LIC Bima Sakhi Yojana : મહિલાઓ માટે ખાસ યોજના લોન્ચ કરી : દર મહીને રૂ. 7000 જાણો સંપૂર્ણ માહિતી

 LIC Bima Sakhi Yojana : મહિલાઓ માટે ખાસ યોજના લોન્ચ કરી : દર મહીને રૂ. 7000 જાણો સંપૂર્ણ માહિતી


LIC Bima Sakhi Yojana : LIC એટલે ભારતીય જીવન વીમા નિગમ જે ભારત સરકારની માલિકીનું જીવન વીમા અને રોકાણ નું વ્યવસ્થાપન કરતી કંપની છે. LIC નુ મુખ્ય મથક મુંબઈમાં આવેલ છે. એલ.આઇ.સી આપણા ભારત દેશની સૌથી મોટી કંપની છે. જેમાં 2013-14 વર્ષ ના અહેવાલ મુજબ 367.82 લાખ વીમાઓ ધરાવે છે જેમાં વિમાની રકમ કુલ 14,33,103.14 કરોડ ના વીમા ધરાવે છે. 

  • હાલના સમયના 2024 ના અહેવાલ પ્રમાણે એમ આર કુમાર ચેરમેન છે. LIC ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકેશ ગુપ્તા કાર્યરત છે. LIC ની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956 માં કરવામાં આવી હતી જે મુંબઈ શહેરમાં આવેલ છે. એલ.આઇ.સી દ્વારા જીવન વીમો, મેડિકલ વીમો, રોકાણ યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ જેવી સેવાઓ પૂરી પાડે છે. એલ.આઇ.સી એ ભારત સરકારના નાણામંત્રાલય હેઠળ કાર્યરત છે. જેમાં 1,14,000 જેટલા કર્મચારી કાર્યરત છે. LIC દ્વારા LIC હાઉસિંગ ફાઇનાન્સ, LIC પેન્શન ફંડ લિમિટેડ, LIC ઇન્ટરનેશનલ લિમિટેડ, LIC કાર્ડ સર્વિસીસ લિમિટેડ, LIC મ્યુચ્યુઅલ ફંડ લિમિટેડ જેવી ઉપ કંપનીઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય એલ.આઇ.સી દ્વારા IDBI BANK ની સ્થાપના કરવામાં આવે છે જે સંપૂર્ણ રીતે ભારત સરકારની નિયંત્રણમાં આવેલ છે. 
  • LIC દ્વારા હાલ મહિલાઓ માટે LIC બીમા સખી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં 18 વર્ષથી લઈને 70 વર્ષની મહિલા ને લાભ મળે તે માટે જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ ત્રણ વર્ષમાં મહિલાઓને તાલીમ આપવામાં આવશે જેમાં તેમને જણાવવામાં આવશે કે વિમાનનું મહત્વ કેવી રીતે સમજવું, આ તાલીમના સમયગાળામાં તમને કેટલા પૈસા મળશે અને તાલીમ બાદ મહિલાઓ LIC વીમા એજન્ટ તરીકે કઈ રીતે કામ કરો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે. તેનો ઉદ્દેશ મહિલાઓને આત્માને પર બનાવવાનો છે. 

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના અલગ અલગ શહેરોમાં આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાનો લાભ બનનાર મહિલાઓને વીમા સખી તરીકે ઓળખવામાં આવશે. અહીં કામ કરતી મહિલાઓને તેમના વિસ્તારમાં અન્ય વ્યક્તિને વીમો મેળવવા માટે પ્રોત્સાહન આપશે. જેમાં મહિલાઓનું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. તેમને પ્રથમ ત્રણ વર્ષમાં તાલીમ આપવામાં આવશે. તેમની નાણાકીય સમજણ વધે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. આ સિવાય તેમને વિમાનું મહત્વ પણ બતાવવામાં આવશે. 

  • વિમાની તાલીમ અંતર્ગત સમયગાળામાં મહિલાઓને કેટલા પૈસા મળશે તેની માહિતી આપવામાં આવશે. તાલીમ બાદ મહિલાઓને LIC વીમા એજન્ટ તરીકે કામ કરી શકે છે. તેની સાથે જ બીએ પાસ વીમા સખીઓને પણ વિકાસ અધિકારી બનવાની તક મળી શકે છે. એટલે કે ગ્રેજ્યુએટ મહિલાઓને વીમા એજન્ટ તરીકે આગળ કામ કરવાની સુવર્ણ તક મળી શકે છે. 

વીમા સખી બનવાની પાત્રતા

  • LIC વીમા સખી યોજનામાં માત્ર મહિલાઓ અરજી કરી શકે છે. તેમાં તેમની પાસે મેટ્રિક/ હાઈ સ્કુલ/ 10 મુ પાસ હોવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ આજે સાથે તેની ઉંમર 18 વર્ષથી 70 વર્ષ સુધીની હોવી જોઈએ. આ મહિલાઓ ત્રણ વર્ષ સુધી તાલીમ લઈ અને ત્યારબાદ એજન્ટ તરીકે કામ કરી શકે તેવી ઈચ્છા વૃત્તિ હોવી જોઈએ. 

વીમા સખી બનવાના ફાયદા

  • વીમા સખી બનવા અંગેના ફાયદામાં ભીમાસખી યોજનામાં મહિલા ત્રણ વર્ષ સુધી તાલીમ લઈને ત્યારબાદ એલઆઇસી એજન્ટ તરીકે નિમણૂક કરી શકાશે. તેની એજન્ટ તરીકે નિમણૂક થયા બાદ તેઓ એલ.આઇ.સી ના નિયમિત કર્મચારી તરીકે કામ કરે કે નહીં પણ તેમણે નિયમિત કર્મચારીનો લાભ મળતો રહેશે. જો કોઈ મહિલા એમસીએસ સ્કીમ હેઠળ પસંદ કરાયેલ હોય તો તેને દર વર્ષે ચોક્કસ કામગીરી ના ધોરણ પુરા કરવા પડશે અને યોજનાની સફળતા અને સહભાગીઓની પ્રગતિની ખાતરી કરવા માટે નક્કી કરવામાં આવશે. એટલે કે તેને અધિકૃત વ્યક્તિનો દરજ્જો આપવામાં આવશે. 

વીમા સખી યોજનામાં કેટલા પૈસા મળશે?

  • Lic વીમા સખી યોજનામાં જોડાનાર મહિલાઓને ત્રણ વર્ષની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન તેને કુલ બે લાખ રૂપિયાથી વધુ રકમની સહાય મળશે. જેમાં તેમને પહેલા વર્ષે 7000 રૂપિયા પ્રતિ માસ , બીજા વર્ષે 6000 રૂપિયા પ્રતિ માસ , ત્રીજા વર્ષે 5000 રૂપિયા પ્રતિ માસ મળશે. અહીં સરકાર દ્વારા બોનસ કે કમિશનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. યોજના માટે એક શરત મૂકવામાં આવે છે કે મહિલા ઓને વેચવામાં આવતી 65 ટકા પોલીસે થી આવતા વર્ષના અંત સુધી સક્રિય એટલે કે અધિકારી રહેવી જોઈએ. આનો અર્થ એ દર્શાવાય છે કે જો મહિલા પ્રથમ વર્ષમાં 100 પોલિસીઓ વેચે છે તો તેમાંથી 65 પોલીસે બીજા વર્ષના અંત સુધીમાં અમલમાં મૂકવામાં આવશે. તેનો ઉદ્દેશ સુનિશ્ચિત કરવાનો છે કે એજન્ટો માત્ર પોલીસીઓ જ નહીં વેચે પણ તેને જાળવી રાખવાનો પણ પ્રયાસ કરે છે. એટલે કે મહિલાઓ લાંબા સમય સુધી એજન્ટ તરીકે કાર્યરત રહે છે. 

LIC વીમા સખી યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  • વીમા સખી યોજનામાં અરજી કરવા માટે નીચે આપેલ વેબસાઈટની મુલાકાત લેવી. https://licindia.in/test2 જેમાં તેની સંપૂર્ણ માહિતી આપેલ છે. ત્યારબાદ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની મહિલા કરિયર એજન્ટ નું પેજ સ્ક્રીન પર આવશે. ત્યારબાદ નીચેની તરફ જતા તેમાં બધી જ માહિતી દર્શાવેલ છે તેની સાથે જ પ્રતિમાસ કઈ રીતે પેમેન્ટ આપશે તેની માહિતી છે. 

  1. નીચે આપેલ બટન ક્લિક ફોર વીમા સખી પર ક્લિક કરવું.
  2. ત્યારબાદ અરજી નું ફોર્મ ભરવું 
  3. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરીને આગળ ની માહિતી મેળવવી. 
  4. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવો અને એપ્લિકેશન ફોર્મ ને આગળ વધારવુ.
  5. ત્યારબાદ ઓળખ માટેના દર્શાવેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા, સરનામાના ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને છેલ્લે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર ની નકલ જોડવી. 
  6. ત્યારબાદ અરજીના ફોર્મ ને સંપૂર્ણ રીતે વાંચી અને ફાઈનલ સબમીટ કરવુ 

Lead Application for LIC’ S Bima Sakhi Yojna

અહી ક્લિક કરો

LIC Official website

અહી ક્લિક કરો

IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Popular Posts