કાર્યાનુભવ (Work Experience)std 1 to 8 std syllabus. કાર્યાનુભવના કક્ષાવાર હેતુઓ
કાર્યાનુભવ (Work Experience) ભૂમિકા
શિક્ષણક્ષેત્રે નૂતન ફેરફારો અંગે સતત સંશોધનો અને વિચારણાઓ થતાં રહ્યાં છે. શિક્ષણના સાક્ષરી વિષયોમાં શિક્ષકક્ષેત્રે કાર્યાનુભવ વિષય સમયાંતરે દૂર થતો ગયો છે. જો આ વિષયને પ્રાથમિક શિક્ષણમાં ઉચિત મહત્ત્વ આપવામાં નહીં આવે તો આ વિષય નામશેષ થતાં વાર નહીં લાગે. વિવિધ નૂતન ટૅક્નોલૉજીના વિનિયોગ દ્વારા આ વિષયને પણ રસિક, સર્વગ્રાહી અને સરળ બનાવવો જ રહ્યો. માટે,ચાલો, આ વિષય પરત્વે હકારાત્મક દૃષ્ટિકોણથી વિચારીએ અને પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કાર્યાનુભવ વિષયને પણ સમજવાનો અને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ.
👉કાર્યાનુભવ ધોરણ 1અને 2 અભ્યાસક્રમ
👉કાર્ય અને તેનું મહત્ત્વ
કાર્ય એક પ્રકારનો શ્રમ છે, જે શારીરિક કે માનસિક પ્રયત્નથી સાર્થક થાય છે. કાર્ય એટલે...
“નિષ્ક્રિયતા છોડીને સફળતા માટેના પ્રયત્ન માટે કામે લાગવું.”
કાર્ય (Work) એટલે..
શક્તિનો વપરાશ
અથાગ પરિશ્રમ
ધ્યેયલક્ષી પ્રયત્નોનું અમલીકરણ... (ઑક્શ. ડિક્શનરી)
હેતુ-આધારિત શ્રમ (મહેનત), ખાસ કરીને શારીરિક શ્રમ પ્રયત્નો કરવા
પરિણામલક્ષી સિદ્ધિ પ્રાપ્ત કરવી.
👉કાર્યાનુભવ ધોરણ 3અને 4અભ્યાસક્રમ
કાર્ય અર્થોપાર્જનની માત્ર પ્રવૃત્તિ નથી, પરંતુ જીવન ઘડતરની પ્રવૃત્તિ છે. કાર્યની સુંદરતાનો આધાર આપણે તેને કેવી રીતે કરીએ છીએ તેના ઉપર છે. હેતુપૂર્વકનું કાર્ય કરવાથી થાકનો અનુભવ થાય છે. જે તેના સામાજિક, માનસિક, આર્થિક અને બૌદ્ધિક વિકાસમાં સહાયરૂપ બને
છે. કોઈ પણ કાર્ય બેકાર જતું નથી. કાર્યશીલ રહેવું એ જ જીવન છે. જીવન જીવવાની કળા શીખવવામાં કાર્ય એક અનિવાર્ય અને અભિન્ન તત્ત્વ છે. કાર્યના બે પ્રકાર
(1) શારીરિક કાર્ય (2) માનસિક કાર્ય
માનસિક કાર્યમાં વિશેષરૂપે મગજ વધુ કાર્યશીલ હોય છે. તેમાં શારીરિક ઇન્દ્રિયોનું કામ ઓછું હોય છે. જેમ કે પુસ્તક વાંચવું, કોઈ વિચાર કરવો, કોઈ સિદ્ધાંતને સમજવો, કોઈ વિષય પર ભાષણ આપવું વગેરેમાં કર્મેન્દ્રિયોની ઉપયોગિતાને સ્થાન ઓછું છે, જ્યારે શારીરિક કાર્ય કરવામાં શરીરના અંગો જેવા કે હાથ-પગ, દૃષ્ટિ, કાન અને મન જોડાવાથી તેનો વિકાસ થાય છે. તેથી વ્યક્તિને સંતોષ અને વિકાસના લાભનો અનુભવ થાય છે.
વધુ લગન, મહેનત, પ્રયત્ન અને લાંબા સમય સુધીના કઠિન પરિશ્રમથી કાર્ય કરવામાં આવે ત્યારે સફળતા સુધી સરળતાથી પહોંચી શકાય છે. કાર્ય કરવાથી માણસને સંતોષનો અનુભવ થાય છે. માનવજીવનમાં અનુભવાતા દુ:ખ, દર્દ, ચિંતાઓમાંથી મુક્તિ મળે છે. સામાજિકતાનો વિકાસ થાય છે. વિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. કુશળતા વિકસે છે. જીવન જીવવાની મજા આવે છે અને ભવિષ્યનું નિર્માણ થાય છે. કહેવાય છે કે મહેનતથી કાર્ય કરવાવાળા ખેડૂત કે મજૂરને લૂખી-સૂકી રોટલી ખાઈને જે સુખ-શાંતિની ઊંઘ આવે છે તે શારીરિક કામ અથવા મહેનતથી દૂર ભાગવાવાળાને નથી આવતી.
કાર્ય જીવન છે. કામચોરી વિકાસનો અંત છે. કાર્ય એ જીવન વિકાસ માટેનું માત્ર એક સાધન જ નહીં. પણ, જીવન ઘડતર માટેનો પ્રયોગ છે. કાર્યથી જ વ્યક્તિ અને સમાજ બંનેને અવશ્ય લાભ થાય છે.
કાર્યસંબંધી કેટલાક વિચારકો દ્વારા વ્યક્ત કરેલા મહત્ત્વપૂર્ણ કથન નીચે મુજબ છે
) “I believe in work, hard work and long hours of work, men do not break down from over work, but from worry and dissipation"
- Charles E. Hughe
“કામ, કઠિન કામ અને વધુ સમય કામ કરવામાં હું માનું છું, માણસ વધુ કામથી નહિ, પણ કામની ચિંતા અને હતાશાથી તૂટેછે.’’ – ચાર્લ્સ ઈ. હ્યુજ
(2) “Work keeps at bay three great evils : boredom, vice and need” – Voltaire “કામ આપણને ત્રણ દુશ્મનોથી દૂર રાખે છે : કંટાળો, નિંદા અને જરૂરિયાત.” – વૉલ્ટેર