8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર: ટૂંક સમયમાં મળી શકે છે મોટી ભેટ
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર: ટૂંક સમયમાં મળી શકે છે મોટી ભેટ
8th Pay Commission: કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે, જેમાં 8મા પગાર પંચની રચના કરવાની યોજના અને મોંઘવારી ભથ્થામાં 4%ના વધારાનો સમાવેશ થાય છે.
- ખુશખબરી! સંભળાવા મળી રહી છે, તે મુજબ મોદી સરકાર ક્યારે લાગુ કરશે આઠમુ પગાર પંચ? અને કેટલો વધશે પગાર? જેવા પ્રશ્નોની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે.
- કેન્દ્ર સરકારના કર્મચારી અથવા પેન્શનર માટે આનંદના ન્યુઝ છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને સારો પગાર અને પેન્શન આપવા માટે છેલ્લા કેટલાક સમયથી 8મા પગાર પંચ (8th Pay Commission)ની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે તમામ કર્મચારી સંગઠનોએ સરકાર સાથે વાતચિત કરી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પણ કેટલાક મીડિયા રિપોર્ટના આધારે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 સુધીમાં મળી શકે છે.
8th Pay Commission
- કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવતી હોય છે. પંચની સલાહના આધારે જ સરકારી કર્મચારીઓના પગાર માળખામાં પણ ફેરફાર કરવામાં આવતો હોય છે. સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ હિસાબથી આગામી આઠમું પગારપંચ 10 વર્ષ બાદ એટલે કે 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની શક્યતાઓ છે. જો સરકાર જાન્યુઆરી 2026થી તેનો અમલ કરે છે તો આ માટે કમિશનની રચના પણ કરવી જરૂરી બનશે.
સાતમા પગાર પંચમાં કરાયેલ બદલાવ
- જ્યારે સરકારી કર્મચારી યુનિયન દ્વારા પગાર વધારવા માટે ખાસ રીતે નવા ફીટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 કરવાની માંગણી કરાઇ હતી. ત્યારે સરકારે તેને 2.57 કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારની ગણતરીની એક પદ્ધતિ છે, કે જેમાં પગાર અને પેન્શનની ગણતરી કરવામાં આવી છે. એના પછી છઠ્ઠા પગાર પંચનો સૌથી ઓછો પગાર જે 7000 રૂપિયા હતો તે વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો. અને એવી જ રીતે સૌથી ઓછું પેન્શન 3500 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવામાં આવ્યું હતું. સૌથી વધુ પગાર રૂ. 2,50,000 થઈ ગયો અને સૌથી વધુ પેન્શન રૂ. 1,25,000 રૂપિયા થઈ ગયું.
આઠમા પગાર પંચમાં શું થઈ શકે?
- ફાઈનાન્શિયલ એક્સપ્રેસ ન્યુઝમાં પ્રકાશિત ન્યુઝ પ્રમાણે, આઠમા પગાર પંચમાં કર્મચારીઓનો પગાર વધારવા માટે ફિટમેન્ટ ફેક્ટરને 1.92 રાખવામાં આવી શકે છે. જો આવું થશે તો લઘુત્તમ વેતન વધીને 34,560 રૂપિયા થશે. તેવી જ રીતે જેઓ નિવૃત્ત થયા છે તેમને પણ પહેલા કરતા વધુ પેન્શન મળશે. તેમાં 17,280 રૂપિયા સુધીનો વધારો પણ થઈ શકે છે.
આ ફિટમેન્ટ ફેક્ટર એટલે શું?
- ફિટમેન્ટ ફેક્ટર એ એક પ્રકારની ગણતરી છે, જેમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની ગણતરી કરવા માટે થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો ગુણાકાર નંબર છે જેનાથી કર્મચારીનો મૂળ પગાર ગુણાકાર કરવામાં આવે ત્યારે તેમાં વધારો થાય છે. તેવી જ રીતે તેનો કુલ પગાર પણ નક્કી થાય છે. જ્યારે જ્યારે નવું પગારપંચ રચાય છે ત્યારે આ ફિટમેન્ટ ફેક્ટર બદલાય છે. આ ફેરફારને કારણે કર્મચારીઓનો મૂળ પગાર વધે છે અને તેમના અન્ય ભથ્થાંઓનો પણ વધારો થાય છે.
8th Pay Commission 8મા પગાર પંચની રચનાની પૂરી શક્યતાઓ
- • આર્થિક લાભ: મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરીને, જે હાલના 50%થી વધીને 54% સુધી પહોંચી જશે.
- • પગાર વધારો: નવા પગાર પંચના અમલથી સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.
- • સમયરેખા: 8મા પગાર પંચની જાહેરાત આવતા જૂનના અંતમાં અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં થવાની શક્ય છે.
મોંઘવારી ભથ્થાનો લાભ
8th Pay Commission: હાલમાં 50% DA મેળવતા કર્મચારીઓ માટે 4% વધારાને કારણે પગારમાં બમ્પર વધારો થશે. આ નવા દર 1 જુલાઈથી લાગુ થવાની શક્યતા છે. ડીએ દર વર્ષે બે વખત સુધારવામાં આવે છે–1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં આવે છે.
આગામી બજેટ અને પગાર પંચની શક્યતા
- ન્યુઝ મીડિયા અહેવાલો સૂચવે છે કે સરકાર જુલાઈમાં બજેટ પછી 8મા પગાર પંચની જાહેરાત કરી શકે છે. 7મું પગાર પંચ 2016માં લાગુ થયું હતું, અને દર દસ વર્ષમાં એક નવો પગાર પંચ અમલમાં આવે છે.
8મા પગાર પંચના ફાયદા
- • પ્રતિભાશાળી કર્મચારીઓ માટે આકર્ષક પગાર માળખું.
- • પેન્શનરો સહિત લગભગ 1 કરોડ લાભાર્થીઓને સીધી અસર.
- • કર્મચારીઓના પગાર અને ભથ્થા નવી નીતિઓ અનુસાર નક્કી થશે.
8th Pay Commission: સરકારની આ જાહેરાતથી કેન્દ્રીય કર્મચારીઓ માટે નવો આશાવાદ ઊભો થયો છે. જો 8મું પગાર પંચ જાહેર થાય છે, તો તે વધુ આર્થિક સુરક્ષા અને સંતુષ્ટિ તરફ એક મોટું પગલું સાબિત થશે.
GSQAC (Gunotsav 2.0) સ્કૂલ એક્રેડિટેશન (વર્ષ 2024–25) અંતર્ગત શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકનની કામગીરી શરુ
મરજિયાત રજા લીસ્ટ 2025 | Marjiyat Holiday List 2025 Gujarat ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવતુ...
https://tinyurl.com/mrxwfzy9
All ડિસ્ટ્રિક્ટ રજા લિસ્ટ 2025
👍
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
Canara Bank Recruitment 2025: કેનેરા બેંક દ્વારા વિવિધ પદો પર 60+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
Rajkot MDM Bharti 2025 : મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 સ
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.