ચૂંટણી પગલે અટકેલ HTAT જિલ્લા ફેરબદલી નવીન કાર્યક્રમ જાહેર થઇ શકે છે.


ચૂંટણી પગલે અટકેલ HTAT જિલ્લા ફેરબદલી નવીન કાર્યક્રમ જાહેર થઇ શકે છે. 

 After 12 years of persistent demands, the education department has finally introduced new rules for transferring and staffing HTAT head teachers, benefiting nearly 7,000 educators. .

Under the new regulations, HTAT head teachers will be eligible for intra-district transfers after three years of service and inter-district transfers after five years. The updated rules also accommodate transfers based on medical needs, couple postings and swaps with other teachers. Additionally, there are provisions for the transfer of officers and employees stationed at the state headquarters.

The teacher-to-student ratio will be revised from one HTAT head teacher per 250 students to one per 150, addressing surplus issues. These reforms go back to 2011 when HTAT head teachers formed a union.

The cadre established that year was confirmed as an education cadre in 2021. Transfer rules framed in 2019 were stalled due to litigation. 

Htat transfar old news 

✔રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવા માટે આદેશ કરાયો હતો. ઓફલાઈન પદ્ધતિથી યોજાનારા આ કેમ્પમાં ભાગ લેવા માટે મુખ્ય શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવ્યા બાદ 7 જાન્યુઆરી સુધી અરજી સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ અરજીઓની ચકાસણી અને શ્રેયાનતા યાદી જાહેર કર્યા બાદ 27 જાન્યુઆરીના રોજ શાળા પસંદગી કરાવી હુકમો ઈશ્યૂ કરવામાં આવનાર હતા. જોકે, આ દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરચા આદર્શ આચારસંહિતા અમલમાં આવવાથી HTAT મુખ્ય શિક્ષકના જિલ્લા ફેર બદલી કેમ્પ અંગેની હાલ કાર્યરત કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી છે. 

✔રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. શિક્ષણ વિભાગ દ્વારા HTAT મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પનું વિગતવાર શિડ્યુઅલ જાહેર કરી અગ્રતાના ધોરણે કામગીરી પુર્ણ કરવા માટે સુચના આપી હતી. જેના પગલે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત મુખ્ય શિક્ષકોના વર્ષ 2024-25ના જિલ્લા ફેર બદલી કેમ્પમાં મુખ્ય શિક્ષકની તમામ ખાલી જગ્યાઓ દર્શાવી ખાલી રહેલી જગ્યા પૈકીની 75 ટકાની મર્યાદામાં જગ્યાઓ જિલ્લા ફેરબદલીથી ભરવા માટે સૂચના આપેલી હતી. જેને ધ્યાને લઈને ઓફલાઈન પદ્ધતિથી બદલી કેમ્પનું આયોજન કરવા માટે આદેશ કરાયો હતો.

✔મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા ફેર બદલી માટે અરજી કરવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયા બાદ 7 જાન્યુઆરી સુધી અરજી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ 10 જાન્યુઆરીના રોજ મુખ્ય શિક્ષક દ્વારા કરેલી અરજીઓની ચકાસણી કરી માન્ય તથા અમાન્ય કરી જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજૂ કરેલી માન્ય તથા અમાન્ય અરજીઓની ચકાસણી કરી 16 જાન્યુ.એ લેખિત કારણોસર અરજદારને જાણ કરાઈ હતી. 

✔17 જાન્યુઆરીના રોજ મુખ્ય શિક્ષક દ્વારા કરેલી અરજીઓ તમામ આધાર પુરાવા સાથે મંજૂર કરવાપાત્ર અરજીઓની જિલ્લાવાર યાદી તૈયાર કરી અસલ અરજી સંબંધિત જિલ્લાઓને રૂબરૂ આપવામાં આવી હતી. ત્યારબાદ સંબંધિત જિલ્લા-નગરને મળેલી અરજીઓની અગ્રતા-શ્રેયાનતા મુજબની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર કરાયા બાદ હવે આગામી દિવસોમાં જિલ્લા ફેરબદલી કેમ્પ દ્વારા શાળા પસંદગી કરાવી હુકમો ઈશ્યૂ કરવામાં આવનાર હતા. જોકે, રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતા અમલમાં આવતા તે મુજબ કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી. જેના પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષણ વિભાગની આગામી સૂચના ન મળે ત્યાં સુધી HTAT મુખ્ય શિક્ષકના જિલ્લા ફેર બદલી કેમ્પ અંગેની હાલ કાર્યરત કાર્યવાહી સ્થગિત કરવા આદેશ કર્યો છે.

Htat transfar NEW  PROGRAMS

 ચૂંટણીના પગલે અટકેલ  HTAT જિલ્લા ફેર બદલી નું જીવનનું શિડ્યુલ આજે આવી શકે છે. ગુજરાતના તમામ સંગઠનો જિલ્લા ફેર બદલી થાય. મુખ્ય શિક્ષકોની વતનનું લાભ મળે તે માટે. આંદોલનનું જાહેર કર્યા હતા. એચ ટાટ મુખ્ય શિક્ષકોની બદલીની ફાઈલ અને તે અંતર્ગત તમામ બાબતો ચૂંટણી પૂરી થયા પછી સરકારે એ છતાં જિલ્લા ફેર બદલી નું શિડ્યુલ આપ્યું નથી. તે આજે આવી શકે છે 
શિડ્યુલ

HTAT TRANSFAR NEW શિડ્યુલ

Htat જિલ્લા ફેર બદલી નું શિડ્યુલ નવું આવતા જ અહીંયા મૂકવામાં આવશે