"નો ડિટેન્શન પૉલિસી" પ્રાથમિક શિક્ષણ માં જાણો // Learn about the "No Detention Policy" in primary education

 "નો ડિટેન્શન પૉલિસી"  પ્રાથમિક શિક્ષણ માં જાણો // Learn about the "No Detention Policy" in primary education

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સોમવારે "નો ડિટેન્શન પૉલિસી" પર નિર્ણય લીધો છે. મંત્રાલયના સચિવ સંજયકુમારે આ નિર્ણયની જાણકારી આપી છે.

આ નિર્ણય મુજબ હવે ધોરણ પાંચ અને આઠનાં વિદ્યાર્થીઓ જો નાપાસ થશે તો તેમને આગળના ધોરણમાં પ્રમોટ નહીં કરવામાં આવે, એટલે કે 'કૃપાગુણ' નહીં મળે.

અત્યાર સુધી પાંચ અને આઠમા ધોરણમાં નાપાસ થવા છતાં બાળકોને આગળના ધોરણમાં મોકલી દેવાતાં હતાં, પરંતુ હવે આવું નહીં થાય.

નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે.

જો વિદ્યાર્થીઓ તેમાં પણ સફળ નહીં થાય તો તેમને નાપાસ જ જાહેર કરવામાં આવશે અને ફરીથી તે જ વર્ગમાં અભ્યાસ કરવો પડશે.

નો ડિટેન્શન પૉલિસી પર શિક્ષણ મંત્રાલયના સચિવ સંજયકુમારે કહ્યું કે, "એવું નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ પાંચ અને આઠમાં તમામ પ્રયત્નો કર્યા પછી, જો તે અસફળ રહેશે તો તે નાપાસ રહેશે પણ કોઈ બાળકને શાળામાંથી બહાર કાઢવામાં આવશે નહીં.


હવે કૃપા ગુણ નહીં મળે

ધોરણ 5 અને 8 માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી 

ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનાની અંદર ફરીથી પરીક્ષા આપવાની રહેશે. એમા પણ નિષ્ફળ જશે તો નહીં આપવામાં આવે પ્રમોશન

કેન્દ્ર સરકારે નો ડિટેન્શન પોલિસી (No Detention Policy) નાબૂદ કરવાની જાહેરાત કરી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષાઓમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. તેમને પાસ કરી દેવાની પ્રથા પર કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે અને હવેથી નવા નિયમો હેઠળ, જો ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ વર્ગમાં નાપાસ થશે તો તેમણે ફરીથી પરીક્ષા આપી પાસ થવું પડશે.

હવે 5 અને 8 માં કરવામાં આવશે નાપાસ

સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્યથી આ પગલું ભર્યું છે. નવી નીતિ અનુસાર, ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં પ્રમોશન આપવામાં નહીં આવે. નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાની તક મળશે અને તેમાં પણ જો તે ફરીથી નાપાસ થશે તો તેને બઢતી આપવામાં આવશે નહીં.




Popular Posts