ક્યાં ,ક્યારે ,કેવી રજા મુકવી -જાણો રજા ના નિયમ સરળ રીતે રજાઓ ની સમજ
👫શાળામાં પરચુરણ રજા અને વળતર રજાઓ મંજૂર કરવા બાબત અમદાવાદ 20.3.2023
👫ક્યાં ,ક્યારે ,કેવી રજા મુકવી -જાણો રજા ના નિયમ સરળ રીતે શિક્ષકો માટે રજા ના નિયમ સમજવા માટે અહીંયા ક્લીક કરો (1)
2023 રજા અને મરજિયાત રજા નું લિસ્ટ
. શાળા માં મોડું થાય તો
શનિવાર અડધી raja
👉શનિવાર અડધી raja મળે કે નહિ પત્ર જોવા લાયક
👫પિતૃત્વ ની રજા બાબત માગ્દર્શન પત્ર 2018 શિક્ષણ વિભાગ
Downlod
વળતર રજા વિશે સમજ
રજાઓ અંગે સામાન્ય સમજ
👉રજા ની માંગણી
રજા પછી તે ગમે તે પ્રકારની હોય,રજા માંગણી માટે ખાતા એ ઠરાવેલ નમુના માં માંગણી કરવી જોઇએ.પ્રાથમિક શિક્ષકો ની રજાઓ સામાન્યત તાલુકા કે જિલ્લા પંચાયત ની શિક્ષણ શાખા દ્વારા મંજુર થાય છે.
અત્રે નોંધવુ જરૂરી છે કે રજા નકારવાનો હક સતા અધિકારી ને છે પણ રજા નો પ્રકાર બદલવાનો અધિકાર નથી..ટુંકમાં માંગણીવાળી રજા મંજુર કરવી જોઇએ અથવા નકારવી જોઇએ.રજા સામાન્ય રીતે સિલકમાં હોય તો નકારવામાં આવતી નથી.આમ છતાં હકની રીતે રજાની માંગણી કરી શકાતી નથી.જાહેર હિત માં પોતાની વિવેકબુધ્ધી પ્રમાણે અધિકારી પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.શાળાના સંખ્યાબળને અસર પડે તેવા સંજોગોમાં પણ રજા નામંજુર કરી શકાય છે.
નિયમ -૬૨૨ હેઠળ કર્મચારી અવારનવાર તબીબી પ્રમાણપત્ર રજૂ કરી રજા ઉપર ઉતરી જતા હોય તો તેમને સંપુર્ણ સાજા થવા માટે પુરતી રજાની મુદત આપવા સિવીલ સર્જન\સરકારી તબીબી અધિકારીનું ધ્યાન દોરી શકાય છે.
વળી રજાઓનો લાભ લેવા માટે પણ હાજર થઇ ફરીથી રજાની માંગણીનો ઇરાદો હોય તો તેવી છુટ આપી શકાતી નથી.(નિયમ-૬૨૮)
👉રજાની શરૂઆત તથા સમાપ્તિ ;
રજાના કારણે જે દિવસ થી ચાર્જ છોડ્યા તે દિવસથી રજાની શરૂઆત ગણાય છે.અને હાજર થયાના આગળના દિવસ સુધીની રજા ભોગવી ગણી શકાય છે.રવીવાર તથા માન્ય રજાઓને આગળ અથવા પાછળ જોડી શકાય છે.પણ જો રજા કામકાજના દિવસે પુરી થતી હોય તો તે પ્રમાણે કર્મચારીએ હાજર થવુ પડે છે. કર્મચારીએ હાજર થઇ પોતાન અધિકારીને હાજર રીપોર્ટ પણ કરવાનો રહે છે.રજા દરમ્યાન તેમના વર્ગની વ્યવસ્થા માટે ચાર્જ ધારણ કરનાર શિક્ષક ની સહી પણ લેવી જોઇએ.
રજા પુરી થતાં પહેલા હાજર થઇ શકાય નહી.જો હાજર થવુ હોય તો રજા મંજૂર કરનાર અધિકારીની પરવાનગી મેળવી હાજર થઇ શકાય છે.રજાની માંગણી કરતાં વધુ દિવસો સુધી ગેરહાજર રહેનાર આ ગેરહાજરીના સમય માટે પગાર માટે હક્કદાર થતા નથી.આ સમય ઇજાફાપાત્ર પણ ગણાતો નથી.જો અધિકારી પરવાનગી આપે તો અર્ધપગારી રજા મંજૂર કરી શકાય છે.રજા પુરી થયા પછી ફરજ માંથી ઇરાદાપૂર્વકની ગેરહાજરી બી.સી.એસ.રુલ્સના ૨૨ ના હેતુ માટે ગેરવર્તણુંક તરીકે ગણી શકાય છે.આથી રજાઓ પુરી થાય અને વધુ રજાઓ ની જરૂર જણાય તો અધુકારી ને રિપોર્ટ કરી શકાય છે.
👉 રજા અંગે ના નિયમો
👉. રજા અંગે ના ઠરાવ
અહીં ક્લીક કરો
👉તંદુરસ્તી માટે પ્રમાણપત્ર:
માંદગી ની રજાઓ માટે દાક્તરી પ્રમાણપત્રની આવશ્યકતા રહે છે.પ્રાથમિક શિક્ષકો માટે રજિસ્ટર મેડિકલ પ્રેકટિશનરનું પ્રમાણપત્ર હોય તો ચાલી શકે છે.પણ રજા મંજુર કરનાર અધિકારી ને શંકા જણાય તો સિવીલ સર્જન કે તબીબી અધિકારી પાસે તપાસ માટે હાજર થવા જણાવી શકાય છે.દાક્તરી પ્રમાણપત્રને આધારે પોતાની બીમારી માટે રજાઓની માંગણી કરવામાં આવી હોય તો યોગ્ય તંદુરસ્તી પ્રાપ્ત કર્યાના દાક્તરી પ્રમાણપત્ર સિવાય ફરજ ઉપર હાજર કરી શકતા નથી.
મળવાપાત્ર રજાઓ સાથે અન્ય પ્રકાર ની રજાઓ જોડી શકાય છે.કેજ્યુઅલ રજા(C.L.) કોઇપણ રજા જોડી શકાતી નથી.
રજાના પ્રકારો
👉પ્રાપ્ત રજા :
પ્રાથમિક શિક્ષકોને પ્રાપ્ત રજા લ્હેણી થતી નથી પણ વેકેશન માં અંગ્રેજી તાલીમ વર્ગો,મતદારયાદી કે ચુંટણીનું કાર્ય નવી શિક્ષણ નીતીના તાલીમવર્ગો વગેરે કારણે તથા વેકેશનમાં અન્ય વહીવટી કારણોસર રોકવામાં આવ્યા હોય ત્યારે વેકેશન ન ભોગવતાં તેની અવેજીમાં પ્રાપ્ત રજા(હક્ક રજા)મળે છે,જે સર્વિસ બુકે જમા થાય છે અને નિવ્રુતી વખતે તેનું રોકડમાં રૂપાંતર મળે છે.વેકેશન માં કોઇપણ કામગીરી કરવામાં આવે તો તે માટે લેખિત હુકમ ની આવશ્યકતા રહે છે અને તે કામગીરી પ્રમાણિત થયે થી નિયમાનુસાર હક્ક રજા ખાતા માં જમા થાય છે. આવી રજાઓ વધુમાં વધુ ૩૦૦ જેટલી જમા થઇ શકે છે.
👉અર્ધપગારી રજા :
પ્રાથમિક શિક્ષકોની પુરી કરેલી નોકરી વર્ષ આધારે આ રજા મળવાપાત્ર છે.એક વર્ષની ૨૦ અર્ધપગારી રજા લ્હેણી થાય છે.આ રજાઓ ખાતામાં ગમે તેટલી જમા થાય તો પણ રદ થતી નથી.આ રજા ખાનગી કામે તથા દાક્તરી પ્રમાણપત્ર આધારે એમ બન્ને રીતે ભોગવી શકાય છે.
👉રૂપાંતરીત રજા :(કોમ્યુટેડ રજા)
આ પ્રકારની રજાની જોગવાઇ થી કર્મચારી અર્ધપગારી રજા ને બદલે પુરા પગારી રજાઓ મેળવી શકે છે.રૂપાંતરીત રજાની સંખ્યા સામે બેવડી અર્ધપગારી રજા સિલકમાંથી ઉધારવામાં આવે છે.આ રજા દાક્તર ના પ્રમાણપત્રને આધારે મળે
👉બિનજમા રજા :
કર્મચારીના ખાતામાં રજા સિલકમાં ન હોય ત્યાર્એ આવા પ્રકારની રજા મળવાપાત્ર છે. આ રજા કાયમી કર્મચારી ને જ મળી શકે છે.આ રજા એક પ્રકારની એડવાન્સમાં લીધેલી રજા જ છે.જેથી ફરજ ઉપર કર્મચારી પાછા હાજર થઇ ઉધારમાં લીધેલી રજા પૂરી કરવાની શક્યતા હોય તેને જ આ રજા આપી શકાય છે.અને તે બાબત નું પ્રમાણપત્ર અપાય તો જ રજા મંજૂર થઇ શકે છે.આ રજા દાક્તરી પ્રમાણપત્ર આધારે અને ખાનગી કામકાજ માટે એ બન્ને પ્રકારે આપી શકાય છે.પન આવી રજા આખી નોકરી દરમ્યાન ૩૬૦ દિવસથી વધુ આપી શકાતી નથી.જેમાં ૯૦ દિવસ થી વધુ નહી તેટલા અને બધા મળીને ૧૮૦ દિવસ ખાનગી કામકાજ માટે આપી શકાય છે.
👉અસાધારણ રજા :
કોઇપણ રજા મળવાપાત્ર ન હોય ત્યારે કર્મચારીની માંગણીથી અસાધારણ રજા મંજૂર કરવામાં આવે છે.આ રજા રજા ના હિસાબમાં ઉધારવામાં આવતી નથી,પણ તેની નોંધ રાખવામાં આવે છે.આ રજા દરમ્યાન રજા નો પગાર મળવાપત્ર નથી.ટુંકમાં તેને કપાત પગારી રજા ગણી શકાય આ રજા બીજા કોઇ પ્રકારની રજા સાથે જોડીને મંજૂર કરી શકાય છે.આ રજા એકી સાથે ૪ માસ કરતાં વધારે આપી શકાય નહી.
👉વેકેશન :
પ્રાથમિક શિક્ષકો વેકેશનલ કર્મચારી ગણાય છે.આવા કર્મચારીઓ ને પ્રાપ્ત રજા મળતી નથી,પણ વેકેશન નો લાભ લેવામાંથી બાકાત રાખવામાં આવે તો સુધારેલી રજા ના નિયમો પ્રમાણે પ્રાપ્ત રજા મળવાપાત્ર છે. વેકેશન સાથે આગળ કે પાછળ જોડી ને રજાઓ ભોગવી શકાય છે,પણ કેજ્યુઅલ રજા વેકેશન ને જોડી ને મજૂંર કરી શકાય નહી.બે મુદત વચ્ચે વેકેશનની રજા જોડી શકાતી નથી.વેકેશન અને પ્રાપ્ત રજા બન્ને મળીને ૧૨૦ દિવસથી વધુ એકી સાથે જોડી શકાતી નથી અને તેજ પ્રમાણે વેકેશન,પ્રાપ્ત રજા અને રૂપાંતરીત રજા ત્રણેય મળેને ૨૪૦ દિવસથી વધુ એકી સાથે ભોગવી શકાય નહી.વેકેશનની આગળ અને પાછળ આવતી રજાઓ વેકેશનનો જ ભાગ ગણાય છે.વેકેશન દરમ્યાન હેડકવાટર ઉપર રહેવુ અનિવાર્ય નથી.
👉પ્રસુતીની રજાઓ ;
પ્રસુતીના કિસ્સામાં ૧૩૫ દિવસની સળંગ રજાઓ મંજૂર કરવામાં આવે છે.૧ વર્ષથી ઓછી નોકરીવાળાને આ રજા મળવાપાત્ર નથી.જ્યારે ૧ વર્ષથી વધારે નોકરી પણ બે વર્ષથી ઓછી નોકરીવાળા ને અર્ધપગારી રજા જેટલો પગાર મળવાપાત્ર છે.જ્યારે બે વર્ષથી વધુ નોકરીવાળાને પુરા પગારે રજા મળવાપાત્ર છે.પણ આ લાભ પ્રસુતીની રજા ની અરજીની તારીખે જે સ્ત્રી કર્મચારીને બે કે તેથી વધુ બાળકો જીવીત હોય તેને આ પ્રકાર ની રજા મળવાપાત્ર નથી. આ પ્રસુતી ની રજા હિસાબ માં ઉધારવામાં આવતી નથી.વેકેશનમાં પ્રસુતી થાય અને રજા પર ન હોય તેવા કિસ્સામાં પ્રસુતીની તારીખ થી રજા ની શરૂઆત ગણાય છે.વેકેશન પછી નહી.
👉કેજ્યુઅલ રજા(પ્રાસંગિક રજા) ;
આ રજા આમ જોઇએ તો તે માન્ય સ્વરૂપની નથી.અને કોઇ નિયમને આધીન નથી.કેજ્યુઅલ રજા નો હેતુ કર્મચારી ની અંગત કારણોસર ની પ્રાસંગિક ગેરહાજરી આવરી લેવાનો તેનો આશય છે.આ રજા ને અન્ય કોઇ રજા કે હાજર થવાના સમય સાથે જોડી શકાતી નથી.
વર્ષ દરમ્યાન બાર કેજ્યુઅલ રજા મળવાપાત્ર છે. અને કેજ્યુઅલ રજા રવીવાર કે જાહેરરજાની આગળ કે પાછળ જોડવા હરકત નથી.આ રજા ની સાથે જોડાતા રવીવાર કે અન્ય જાહેરરજા ના દિવસો રજા ના ભાગ તરીકે ગણાશે નહી.પ્રાથમિક શાળાઓમાં મદદનીશ શિક્ષકની કે.રજા મુ.શિ. મંજૂર કરે છે.જ્યારે મુખ્યશિક્ષક ની કે.રજા ગ્રુપશાળાના આર્ચાય મંજૂર કરી શકે છે.કે.રજા વેકેશનને જોડી ને મંજૂર કરી શકાતી નથી.૧/૨ કે.રજા પણ ભોગવી શકાય છે.
કે.રજા પ્રમાણસર જ આપવી જોઇએ તેવુ નથી આ બાબત રજા મંજૂર કરનાર અધિકારી ઉપર છોડવામાં આવે છે.
👉મરજિયાત રજા ;
સરકારે જાહેર કરેલી મરજિયાત રજા ની યાદીમાંથી કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે વધુમાંવધુ બે રજાઓ ધાર્મિક બાધ વિના ભોગવી શકે છે.મદદનીશ શિક્ષક મરજિયાત રજા મુ.શિ.મંજૂર કરી શકે છે.આ રજા હિસાબમાં ઉધારવા માં આવતી નથી.મરજિયાત રજા,કેજ્યુઅલરજા કે જાહેર રજા ના દિવસોમાં સાથે જોડીને ભોગવી શકાય છે.
👉વળતર રજા ;
આ રજા માટે શિક્ષકોમાં ઘણી ભુલો સર્જાય છે.વેકેશન માં કરેલી કામગીરી બદલ મળતી રજા હક્કરજા(પ્રાપ્ત રજા) છે.જ્યારે વેકેશન સિવાયના માન્ય જાહેર રજા ના દિવસે જો બીન રાજ્યપત્રીત કર્મચારીને કચેરીમાં સરકારી કામ માટે હાજરી આપવી પડે તો આવી માન્ય જાહેર રજા ન ભોગવી શકવા બદલ તેને વળતર રજા મળે છે.
આ વળતર રજા એકી વખતે ફકત એક જ મંજૂર કરી શકાય છે.૩.૫ કલાક કે તેથી ઓછા પણ ૨ કલાક થી ઓછી નહી તેટલી હાજરી આપે તો ૧/૨ વળતર રજા મળે છે.જ્યારે ૩.૧/૨ કલાક થી વધુ પણ પાંચ કલાક થી ઓછા નહી તેટલા કલાક ની હાજરી માટે ૧ વળતર રજા મળે છે.આ વળતર રજા જેતે કેલેન્ડર વર્ષમાં ભોગવી લેવાની હોય છે.