અમદાવાદ મહાનગરપાલિકા ભરતીઃ ફાયર વિભાગમાં ₹1.67 લાખ સુધીની નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી જ માહિતી

 અમદાવાદ મહાનગરપાલિકા ભરતીઃ ફાયર વિભાગમાં ₹1.67 લાખ સુધીની નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી જ માહિતી.


AMC Recruitment 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતીઃ અમદાવાદમાં સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર)ની બે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટેની માહિતી

સંસ્થા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)

પોસ્ટ

ડે.ચીફ ઓફિસર (ફાયર)

જગ્યા

2

વિભાગ

ફાયર

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

વય મર્યાદા

45 વર્ષથી વધુ નહીં

અરજી કરવાની છેલ્લી તારીખ

5 ફેબ્રુઆરી 2025

ક્યાં અરજી કરવી

https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

કેટેગરી

જગ્યા

અનામત

0

બિનઅનામત

1

સા.શૈ.પ.વર્ગ

1

કુલ

2

શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કરાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ સ્નાતકની ડિગ્રી, અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત ફાયર પ્રિવેન્શન કોર્સનો ડિવિઝનલ ઓફિસર કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા
  • માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ એન્જિનિયરિંગ (ફાયર)/ બેચલર ટેક્નૉલૉજી (ફાયર)/ બેચલર ઑફ એન્જિનિયરિંગ (ફાયર એન્ડ સેફ્ટી)/ બેચલર ઇકનોલૉજી (ફાયર એન્ડ સેફ્ટી)/ બેચલર ઑફ સાયન્સ (ફાયર) ની ડિગ્રી કરેલી હોવી જોઈએ

અનુભવ

  • સરકારી/સ્થાનિક સંસ્થાઓ/સરકારી ઉપક્રમ બોર્ડમાં ડિવિઝનલ ફાયર ઓફિસર/સ્ટેશન ફાયર ઓફિસરની રેન્કથી નીચે ન હોય તેવી પોસ્ટની સમકક્ષ ગણી શકાય તેવી પોસ્ટ પર ફાયર બ્રિગેડ સેવાના ક્ષેત્રમાં લગભગ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ડે.ચીફ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

  • આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને લેવલ-9 પે મેટ્રીક્સ ₹ 53,100- ₹ 1,67,800 ની ગ્રેડ માં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
  • ઉમેદવારોએ અરજી તારીખ 5 ફેબ્રુઆરી 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે
  • ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ અને કરિયરના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

નોટિફિકેશન

AMC-fire-bharti-notificationDownload

  • ઉમેદવારોને સૂચન છે કે અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.

Popular Posts