ ત્રણ પોઇન્ટ, ખાસ કેટેગરી જેવી કે દિવ્યાંગ વિધવા કહેતા વિદુર માટે આઠ પોઇન્ટ બિન સચિવાલયના બદલીપત્ર કર્મચારીઓની પતિ પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે 10 પોઇન્ટ ની જોગવાઈ કરવામાં આવી છે.
- ✅ છેલ્લા ત્રણ વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10 ધોરણ 12 માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીઓની સંખ્યાની ધ્યાનમાં લઇ વધુ 10 પોઇન્ટ ની જોગવાઈ છે.
- ✅ દિવ્યાંગ શિક્ષકો માટે કે જેવું 40% કે તેથી વધુ દિવ્યાંકા ધરાવતા હોય તેઓએ તબીબી પંચ નું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે
- ✅ દંપતી પત્ની જિલ્લા ફેર બદલી માટે પતિ-પત્નીની નોકરીના કિસ્સામાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકને પતિ પત્ની રાજ્ય સેવા પંચાયત સેવા કે રાજ્યના કોઈ જાહેર સાહસો બોર્ડ કોર્પોરેશન નિગમ અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગાર કે નિયમિત નિમણૂકથી નોકરી કરતા હોય તેને લાગુ પડે છે આદંપતીના કિસ્સામાં 11 માસના કરાર કે આઉટસોર્સિંગ થી નોકરી કરતા કર્મચારીઓને લાભ મળવા પાત્ર નથી
- ➡️ કોઈપણ બદલી નો લાભ શિક્ષકને બે વાર મળવા પાત્ર રહેશે
- ➡️ શિક્ષકોની પ્રતિનિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની પાસે છે.
અહી વર્ષ ૨૦૨૪ શિક્ષક બદલી માટેના વિવિધ પરિપત્રો, નિયમો, અને સૂચનો આપવામાં આવી છે. જે ચાલી રહેલ અને આવનાર વિવિધ પ્રકારની બદલી માટે ઉપયોગી થશે.
પરિપત્ર વર્ષ | વિગત | ડાઉનલોડ લીંક |
2024 | શિક્ષક બદલી સુધારેલ નિયમો | |
2024 | જિલ્લા આંતરિક બદલી સુધારો પરિપત્ર |
|
2024 | સુધારા માટે અરજી ફોર્મ |
|
2024 | પ્રાથમિક શિક્ષક બદલી ના નિયમો | |
2024 | વધ ઘટ જીલ્લા આંતરિક કેમ્પ પરિપત્ર |
|
2024 | HTAT બદલીના નિયમો – 2024 |
Whatsapp Group | |
Telegram Channel | |
Whatsapp Channel | |
Join our Whatsapp Group teacher |
- પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોના વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક અને જિલ્લા ફેર બદલી કેમ્પ દર વર્ષે યોજવામાં આવતા હોય છે. વધ-ઘટ કેમ્પથી બદલી થયેલા શિક્ષકને વધ-ઘટ તથા જિલ્લા આંતરીક બદલી કેમ્પ સહિત કુલ 5 કેમ્પમાં મુળ શાળામાં પરત આવવાની જોગવાઈ હતી. જોકે હવે વધુ એક વધ પરત કેમ્પ યોજવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જે સત્રમાં વધ-ઘટ કેમ્પ થાય એ જ સત્રમાં વધ પરતનો કેમ્પ થશે.
અરસ-પરસની અરજીઓ એપ્રિલમાં 1થી 15 તારીખના બદલે નિયામકની સુચના અનુસાર થશે. આ સિવાય જિલ્લાફેર એકતરફી ઓનલાઈન બદલી કેમ્પ બે ભાગમાં કરવામાં આવશે. આ બદલી કેમ્પમાં અરજી કરનાર શિક્ષકે પોતાની પસંદગીના કોઈ એક જિલ્લાની પસંદગી કરવાની રહેશે. અગાઉના નિયમમાં ઉમેદવાર પાસે 3 જિલ્લાની પસંદગીની તક હતી. ઉપરાંત જે તે જિલ્લામાં પોર્ટલમાં મળેલી તમામ અરજીઓની 50 ટકા અગ્રતા અને 50 ટકા સિનિયોરીટી મુજબ યાદી જનરેટ કરવામાં આવશે. યાદી મુજબ ખાલી જગ્યાઓ પૈકી પસંદગીની શાળાઓનો ક્રમ આપવાનો રહેશે. શાળા પસંદગી વખતે દંપતિ અગ્રતાના કિસ્સાવાળા શિક્ષકોએ તેઓના પતિ પત્નિને જિલ્લાના જે તાલુકામાં નોકરી કરતા હોય તે શાળાની પ્રથમ પસંદગી કરવાની રહેશે.
- આ ઉપરાંત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કુલ ચાર સભ્યોની એક ફરિયાદ નિવારણ સમિતી બનાવેલી છે. જેમાં અધ્યક્ષ નિયામક હોય છે. આ સમિતી નવા ફેરફારો મુજબ માત્ર બદલી પૂરતી જ સિમિત બનાવી દેવાઈ છે. જૂના નિયમ મુજબ શિક્ષકને સેવા વિશષયક બાબત કે મળવાપાત્ર લાભની ફરિયાદ કરી શકતો હતો. પરંતુ હવે માત્ર બદલીને લઈ કોઈ નારાજગી હોય તો જ ફરિયાદ કરી શકશે. આ માટે બદલીના હુકમના 30 દિવસમાં જરૂૂરી આધાર પુરાવા સાથે નારાજગીના સ્પષ્ટ કારણો સાથે ફરિયાદ કરવાની રહેશે.દરેક માસ દરમિયાન કરવામાં આવેલી વહીવટી બદલીઓની આધાર-પુરાવા સહિતની વિગતો તે પછીના તરતના માસની 1થી 5 તારીખ દરમિયાન પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તે વિગતો શિક્ષણ વિભાગને રજૂ કરવાની રહેશે. આ વિગતોની ચકાસણી બાદ શિક્ષણ વિભાગને યોગ્ય જણાશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલી વહીવટી બદલીના હુકમમાં યોગ્ય ફેરફાર કરી શકાશે. આ અંગે શિક્ષણ વિભાગનો હુકમ આખરી ગણાવામાં આવશે.