PAN Card 2.0: સરકારે પાન કાર્ડ 2.0 ની જાહેરાત કરી, જુઓ નવા પાનકાર્ડમાં શું નવું આવશે

 PAN Card 2.0:  સરકારે પાન કાર્ડ 2.0 ની જાહેરાત કરી, જુઓ નવા પાનકાર્ડમાં શું નવું આવશે


PAN Card 2.0: સરકારે PAN 2.0 પહેલનું અનાવરણ કર્યું છે, જેનો હેતુ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) સિસ્ટમને આધુનિક બનાવવાનો છે. આ અપગ્રેડ કરદાતાઓ માટે વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત સિસ્ટમ સુનિશ્ચિત કરીને, QR કોડ-સક્ષમ પાન કાર્ડ રજૂ કરશે. 

ALSO READ :::: (PMJDY)) : Download Latest Application 

PAN Card 2.0

  • PAN 2.0 પ્રોજેક્ટ સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલનો એક ભાગ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કરદાતાઓ માટે સંપૂર્ણપણે ઓનલાઈન, પેપરલેસ અને ફરિયાદ-મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરતી મુખ્ય અને નોન-કોર PAN/TAN સેવાઓને એકીકૃત કરવાનો છે.

શું મારે નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવાની જરૂર છે?

  • ના, જો તમારી પાસે પહેલાથી જ પાન કાર્ડ હોય તો નવા પાન કાર્ડ માટે અરજી કરવાની જરૂર નથી. જૂનો PAN નંબર માન્ય રહેશે, પરંતુ કાર્ડને નવા ફોર્મેટમાં અપગ્રેડ કરવામાં આવશે.

મારા વર્તમાન પાન કાર્ડનું શું થશે?

  • તમારો વર્તમાન PAN નંબર એ જ રહેશે. જો કે, ભૌતિક કાર્ડને નવા QR કોડ-સક્ષમ સંસ્કરણ સાથે બદલવાની જરૂર પડશે.

નવું PAN કાર્ડ કેવું હશે ?

  • નવું પાન કાર્ડ QR કોડથી સજ્જ હશે.
  • આ કોડમાં ટેક્સપેયર્સની તમામ વિગતો હશે, જેનું વાપર ટેક્સ ભરવામાં, બેંક એકાઉન્ટ ખોલવામાં, અને અન્ય કામમાં થશે.
  • પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય; તમારું પહેલાનું પાન નંબર ચાલુ રહેશે.

શું તમને નવું પાન કાર્ડ આપવામાં આવશે?

  • હા, તમને નવું પાન કાર્ડ મળશે. હાલના પાન કાર્ડધારકોએ કંઈપણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. તમારું હાલનું પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે.

શું તમારે પાન કાર્ડ અપગ્રેડેશન માટે પૈસા ચૂકવવા પડશે?

  • ના. પાન કાર્ડઅપગ્રેડેશન સુવિધા ફ્રી હશે અને તે તમને સામેથી ડિલિવર કરવામાં આવશે.

PAN કાર્ડ એટલે શું?

  • પાન કાર્ડ એટલે કે પર્મનન્ટ એકાઉન્ટ નંબર એ 10 અંકનો આલ્ફાન્યૂમેરિક ઓળખ પુરાવો છે જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન નંબર દ્વારા, ઇન્કમટેક્સ વિભાગ કોઈપણ વ્યક્તિના ઓનલાઈન અથવા નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે.

74 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! 'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી? Faq


  • સવાલ :- કેટલું અલગ હશે નવું PAN કાર્ડ?

જવાબ :- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન ( PAN Card 2.0) ફક્ત નવા ફીચર્સથી લેસ હશે. લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય. તમારો નંબર એ જ રહેશે. આ  કાર્ડ પર એક ક્યૂઆર કોર્ડ આપવામાં આવશે. જેમાં ટેક્સપેયર્સની તમામ જાણકારીઓ હશે. QR કોડવાળા નવા PAN કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે.*


  • સવાલ :- શું મારું હાલનું PAN કાર્ડ બંધ થઈ જશે?

જવાબ :- જૂના PAN કાર્ડ ને અપગ્રેડ કરાવવા કે નવા PAN કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે તમારો PAN નંબર એ જ રહેશે. જો PAN નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો નથી. અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી  તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના PAN કાર્ડથી કરતા રહેશો.*

  • સવાલ :- શું અમને નવું PAN કાર્ડ મળશે?

જવાબ :- હા તમને નવું PAN કાર્ડ મળશે, હાલના પાન કાર્ડ ધારકોને નવા કાર્ડ માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી કે ન તો તેના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે. નવું પાન કાર્ડ તમારા ઘર પર ડિલિવર કરવામાં આવશે.* 

  • સવાલ :- નવા પાન કાર્ડ માટે કેટલી ફી?

જવાબ :- નવા PAN કાર્ડ માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. સરકાર સીધા તમારા એડ્રસ પર ક્યૂઆર કોડવાળા નવા PAN કાર્ડ મોકલશે. એટલે કે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી કે ન તો પૈસા ખર્ચવાની જરૂર.*

  • સવાલ :- નવા PAN કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે?

જવાબ :- અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ નવા કાર્ડમાં ક્યૂઆર કોડ જેવી સુવિધાઓ હશે. નવા પાન કાર્ડમાં કાર્ડની ટેક્નોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે, જેથી કરીને તેના ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય. PAN કાર્ડ સંલગ્ન તમામ સેવાઓ માટે એક ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. કાર્ડધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે.*

  • સવાલ :- ક્યાં બનશે નવું PAN કાર્ડ?

જવાબ :- અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવા PAN કાર્ડ માટે લોકોએ કશું કરવાની જરૂર નથી. તેના માટે અરજી કરવાની જરૂર નથી કે ફી પણ નહીં આપવી પડે. આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રસ પર મોકલવામાં આવશે. એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ થઈ જશે.* 

  • સવાલ :- કેમ નવા PAN કાર્ડની જરૂર પડી?

જવાબ :- અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનારા સોફ્ટવેર 15થી 20 વર્ષ જૂના છે. આ સોફ્ટવેરોના કારણે અનેકવાર પરેશાની આવે છે. આથી નવા PAN કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે. જેથી કરીને ફરિયાદો, ટ્રાન્ઝેક્શન, ટેક્સ ફાઈલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને અને ફ્રોડને પણ રોકી શકાશે. નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે.

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Popular Posts