પ્રોજેક્ટ એટલે શું?પ્રોજેક્ટના પ્રકાર
પ્રોજેક્ટના પ્રકાર
હાથ ધરેલા પ્રોજેક્ટના સ્વરૂપ પર પ્રોજેક્ટના પ્રકારનો આધાર છે.આથી પ્રોજેક્ટના ઘણા પ્રકાર દર્શાવ્યા છે :
૧. સર્જનાત્મક અથવા રચનાત્મક પ્રોજેક્ટ:
વિદ્યાર્થીઓ કોઈ વસ્તુ બનાવે કે તેનું સર્જન કરે તે સર્જનાત્મક કે રચનાત્મક પ્રોજેક્ટ કહેવાય.જેમ કે કેલિડોસ્કોપ બનાવવો,પેરિસ્કોપ બનાવવો, કેમેરાની રચના કરવી, દૂરબીન બનાવવું, રોગો પર નાટક રજુ કરવું વગેરે બાબતોના પ્રોજેક્ટને સર્જનાત્મક કે રચનાત્મક પ્રોજેક્ટ કહેવાય.
આ પ્રોજેક્ટમાં બાળકો કઈક નવું સર્જે છે. અથવા કોઈ રચનાત્મક પ્રવૃત્તિથી શિક્ષણ મેળવે છે. આવા પ્રોજેક્ટનો હેતુ છે; કોઈ વિચાર કે યોજનાને બાહ્ય દ્રશ્ય સ્વરૂપ આપવું. નાનકડો બાગ તૈયાર કરવો, રમકડું કે કોઈ વૈજ્ઞાનિક સાધન બનાવવું એ સર્જનાત્મક પ્રોજેક્ટ કહેવાય.
૨. આનંદનો પ્રોજેક્ટ:
આ પ્રકારના પ્રોજેક્ટમાં બાળક અનુભવોની સાથે સાથે આંનદ પણ મેળવે છે.દા.તા, વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવો. જેવા કે-રાસાયણિક બાગની રચના, સ્મશાનમાં ભડકા, મગફળીમાંથી દુધ બનાવવું, માણસના બે ટુકડા કરવા વગેરે. અહી બાળક આંનદ મેળવે છે. સાથે સાથે વિજ્ઞાનના સિદ્ધાંતો સમજે છે.
૩. સમાસ્યાત્મક પ્રોજેક્ટ:
આ પ્રકારના પ્રોજેક્ટમાં સમસ્યા રજુ કરી તેનો ઉદેશ શોધવાનો હોય છે. દા.ત., વર્ણનોથી એસિડ કે બેઇઝ પરની અસર તાપસવી, બ્લેડનું પાણી પર તરવું, શાહીનું પેનમાંથી વહેવું, કાચના ટબમાં લાકડીનું વાકા દેખાવું, ડોલના પાણીમાં વાડકીમાં દશીયું નાખવું, મેઘધનુષનું દેખાવું, રોગોના નિદાન માટે એક્સ-રે લેવા. ચલચિત્રોમાં દશ્યો હાલતા-ચાલતા દેખાવા વગેરે પ્રકારની સમસ્યાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવી અને તેના ઉદેશો શોધવા તે સમસ્યાત્મક પ્રોજેક્ટ કહેવાય.
૪. દઢીકરણ પ્રકારના પ્રોજેક્ટ:
કોઈ પ્રવૃત્તિમાં કાર્યક્ષમતા-નિપુણતા પ્રાપ્ત થઇ હોય ત્યારે કોઈ નવી પ્રવૃત્તિ નહિ, પરંતુ જે પ્રવૃત્તિ થઇ હોય તેવુ જ પુનરાવર્તન કરવામાં આવે છે. પુનરાવર્તનથી વિશેષ કૌશલ્ય પ્રાપ્ત થાય છે. દા.ત., તરવું, ગાવું વગેરેમાં કુશળતા પ્રાપ્ત કરવા તેનું દઢીકરણ-પુનરાવર્તન કરાવવા ત્યારે તે આ પ્રકારનો પ્રોજેક્ટ બને.
૫.વિશિષ્ટ શૈક્ષણિક પ્રોજેક્ટ:
કેટલીક વખત બેન્ક, પાર્લમેન્ટ, પંચાયત,પોસ્ટ ઓફિસ જેવી જાહેર સંસ્થાઓની કાર્યવાહી સ્પષ્ટ થાય એ માટે શાળા જે તે સંસ્થાઓની નાની પ્રતિકૃતિ યોજવામાં આવે છે. આ પ્રકારના સર્જનાત્મક-રચનાત્મક પ્રકારના પ્રોજેક્ટને મળતો આવે છે
કોલીન્સ પ્રોજેક્ટના ચાર પ્રકાર જણાવે છે : ખેલ પ્રોજેક્ટ, હસ્ત પ્રોજેક્ટ, પર્યટન પ્રોજેક્ટ, વાર્તા પ્રોજેક્ટ. આમ, પ્રોજેક્ટમાં માનસિક તેમજ શારીરિક પ્રવૃત્તિ ઓનો સમાવેશ થઇ જાય છે. પ્રોજેક્ટ સરળ, જટિલ કે કઠિન હોઈ શકે. એનો આધાર એમાં રહેલી પ્રવૃત્તિઓ, બાળકોના વિકાસ અને બુદ્ધિસ્તર પર છે.