India s New Tax Slab Income Tax Changes in India Understanding the rs12 Lakh Exemption

 India s New Tax Slab Income Tax Changes in India Understanding the rs12 Lakh Exemption

12 લાખ રૂપિયા સુધી Income Tax ફ્રી, તો પછી આ 10 ટકા સ્લેબ શા માટે ? અહીંયા સમજો સહેલી રીતે

India s New Tax Slab :

આજે સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિની જાહેરાત કરી છે, પરંતુ લોકોના મનમાં આ અંગે ઘણા પ્રશ્નો છે. જેમ કે જો કોઈનો પગાર 13 લાખ રૂપિયા છે, તો તેના પર કેટલો ટેક્સ લાગશે? આ સાથે સૌથી મોટી મૂંઝવણ એ છે કે જો 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ આપવામાં આવે છે, તો શું ફક્ત 1 લાખ રૂપિયા પર જ કર ચૂકવવો પડશે? જવાબ છે- ના.

  • લોકોનો એક પ્રશ્ન એ છે કે જો પગાર 13 લાખ રૂપિયા હોય તો શું આપણે 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે? તો આનો જવાબ પણ છે - ના. આને લગતો ત્રીજો પ્રશ્ન એ છે કે જ્યારે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે તો પછી સરકારે આ સ્લેબ સિસ્ટમ કેમ આપી છે. 4 થી 8 લાખ રૂપિયાની આવક પર 5 ટકા આવકવેરો 8 થી 12 લાખ પર 10 ટકા આવકવેરો કેમ?

રેક પ્રશ્નના જવાબો આ રહ્યા :

 જો તમારો પગાર 13 લાખ રૂપિયા છે અને તેને ટેક્સ સ્લેબ અનુસાર 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલા ચાર લાખ, બીજા ચાર લાખ, ત્રીજા ચાર લાખ અને છેલ્લે બાકીના એક લાખ. પહેલા ચાર લાખ રૂપિયા પર કોઈ ટેક્સ નથી. 

  • હવે 4 થી 8 લાખ રૂપિયાના આગળના ભાગ પર 5 ટકા ટેક્સ લાગશે, જેનો અર્થ એ થયો કે આ 20 હજાર રૂપિયા હશે. હવે 8 થી 12 લાખ રૂપિયાની રકમ પર 10 ટકા ટેક્સ લાગશે. જે લગભગ 40 હજાર રૂપિયા હશે. હવે છેલ્લા એક લાખ રૂપિયા બાકી છે. આ એક લાખ રૂપિયા પર 15 ટકા ટેક્સ લાગશે.
  • હવે એક લાખ રૂપિયાના 15 ટકા 15 હજાર રૂપિયા થાય છે. હવે જો આપણે આખી રકમ પર લાગુ પડતો ટેક્સ ઉમેરીએ તો તે 75 હજાર રૂપિયા થશે. એટલે કે 13 લાખ રૂપિયાની આવક ધરાવતી વ્યક્તિએ 75 હજાર રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે.

ભવિષ્યના પગારદાર વ્યક્તિઓ માટે ટેક્સ પ્રણાલી પણ આ ફોર્મ્યુલા પર કામ કરશે. ઉદાહરણ તરીકે 14 લાખ રૂપિયાની આવક પર 90 હજાર રૂપિયા, 15 લાખ રૂપિયાની આવક પર 1,05,000 રૂપિયા અને 16 લાખ રૂપિયાની આવક પર 1,20,000 રૂપિયાનો ટેક્સ લાગશે.

  • જૂના ટેક્સ સ્લેબ મુજબ 16 લાખ રૂપિયા પર 1,70,000 ચુકવવાનો હતો, પરંતુ નવા સ્લેબ મુજબ ફક્ત 1,20,000 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે. એનો અર્થ એ કે તેને અહીં પણ ફાયદો થશે.

કર મુક્તિનો લાભ કોને મળશે? :

  •  ઘણા લોકોને આ મૂંઝવણ છે કે આ નિર્ણય ફક્ત નોકરી કરતા લોકો માટે જ લાગુ પડે છે. જો કે સરકારે બજેટમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તમે નોકરી કરતા હોવ, કોઈ વ્યવસાય કરતા હોવ કે દુકાન ચલાવતા હોવ, જો તમારી વાર્ષિક આવક 12 લાખ કે તેથી ઓછી હોય તો તમારે આવકવેરો ભરવાની જરૂર નથી. નોકરી કરતાં લોકો માટે એક ફાયદો એ છે કે આ મુક્તિની સાથે, તેમને 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળતો રહેશે.
  • ઉદાહરણ તરીકે જો કોઈ પગારદાર વ્યક્તિનો વાર્ષિક પગાર 12,75,000 રૂપિયા છે, તો 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મેળવ્યા પછી તેનો પગાર 12 લાખ રૂપિયા થઈ જશે અને તેને કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં.

Popular Posts