50+ નવા વર્ષની શુભેચ્છાઓ, સંદેશાઓ, ગુજરાતીમાં અવતરણો | 2025 New Year Wishes in Gujarati

 50+ નવા વર્ષની શુભેચ્છાઓ, સંદેશાઓ, ગુજરાતીમાં અવતરણો | 2025 New Year Wishes in Gujarati

આ પણ વાંચો : news year job job job 

BAOU Recruitment 2024: ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર,મેળવો ₹67,700 સુધી નો પગાર

જાન્યુઆરી 2025માં DA 56% થવાની સંભાવના: એક કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને થશે ફાયદો.


NABARD Recruitment 2024: નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર 

2025 નવા વર્ષની શુભકામનાઓ – Happy New Year Wishes, Greetings & Messages in Gujarati

ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો મહિનો. ભારતમાં પણ લોકો હવે ક્રિસ્મસ ધૂમધામથી ઉજવી રહ્યા છે, તેમજ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તમારા માટે અમે લઇને આવ્યા છીએ નવા વર્ષના શુભેચ્છા સંદેશા અને મેસેજ. સૌ કોઈ પોતપોતાના પ્રિયજનો, મિત્રો અને પરિવારને ગુજરાતીમાં નવા વર્ષની શુભેચ્છાઓ અને મેસેજ મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખી અમે તમારા માટે સુંદર એવા ગુજરાતીમાં નવા વર્ષના શુભેચ્છા, શુભકામનાઓ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો કે પરિવારમાં શેર કરી શકો છો.

ગુજરાતીમાં નવા વર્ષની ટોચની 10 શુભેચ્છાઓ – Top 10 New Year Wishes in Gujarati

  • નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ! આ વર્ષ તમારા જીવનમાં અનેરો આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે તેવી દિલથી શુભેચ્છાઓ.
  • નવા વર્ષનું આગમન તમારાં જીવનમાં ખુશીઓ અને આશાની નવી કિરણ લાવે. તમે ઉત્તરોત્તર સફળતાના નવા શિખરો સર કરો અને દરેક ક્ષણમાં ભવ્ય સફળતા હાંસિલ કરો તેવા શુભાશિષ.
  • નવું વર્ષ મુબારક!
  • “સૂર્યના કિરણો જેવી ચમક તમારા જીવનમાં આવે,
  • નવી ઉર્જા, અને નવી ઉમ્મીદ સાથે સફળતાની નવી રાહ પર ચાલતા રહો”
  • હેપ્પી ન્યુ યર!
  • નવું વર્ષ આપના જીવનમાં પણ નવ ઉમંગ અને નવ હરખ લઇને આવે, એવી માર અને મારા પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ!
  • તમને, તમારા પરિવારમાં, ઘરના ખૂણે-ખૂણામાં આનંદ અને ખુશીઓનો વરસાદ થાય, નવીન પ્રકાશ ફેલાય તેવી નવા વર્ષની શુભમંગલકામના! નવા વર્ષના રામ રામ.
  • આ નવા વર્ષે તમે નવા સોપાન સર કરો, નવી સિદ્ધિઓ અને અઢળક ધન પ્રાપ્ત કરો, તેમજ ઘર, પરિવાર સાથે હળીમળીને સુખ-શાંતિથી રહો તેવી નવા વર્ષની દિલથી શુભકામનાઓ.
  • હું બોલું એ થઇ જાય,
  • હું મંગુ એ મળી જાય,
  • આ નવું વર્ષ બસ, તમારું થઇ જાય,
  • એવી દિલના અંતઃકરણની દુઆ બસ પાસ થઇ જાય.
  • નવા વર્ષની આપને શુભેચ્છાઓ.
  • આ નવું વર્ષ કરો કમાલ
  • આ નવું વર્ષ લખો તમારે નામ,
  • આ નવું વર્ષ ચઢો શિખરો સફળતાનાં,
  • આ નવું વર્ષ નવા રંગોથી રંગાઈ જાય.
  • આ નવા વર્ષમાં તમારી ઉપરની તમામ ઈચ્છઓ પુરી થઇ જાય એવી પ્રભુને કામના.
  • આ નવા વર્ષની આપને અને આપના પરિવારને અનેકો અનેક શુભેચ્છાઓ.
  • દિલની દુઆ કબૂલ થઈ જશે,
  • તમારી માંગણી મંજુર થઇ જશે.
  • દિલથી સંબંધ રાખજો અમારી જોડે
  • નવા વર્ષે બધું જ શુભ-મંગલ થઇ જશે.
  • હેપ્પી ન્યુ યર!
  • શબ્દોથી છલોછલ છે મારી લાગણી, ભાવનાઓથી ભરપૂર છે મારી માંગણી.
  • નવા વર્ષની તમારી દરેક ક્ષણે ક્ષણો મધથીય મીઠી બની જાય એવી શુભકામનાઓ!

પરિવાર માટે ગુજરાતીમાં નવા વર્ષની શુભેચ્છા સંદેશ – Happy New Year Messages For Family In Gujarati

  • આવનાર નવું વર્ષ, અપને અને અપના પરિવાર માટે અનંત ખુશીયો લઇને આવે એવી મારા અને મારા પરિવાર તરફથી અનેકો અનેક શુભેચ્છાઓ.
  • બદલાતું વર્ષ અને બદલાતા દિવસોની સાથે સાથે આપણા સુખદ સંબંધો નવાં વર્ષમાં વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ સાથે આપ અને આપના પરિવારને નવા વર્ષની શુભકામનાઓ!
  • શુભ સમયની છે આ શરૂઆત,
  • નવા વર્ષની છે આ વાત.
  • ચારેય તરફ છે ખુશીયોનો મારો
  • મારી તરફથી એ જ દુઆ છે કે
  • તમારા પરિવાર પર વરસે
  • સદા ખુશીયોનો તોપમારો.
  • સપનાને પાંખ મળે, ઇચ્છાઓને ઉડાન મળે,
  • તમારા પરિવારને દરેક પળે નવા સ્મિતનો ઉપહાર મળે.
  • આપ અને આપના પરિવારને નવા વર્ષના શુભાશિષ!
  • નવા વર્ષની શરૂઆત સાથે, નવી આશાઓ અને સપનાઓની આશ છે સાથે!
  • પરિવાર સાથેના દરેક પળ સુખદ અને યાદગાર બને એવી દિલથી શુભેચ્છા.
  • આવનાર વર્ષમાં જીવનમાં ખુશી અને શાંતિ મળે એવી શુભકામના!
  • આજથી શરુ થતું નવું વર્ષ તમારા જીવનમાં આનંદ, શાંતિ અને પ્રગતિના નવા પથ ખોલે, તેમજ તમે અને તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એવા આશીર્વાદ! નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ.
  • નવા વર્ષે તમારા સપનાઓ હકીકતમાં પરિણામે, તમારું આરોગ્ય સારું રહે, તમારું ભાગ્ય ચમકે તેમજ તમારા પરિવારમાં પ્રેમ બની રહે એવી શુભેચ્છાઓ.
  • નવા વર્ષે તમે નવી ઊંચાઈઓ અને સફળતાનાં નવા શિખરો પાર કરો એવા આશીર્વાદ સાથે તમને અને તમારા પ્રિય પરિવારને નવા વર્ષના અભિનંદન!
  • નવું વર્ષ દરેક ક્ષણ ખુશીઓ લાવે, પરિવારમાં પ્રેમનું ઝરણું વહે તેમજ નવી ઉર્જા, ઉમંગ અને નવા જોશ સાથે પ્રગતિના પંથે આગળ વાધો એવી શુભકામનાઓ.
  • આ નવા વર્ષે ઈશ્વર તમારા ઘર- પરિવાર પર આશીર્વાદ વરસાવે, અને તમે સદા સુખી રહો એવી નવા વર્ષની શુભેચ્છાઓ.

ગુજરાતી મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ – Gujarati Happy New Year Wishes For Friends

  • હેપ્પી ન્યુ યર! નવા વર્ષમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થાય એવી મારા પરમ મિત્રને દિલથી શુભકામનાઓ.
  • આવનાર નવું વર્ષ મારા પરમ મિત્રને દરેક મક્કમ મકસદને પહોંચી વળવા શક્તિ આપે તેમજ દરેક કદમે સફળતાઓ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ.
  • નવા વર્ષે તમારા બધા સપનાઓ અને ઇચ્છાઓ સફળતા પૂર્વક પુરા થાય, તેમજ નવું વર્ષ ખુશહાલ અને ઉમંગથી ભરેલું રહે એવી મંગલ કામના.
  • આ નવું વર્ષ તને સારી તકો પ્રાપ્ત થાય, આપણી દોસ્તી અને મસ્તી વધુ ગાઢ અને મજબૂત થાય એવા નવા વર્ષેના શુભાશિષ. હેપ્પી ન્યુ યર!
  • મિત્ર, આ નવું વર્ષ તારા માટે સ્વપ્નોને સાકાર કરનારું બની રહે, તથા જીવનમાં હંમેશા મિઠાશ અને સકારાત્મકતાનો પ્રવાહ અવિરત વહેતો રહે એવી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ!
  • નવું એક પાનું ખુલશે,
  • આપણી દોસ્તીનું એક સરનામું ખુલશે.
  • દોસ્તીના નામે કરી દઈએ આ નવું વર્ષ
  • મોજ, મસ્તી ને મિત્રતાના નવા કારનામા
  • ખોલશે આ નવું વર્ષ.
  • હેપ્પી ન્યુ યર!

  • નવું વર્ષ સુખદ, મીઠું અને ફળદાયી નીવડે, તેમજ આપણા સંબંધો વધુ આહલાદક બને તેવી સકારાત્મક શુભકામનાઓ. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ
  • આ નવા વર્ષમાં તમારી તમામ સમસ્યાઓ દૂર થાય, આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યમાં ઉત્તરોત્તર વધારો થાય અને જીવન અનમોલ બની રહે એવી પરમ કૃપાળુ પ્રભુને વંદના. હેપ્પી ન્યુ યર!
  • આવનાર વર્ષ 2025માં આપણી મૈત્રી વધુ મજબૂત, પ્રગાઢ અને જીવંત બની રહે તેવી શુભકામનાઓ! નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ!
  • નવા વર્ષમાં તમે જે પણ કાર્યો હાથ ધરો, તેમાં ઉતીર્ણ થાઓ, સફળતાના નવા શિખરો સર કરો, તેમજ તમારું જીવન મીઠી યાદોથી અને આનંદથી ભરપૂર રહે એવી ઈશ્વરને પ્રાર્થના. હેપ્પી ન્યુ યર!


Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.


Popular Posts